યથાર્થ ગીતા ૨-૧૪
યથાર્થ ગીતા ૨-૧૪


मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।
आगमापायिनोऽनित्यास्तास्तितिक्षस्व भारत।१४।।
અનુવાદ-હે કૌન્તેય! ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો અનુકુળતા પ્રતિકૂળતા વડે ઠંડી, ગરમી, સુખ અને દુઃખ દેનારા હોય છે. તે અસ્થિર અને અનિત્ય છે: તે આવે છે અને જાય છે માટે હે ભારત! તેમને તુ સહન કર.
સમજ હે કુંતીપુત્ર! સુખદુઃખ, ઠંડી ગરમીનો અનુભવ કરાવનારી ઇન્દ્રિયો અને વિષયોનું મળવું તો અનિત્ય છે, ક્ષણભંગુર છે. તેથી હે ભરતવંશી અર્જુન!તું આનો ત્યાગ કર. અર્જુન, ઇન્દ્રિય અને વિષયના સંયોગથી મળતા સુખને યાદ કરીનેજ વ્યાકુલ બન્યો હતો. કુળધર્મ, કુળગુરુઓની પૂજ્યતા વગેરે ઈન્દ્રિયો પ્રત્યેના પ્રેમમાંજ આવી જાય છે. તે ક્ષણીક છે, જુઠ્ઠા છે, નાશવંત છે. વિષયોનો સહયોગ ન તો હંમેશા મળશે, ન તો ઇન્દ્રિયોની ક્ષમતા સદા એવી ને એવી રહેશે, માટે અર્જુન!તુ આનો ત્યાગ કર! સહન કર. કેમ? શું હિમાલયની લડત હતી કે અર્જુન ઠંડી સહન કરે ? અથવા તે રણ પ્રદેશ ની લડત હતી કે જ્યા અર્જુન ગરમી સહન કરે?કુરુક્ષેત્ર જેને લોકો બહાર બતાવે છે તે તો સમશીતોષણ સ્થળ છે. કુલ ૧૮ દિવસ લડાઈ ચાલી, એમાં શિયાળો, ઉનાળો ક્યાં વીતી ગયો ?હકીકતમાં ઠંડી અને ગરમી, દુઃખ -સુખ, માન -અપમાન, સહન કરવું એ યોગી ઉપર આધાર રાખે છે. આતો હદય દેશની લડાઈનું ચિત્રણ છે. ગીતા બહારના યુદ્ધની વાત નથી કરતી. આ શેત્ર ક્ષેત્ર -ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ છે. એમાં આસુરી સંપત્તિનું સર્વથા શમન કરી પરમાત્મામાં સ્થિતિ અપાવી દઈ, દૈવી સંપદ્ પણ શાંત થઈ જાય છે. જ્યારે વિકાર છેજ નહીં, તો સજાતીય પ્રવૃત્તિઓ કોની ઉપર આક્રમણ કરે ? તેથી પૂર્ણત્વ સાથે તે પણ શાંત થઈ જાય છે, તે પહેલા નહીં. ગીતા આંતરિક લડાઈનું ચિત્ર છે. ત્યાગથી શું મળશે? તેનાથી શું મળશે?આ અંગે શ્રીકૃષ્ણ કહે છે-કે-
ક્રમશ: