ilaben Joshi

Classics Others

3  

ilaben Joshi

Classics Others

વ્યક્તિત્વથી વિપરીત

વ્યક્તિત્વથી વિપરીત

2 mins
138


આજે નિર્મળા અને રાધા વર્ષો પછી ફેસબુકનાં માધ્યમથી મુલાકાત થઈ. આજે રૂબરૂ મળતાં બંને ખુબ જ ખુશ થયાં. એકબીજાનાં જીવનની વાતો પતિ,બાળકો વગેરે. હાલ કયાં છે ?શું કરે છે ? વગેરે ન કરતાં તેઓ સીધા બાળપણમાં પહોંચી ગયાં. બાળપણની સ્મૃતિ સાથે બંને પોતે પણ બાળક બની ગયાં. બાળસહજ ખુશખુશાલ થઇ ગયાં. 

નાનકડું ગામ ખજુરી. ગામમાં ફકત ધોરણ ૧ થી ૭ ધોરણ સુધીની એક જ શાળા. દરેક છોકરાં છોકરીઓ થઈ માંડ સોએક વિદ્યાર્થીઓ હશે. ત્યારે શિક્ષકોનો પણ અભાવ હતો.બે શિક્ષક અને એક આચાર્ય 3 શિક્ષકો ઉપર શાળા ચાલે. આચાર્ય હોશિયાર હતાં. શિક્ષકો પર કામનું ભારણ ઓછું કરવા, તેઓએ બે છોકરાઓ અને છોકરીઓની પસંદગી કરી. તેને મોનીટર બનાવ્યાં. તેણે બધાનું લેશન જોવાનું, હાજરી જોવાની, ઘડિયા બોલાવવાના, કવાયત કરાવવાની , છેલ્લાં પિરિયડમાં બધાને રમાડવામાં ધ્યાન આપવાનું. 

આ ચારેયમાં નિર્મળા અને નિર્મળસિહની જોડી સમજું અને હોશિયાર.બીજા પાસે કામ લેવામાં પણ બંને કુશળ. બંને હંમેશા હસતાં જ હોય. જયારે રાધા અને રાઘવની જોડી હોશિયાર તો ખરી પણ વાત-વાતમાં બંનેને વાંધા પડે. કંઈક ને કંઈક વાકું પડે જ. એકબીજા અવળું મોઢું કરી કટ્ટી કરી રિસાઈ જાય.નિર્મળા અને નિર્મળસિહની સમજાવટથી બંને પાછાં માની પણ જાય. પોતાનાં કાર્યમાં લાગી પણ જાય. બાળપણની કેવી સાવ નિર્દોષ રમતો હતી. કીટ્ટા ને બુચા થતા જરાય વાર ન લાગે.

નિર્મળા ઉદાસ થઈ. બાળપણની કિટ્ટાને બુચા કરાવવાની આવડત કે સમજદારી તેને કંઈ કામ ન લાગી.પતિની જડતાંને દૂર ન કરી શકી.આજે તે સાવ એકાકી જીવન જીવે છે. 

વાતવાતમાં મોઢુંં મચકોડનારી રાધા કિટ્ટાને બુચા કરાવવાની નિર્મળાએ શિખવેલી કળાથી ચાર દેરીયા-જેઠીયા વચ્ચે સંકલન કરી બધાને પ્રેમથી જોડી રાખે છે. અને બધાને હસતી હસાવતી રાખે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Classics