યથાર્થ ગીતા ૨-૧૨
યથાર્થ ગીતા ૨-૧૨


न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्।।
અનુવાદ- કોઈ કાળે ન હતો તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને હવે પછી આપણે બધા ન હોઈએ એ પણ નથી.
સમજ એવું નથી કે હું અર્થાત, સદગુરુ કોઈ કાળ ન હતા અથવા તું અર્થાત અનુરાગી અધિકારી અથવા जनाधिपा, રાજાઓ અર્થાત રાજસી વૃત્તિમાં જોવા મળતો અહીં ન હતો, અને ન તો એવું છે કે આગળ આપણે બધા નહીં રહીએ.સદગુરુ નિત્ય રહે છે, અનુરાગી હંમેશા રહે છે. અહીં યોગેશ્વરે યોગ અનાદિ છે તે વાત પર પ્રકાશ ફેક્તા, ભવિષ્યમાં પણ યોગ સદૈવ રહેશે-તે વાત પર ભાર મૂક્યો છે. મૃત્યુ પામનારાઓમાં માટે શોક ન કરવાનું કારણ દર્શાવી એમણે કહ્યું.
ક્રમશ: