યથાર્થ ગીતા-૧૨
યથાર્થ ગીતા-૧૨


तस्य संजनयन्हर्षे कुरूवृद्ध:पितामह:।
सिंहनायदं विनद्योच्चै:शडंखदघ्मौ प्रतापवान्।।१र।।
અનુવાદ- આમ પોતાના બળાબળનો નિર્ણય લઈને શંખ ધ્વની થયો. શંખ ધ્વનિ પાત્રોના પરાક્રમીની ઘોષણા છે કે જીત થતા કયું પાત્ર તમને શું આપશે? કૌરવોમાં વૃદ્ધ પ્રતાપશાળી પિતામહભીષ્મએ ઊંચા સાદે દુર્યોધનને હર્ષ ઉપજાવતો સિંહનાદ કરતો ભયપ્રદ શંખ વગાડ્યો. સિંહ પ્રકૃતિના ભયજનક પાસાનું પ્રતિક છે. ઘોર જંગલમાં નીરવ એકાંતમાં સિંહની ગર્જના કાનમાં પેસી જાય તો રુવાડા ઉભા થઇ જશે, રદય કાંપવા લાગશે.અલબત્ત , સિંહ તો તમારાથી માઇલો દૂર હશે ભય પ્રકૃતિમાં હોય છે, પરમાત્મામાં નહીં. તો તે અભય સત્તા છે.
ભ્રમ રૂપી ભીષ્મ વિજયી નીવડે તો પ્રકૃતિના જે ભયરૂપી અરણ્યમાં તમે છો એનાથી પણ અધિક ભયના આવરણથી તમને બાંધી દેશે. ભયનું એક આવરણ વધુ ચઢી જશે. ભય વધુ સઘન બનશે આ ભ્રમ આના સિવાય બીજું કશું આપી શકે નહીં. આથીજ પ્રકૃતિમાંથી નિવૃત્તિ લેવી એજ સાચો માર્ગ છે. સંસારમાં પ્રવૃત્તિ તો ભવાટવી છે. ઘોર અંધકારની છાયા છે. કૌરવોની ઘોષણા એનાથી વિશેષ કશું નથી. કૌરવો તરફથી ગમે તેટલા ઢોલ નગારા વાગે, પરંતુ આ બધા ભેગા થઈને ભયજ આપે છે, એનાથી વિશેષ કશું નહીં. પ્રત્યેક વિકારને કંઈક ને કંઈક ભયજ આપે છે આથી એમને ઘોષણા કરી કે-
(ક્રમશ)