યથાર્થ ગીતા-૨-૨૧
યથાર્થ ગીતા-૨-૨૧
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम्।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम्।।२१।।
અનુવાદહે પૃથા પુત્ર !જે પુરુષ આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે, તે પુરુષ કોને કેવી રીતે મારી શકે, તથા કોને કેવી રીતે મરાવી શકે છે ?
સમજ: પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ પર અચૂક નિશાન તાકવા વાળા પૃથા પુત્ર અર્જુન! જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય અજન્મા અને અવ્યક્ત જાણે છે, કે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કઈ રીતે કોઈને મારી શકે?અવિનાશીનો વિનાશ અસંભવ છે. અજન્મા જન્મ નથી લેતો.અવિનાશીનો વિનાશ અસંભવ છે. અજન્માનો જન્મ નથી લેતો. માટે શરીર માટે શોક ન કરવો જોઈએ. આને જ ઉદાહરણ થી સ્પષ્ટ કરે છે.
ક્રમશ: