યથાર્થ ગીતા ૨-૨૩/૨૪
યથાર્થ ગીતા ૨-૨૩/૨૪
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।२३।।
અનુવાદ-અર્જુન, આ આત્માને શાસ્ત્રદિ કાપી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ તેને સૂકવી શકતો નથી.
अच्छेधोऽयमदाह्योऽयमक्लेघोऽशोष्य एव च।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः।।२४।।
અનુવાદ- આત્માને છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીજવો અશક્ય અને સુકવવો અશક્ય છે, કેમ કે આત્મા નિત્ય, સર્વ વ્યાપક, સ્થિર રહેનાર અને અચળ તથા સનાતન છે. સમજ આ આત્મા અચ્છેધ છે, એને છેદી ન શકાય. આ અદાહ્ય છે, એને બાળી ન શકાય: આ અક્લેધ છે તેને ભીંજવી ન શકાય, આકાશ તેને પોતાનામાં સમાવી લઇ શકતું નથી. આત્મા ની:સંદેહ અશોષ્ય, સર્વ વ્યાપક, અચળ , સ્થિર અને સનાતન છે.
અર્જુને કહ્યું હતું કે કુલ ધર્મ સનાતન છે.આવું યુદ્ધ કરવાથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. પરંતુ શ્રી કૃષ્ણ એ આને અજ્ઞાન ગણ્યુ અને આત્માને સનાતન કહ્યો. તમે કોણ છો ?સનાતન ધર્મના અનુયાયી. સનાતન કોણ છે? આત્મા. જો તમે આત્મા પર્યંતના અંતરને કાપવા માટે વિધિ વિશેષથી અજ્ઞાન છો, તું તમે સનાતન ધર્મ નથી જાણતા. આનું માઠું પરિણામ ભારતે ભોગવવું પડ્યું છે.
મધ્યયુગમાં ભારતમાં બહારથી આવનારા મુસલમાનો ફક્ત ૧૨૦૦૦ હતા આજે ૨૦ કરોડ છે. ૧૨૦૦૦થી વધીને તે લાખો થઈ જાત પરંતુ આ તો વીસ કરોડથી પણ આગળ વધી ગયા છે. બધા હિન્દુઓજ છે તમારા સગા ભાઈ છે જેમને અડવાથી અને ખાવાથી બધું નષ્ટ થઈ ગયું તેઓ નષ્ટ નથી થયા પરંતુ તેમનો સનાતન અપરિવર્તનશીલ ધર્મ નષ્ટ થયો છે.
જ્યારે મેટર ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ વસ્તુ સનાતનનો સ્પર્શ નથી કરી શકતી, તો સ્પર્શ કરવાથી કે ખાવાથી સનાતન ધર્મ નસ્ટ કઈ રીતે થઈ જાય ?આ ધર્મ નહિ પણ કુરિતી, ખરાબ પરિસ્થિતિ હતી. એમાં ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય વધ્યું, દેશનું વિભાજન થયું અને રાષ્ટ્રીય એકતાની સમસ્યા આજે પણ યથાવત છે.
આ કુરિવાજોનાં કથાનકો ઈતિહાસમાં ભરેલાં છે.હમીરપુર જિલ્લામાં ૫૦-૬૦ કુલીન ક્ષત્રીય પરિવાર હતા. આજે તે બધા જ મુસલમાન છે. ન તો તેઓ પર તોપનો હુમલો થયેલ હતો, ન તો તલવારનો. શાથી આવું થયું?અડધી રાત્રે એક-બે મૌલવી ગામના એકમાત્ર કુવા આગળ સંતાઈ ગયા કે કોઈ કર્મકાંડી બ્રાહ્મણ સૌથી પહેલાં અહીં સ્નાન કરવા આવશે. જેવો તે બ્રાહ્મણ આવ્યો કે તેઓએ તેને પકડી લીધો અને મોં બંધ કરી દીધું.તેની સામે જ તેઓએ કૂવામાંથી પાણી કાઢ્યું. મોઢું માંડીને પાણી પીધું અને વધેલું તે પાણી કૂવામાં નાખી દીધું. રોટલીનો ટુકડો પણ અંદર નાખી દીધો. પંડિત જોતા રહી ગયા. લાચાર હતા. તે પછી પંડિતજીને પણ તેઓ સાથે લઈને જતા રહ્યા. એને પોતાના ઘરમાં પૂરી દીધા.
બીજા દિવસે તેઓએ હાથ જોડીને પંડિતજીને ભોજન કરવા માટે વિનંતી કરી તો તેઓ બરાડા પાડી ઊઠ્યા, અરે તમે તો યવન છો, હું બ્રાહ્મણ છું, હું કઈ રીતે ખાઈ શકું? તેઓએ કહ્યું-મહારાજ અમને તમારા જેવા વિચારશીલ પુરુષોની જરૂરત છે. ક્ષમા કરો.પંડિતજીને છોડવામાં આવ્યા.
પંડિતજી પોતાના ગામમાં આવ્યા. જોયું કે લોકો કૂવાના પાણીનો પૂર્વવત્ ઉપયોગ કરી રહ્યા છે. તે અનશન કરવા લાગ્યા. લોકોએ કારણ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, 'યવનો આ કૂવાની પાળ પર ચઢી ગયા હતા. મારી સામે તેમણે આ કુવાની એઠો કર્યો હતો અને એમાં રોટલીનો ટુકડો પણ નાખી દીધો હતો.' ગામના લોકો છક થઈ ગયા. 'હવે શું થશે ?' પંડિતજીએ કહ્યું: 'હવે શું? ધર્મ નષ્ટ થઈ ગયું.
એ સમયમાં લોકો શિક્ષિત ન હતા.
સ્ત્રીઓ અને શુદ્રો પાસેથી શિક્ષણ મેળવવાનો અધિકાર ક્યારનાય છીનવાઈ ગયા હતા. વૈશ્યો ધન ઉપાર્જન ની પોતાનો ધર્મ માની બેઠા હતા. ક્ષત્રિયો ચારણોના પ્રશસ્તિગાનો ખોવાયેલા હતા. અન્ન દાતાની તલવાર વિઝાણી, વીજળી ચમકવા માંડી, દિલ્લીનું સિહાસન ડોલવા લાગ્યું. સન્માન ફક્ત મળતું હોય તો શા માટે ભણવું જોઈએ?ધર્મ સાથે તેઓની શી લેવાદેવા? ધર્મ ફક્ત બ્રાહ્મણોની વસ્તુ રહી હતી. તેઓએ ધર્મસૂત્રના રચયિતા, તેઓજ વ્યાખ્યાકાર અને હવે તેઓ જ સાચા જુઠાના નિર્ણાયક હતા. જ્યારે પ્રાચીનકાળમાં સ્ત્રીઓને, શૂદ્રોને, વૈશ્યો ને, ક્ષત્રિયોને તેમજ બ્રાહ્મણોને વેદ ભણવાનો અધિકાર હતો. પ્રત્યેક વર્ગના ઋષિઓએ વૈદિક મંત્રોની રચના કરેલી છે. શાસ્ત્રાર્થ નિર્ણયમાં ભાગ પણ લીધો છે. પ્રાચીન રાજાઓએ ધર્મના નામ પર આડંબર ફેલાવવા બદલ દંડ પણ આપેલા છે, ધર્મપરાયણોનો સમાદર પણ કરવામાં આવ્યો છે.
પરંતુ મધ્યયુગમાં ભારતમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ન હોવાથી ઉપરોક્ત ગામના નિવાસીઓએ એક ખૂણામાં ઊભા રહી ગયા કે ધર્મનો હાસ થઇ ગયો છે.કેટલાક લોકોએ તો આ પ્રિય શબ્દ સાંભળીને આત્મહત્યા કરી લીધી, પરંતુ બધાજ લોકો પ્રાણનો અંત કેવી રીતે લાવી શકે?આથી બીજો ઉકેલ શોધવો પડ્યો.આજે પણ તેઓ વાંસ ઉભા કરીને, મુસળ મૂકીને હિન્દુઓની માફક વિવાહ કરે છે, પછી એક મૌલવી નિકાહ પઢાવી ચાલ્યા જાય છે. બધાજ શુદ્ધ હિન્દુઓ છે.પણ બધા જ મુસલમાન થઇ ગયા.
શું થયું હતું?પાણી પીધું હતું. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી વસ્તુ ખાધી હતી એટલે ધર્મ નષ્ટ થઈ ગયો. ધર્મ તો જાણે કે લજામણીનો છોડ. આ એક પ્રકારનો છોડ છે. તમે એને અડી જાઓ તો એનાં પાંદડાં સંકોચાઈ જાય છે અને હાથ ત્યાંથી ઉપાડી લો તો તે પૂનઃ વિકસિત થઇ જાય છે, પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ થયો જ નહીં.તેઓ મૃત્યુ પામ્યા, તેમના રામકૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ પામ્યા.જે શાશ્વત હતા તેઓ મરી ગયા.હકીકતમાં તો શાશ્વત ના નામ પર કુરીતી પ્રવર્તી હતી.જેને લોકો ધર્મ માની બેઠા હતા.
ધર્મને શરણે આપણે કેમ જઈએ છીએ?કારણ કે આપણી મરણધર્મી એટલે કે મૃત્યુ પામનારા છીએ, એને ધર્મ કોઇ નક્કર વસ્તુ છે જેને શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ.આપણે તો મરવાથી મરીશું, પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય તે આપણી રક્ષા ક્યાંથી કરવાનો? ધર્મ તો તમારી રક્ષા કરે છે. તમારાથી વધુ શક્તિશાળી છે.તમે તલવારથી મારશો અને ધર્મ? તે તો અડવાથી નષ્ટ થઈ ગયો.તમારો આ ધર્મ કેવો?નષ્ટ થાય છે કુરિવાજો, નહીં કે સનાતન ધર્મ.
સનાતન તો એવી નક્કર વસ્તુ છે, જેને શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે, ખાનપાન તો દૂર, પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે, તો તે સનાતન નષ્ટ કઈ રીતે થઈ શકે?
આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો શિકાર અર્જુન પણ હતો.તેને વિલાપ કરતાં, આજીજી કરતાં કહ્યું કે-કુળ ધર્મ સનાતન છે, યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળ ધર્મ નષ્ટ થવાથી અમે અનંતકાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રીકૃષ્ણે કહ્યું, 'તને આ અજ્ઞાન ક્યાંથી સાંપડ્યું? સિદ્ધ છે કે એ કુરિવાજજ હતો, આથીજ શ્રી કૃષ્ણ અને તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્માજ સનાતન છે.જો તમે આત્મિક માર્ગ નથી જાણતા, તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો.
આ સનાતન શાશ્વત આત્મા બધાની અંદર વ્યાપ્ત છે, તો કોને શોધવામાં આવે?આ વિષે શ્રીકૃષ્ણ કહે છે-કે
ક્રમશ: