યથાર્થ ગીતા ૨-૧૩
યથાર્થ ગીતા ૨-૧૩


देहिनोऽस्मन्यथा देहे कौमारं यौवनं जरा।
तथा देहान्तरंप्राप्तिधीरस्तत्र न मुह्यति।।१३।।
અનુવાદ- જેમ દેહધારી જીવાત્માને આ શરીરમાં બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે; તેવી જ રીતે તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન આ ફેરફાર મોહ પામતો નથી.
સમજ : જીવાત્માની આ દેહમાં કૌમાર્ય, યૌવન અને વાર્ધક્ય એવી ત્રણ અવસ્થા હોય છે. તેમ જુદા જુદા શરીરોની પ્રાપ્તિ થતી રહેતી હોય છે તેથી ધીર પુરુષો એમાં મોહ પામતા નથી. ક્યારેક તમે બાળક હતા, ધીમે ધીમે યુવાન થયા એટલે તમે મરી તો નથી ગયા? વળી પાછા વૃદ્ધ થયા, પુરુષ એકજ છે. આમ નવા દેહની પ્રાપ્તિ વખતે પણ કોઈ તિરાડ પડતી નથી. આવા પરિવર્તનોથી પરની વસ્તુ તમને સોંપડશે નહીં ત્યાં સુધી ક્લેવરનું આ પરિવર્તન ચાલુ જ રહેશે.
ક્રમશ: