ઈલાબેન પી. જોષી

Abstract

3  

ઈલાબેન પી. જોષી

Abstract

ઋષિ દ્દષ્ટિ

ઋષિ દ્દષ્ટિ

3 mins
206


જયશ્રીબાના ઘરે દિવાળી આવતાં એક પ્રસંગ જેવાં માહોલ સાથે તૈયારીઓ શરૂ થઈ જાય. દીવાલો સહિત બધું ઘસી ઘસીને સાફ કરવું ઘરનાં બધાં માટે નવાં કપડાં ખરીદવા, વળી તોરણ, દીવડા, કલર વગેરેની ખરીદી કરવી. ધનતેરસને દિવસે સ્પેશિયલ સોનીને ઘરે બોલાવવો.

ઘૂઘરા સહિત મીઠાઈ અને નાસ્તો બનાવવો.કાળી ચૌદસના દિવસે ચોકમાં વડા મૂકી કકળાટ કાઢવો અને તે દિવસે બધાને મેશ તો ફરજિયાત આંજવાની જ...છોકરાઓને આ બધું ન ગમે એટલે તેઓ કહે; "શું મમ્મી તમે પણ જુનવાણી વાતોમાંથી બહાર જ નથી આવતા." જો બેટા ! હું તમને કહું એના કરતાં વધારે સરસ રીતે તમારા ફઈ તમને કહેશે. તેને પુછો શા માટે આ બધું કરવાનું હોય.

 બધાં ફઈબાને ઘેરો વળીને બેસી ગયાં.ફઈબા બોલ્યા; સારું ! આજે રાત્રે બધાને વાત કરીશ.જમ્યા પછી રાત્રે બધાં આગાસીમાં ભેગાં થયાં. ફઈબાએ સમજાવ્યું જુઓ બેટા ! આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારો, ઉત્સવો બધાનું વિશેષ મહત્વ હોય છે.

ખરેખર આપણાં ઋષિમુનિઓ એટલાં બધાં આર્ષદ્રષ્ટા હતાં અને તેઓની દર્શાવેલી દરેક પ્રથા, સંસ્કૃતિ પાછળ તમામ પ્રકારે માનવહિત છૂપાયેલું હોય છે. 

થોડું વિસ્તૃત રીતે વિચારીએ તો દિવાળીનો તહેવાર નવરાત્રિની જેમ મોટો તહેવાર છે. તેની પાછળ ઘણાં કારણો અને ભાવનાઓ પણ સંમિલિત છે. આ તહેવાર પાછળ આર્થિક, સામાજિક, આયુર્વેદિક, ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ છૂપાયેલા છે.

નવરાત્રી પછી તરત જ બા દિવાળીની પૂર્વ તૈયારી રુપે સાફ-સફાઈ, રંગ રોગાન, ખરીદી બધું શરુ કરી દે છે બરાબર ? બાજુવાળા માસી આપણાં ઘરે આવે છે. આપણી વહુઓ એનાં ઘરે મદદમાં જાય છે.ખરીદી કરવા બધાં સાથે જાય છે. ઘુઘરા બધાં સાથે મળીને બનાવે છે.આ હળી મળીને ઉજવવામાં આવતો તહેવાર છે ખરુને ? "હા, ફઈબા ! એ સાચું છે." 

આપણાં ઋષિમુનિઓની "વસુધૈવ કુટુંબકમ્" ની ભાવના ફલિત થઈ ને ? ખરીદીને કારણે નાનામાં નાના સામાન્ય માણસ કોડિયાં ,કલર વેચવા વાળાથી સોની સુધી દરેક વેપારીઓને ફાયદો થતો હોય છે. 

આ સાથે ચોમાસુ પૂરું થતું હોવાથી જીવજંતુનો ઉપદ્રવ વધતો હોય છે એટલે સાફ સફાઈ, રંગરોગાન તથા સરસવના તેલનાં દીવાઓથી આ જંતુઓનો નાશ થતો હોય છે.બાકી હોય તે ફટાકડાના ધુમાડાથી ઝેરી જંતુઓ નાશ પામે. 

ધાર્મિક રીતે વિચારીએ તો દિવાળીનાં દિવસે ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરી અયોધ્યા પાછાં આવેલાં હતાં. તેઓનાં સ્વાગતમાં આખા અયોધ્યામાં રંગોળીઓ અને દિવાઓ પ્રગટાવવામાં આવેલાં હતાં...ત્યારથી આ પ્રથા શરૂ થઈ તેવું કહેવાય છે.

 એનો અર્થ એવો પણ થાય કે ધર્મનો અને સત્યનો વિજય થાય તો અમાસ પણ રૂપાળી અને ઝળહળતી બની જતી હોય છે. આ જ રીતે દરેક માણસે પણ પોતાનાં મન મગજમાં રહેલ ઈર્ષા, દ્વેષ, અહંમ્ અનિતી વગેરેનો નાશ કરી પ્રેમ, કરુણા, સત્ય અને ધર્મની સ્થાપના કરવી જોઈએ. દીવા પ્રગટાવી શ્રી રામને પ્રાર્થના કરવી જોઈએ કે પોતાની અંદર પ્રેમ અને ભક્તિનો દીવો હંમેશા પ્રજ્વલિત રાખે.

વાકબારસના દિવસે મા સરસ્વતીની પૂજા, ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા, ચૌદશના દિવસે મહાકાલીની પૂજા, આ ત્રણ મહાન શક્તિઓની પૂજા કર્યા પછી આપણી અંદર દિવાળી પર્વ જેવો ઉજાસ તો થઈ જ શકે ને ? 

નિર્દોષ મન સાથે દરેક મનદુઃખ ભૂલી, ક્ષમા માંગી લઈ, ક્ષમા આપી દઈ નવું વર્ષ શરૂ કરવાનું. છે ને ઋષિઓની અદભૂત દ્દષ્ટિ.

 આવું કરવાથી લાભ પાચમ નહીં પણ આખું વર્ષ શુભત્વ સાથે લાભ અને લાભ જ રહેતો હોય છે.આ મહાન વિચારધારાને વહેતી કરનાર આપણાં ઋષિમુનિઓને દિલથી નમન છે. નમન છે તેની દૂરદર્શિતાને.

"વાહ ! ભાઈ, વાહ ! આવી તો અમને ખબર જ નહોતી." બધાં એકી અવાજે બોલી ઉઠયાં."અમને તો એવું થતું કે બા શું મંડ્યા રહેતાં હશે ? હવે તો અમે બધાં પણ બાને મદદ કરીશું. આજુબાજુમાં પણ મદદની જરૂર હશે તેને મદદ કરીશું. ધન્યવાદ ફઈબા ! ખૂબ ખૂબ ધન્યવાદ, આ બધું વિસ્તારથી સમજાવવા બદલ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract