ઈલાબેન પી. જોષી

Others

3  

ઈલાબેન પી. જોષી

Others

યાદગાર પ્રસંગ

યાદગાર પ્રસંગ

2 mins
193


વર્ષનાં ૩૬૫ દિવસમાં નાનાં મોટાં કંઈ કેટલાય પ્રસંગો કે ઘટનાઓ આપણાં જીવનમાં બનતાં હોય છે. ઘણી ખાટી મીઠી યાદો તાજી થતી હોય છે. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, કાર્યક્ષેત્રમાં કોઈથી દુઃખ પહોંચ્યું હોય કે કોઈ આપણાથી દુઃખી થયું હોય આ બધાં ઉપર એક નજર નાખીને ભૂલવા જેવું ખંખેરી સારી વાતો સાથે ખુશ રહેવાનાં સંકલ્પ સાથે ૨૦૨૩ની સાલને વધાવીએ.

મારાં માટે ૨૦૨૨માં ઘણાં યાદગાર પ્રસંગ બન્યાં છે. તેમાં સૌથી વિશેષ અને ખુશી આપતો પ્રસંગ તે મારી વિદાયનો પ્રસંગ રહ્યો છે.  

ગત વર્ષમાં હું વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થઈ. મને કલ્પના નહોતી કે મારી વિદાયનો પ્રસંગ આટલો બધો સરસ રીતે ગામનાં લોકો ઉજવશે. નાનકડું ગામડું, ભલા ભોળાં લોકો. મને ખુશી એ વાતની થઈ કે અંદરોઅંદરનો વિરોધ, મનમોટાવ વગેરે ભૂલી બહોળી સંખ્યામાં બધાં લોકો હાજર રહ્યાં.

આ બધાએ મારાં કામની તો કદર કરી. કદર માટે લાગણી વ્યક્ત કરી. ગામનાં નાનામાં નાનાં માણસો ભાવથી કંઈ ને કંઈ ભેટ સ્વરૂપ આપી પોતાનો ભાવ વ્યક્ત કરતાં હતાં.  

દરેક વ્યક્તિ લાગણીથી આંખમાં ઝળઝળિયા સાથે મારાં કરેલાં કામને યાદ કરી ભૂલચૂક માટે માફી માંગી. ફરી વાર આવતાં રહેવા આગ્રહ કરીને વિદાય આપતાં હતાં.

ઉપલી કચેરીનો સ્ટાફ અને અધિકારીઓએ પણ મને શારીરિક તકલીફો હોવા છતાં મેં કરેલા કામને બિરદાવ્યું અને સન્માનિત કર્યું. તે. પણ ખુશીની વાત હતી.

આ લોકો તો સમજાય સતત સાથે રહ્યાં હોય અને નજીકથી મારું કામ જોયું હોય. પરંતુ પ્રમુખ તથાં ધારાસભ્યએ પણ પ્રેમથી ભાગ લીધો અને મને સુખદ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી એ મારાં માટે ખરેખર ગર્વ કરવા જેવી વાત કહેવાય.

ગત વર્ષનો આ પ્રસંગ મારાં માટે અંત્યત ખુશી આપનારો યાદગાર પ્રસંગ રહ્યો. માણસને વધારે ખુશી ત્યારે જ થાય જયારે તેની કદર થાય. એ ખુશી ઈશ્વર કૃપાએ મને મળી. નોકરીનો સમયગાળો મારાં માટે સંતોષ આપનારો સાર્થક પુરવાર થયો.  


Rate this content
Log in