ઈલાબેન પી. જોષી

Horror

3  

ઈલાબેન પી. જોષી

Horror

ભૂત સિસ્ટર

ભૂત સિસ્ટર

2 mins
229


પૂર્ણિમાની સુંદર મજાની રાત્રી હતી. ચાંદ પોતાની શીતળ ચાંદની રેલાવી રહ્યો હતો. આજુબાજુ વૃક્ષોનાં પાંદડાંમાંથી ચળાઈને આવતી ચાંદનીના ચાંદરડા પણ ખુબ જ મોહક લાગી રહ્યાં હતાં. સોનુ, મોનુ, પપ્પુ ને ટપુ ચારેય મિત્રો હસી ખુશી પસાર થઈ રહ્યાં હતાં. તેઓએ રૂપાળી પણ ગભરાયેલી એવી છોકરીને જોઈ. આપણે તેને મદદ કરવી જોઈએ એવું ચારેય મિત્રોએ વિચાર્યુ. જરાય ગભરાતી નહિ બેન. તારે જયાં જવું હશે ત્યાં અમે મૂકી જશું. તું અમારી મનની માનેલી બેન જેવી છો. તારુ ધ્યાન રાખવું અમારી ફરજ છે.

એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વાદળોનો ગડગડાટ,સૂકા પાંદડાનો સરસરાટ અને વીજળીનો ચરચરાટ બધું બિહામણું લાગી રહ્યું હતું. એકાએક કાળાડિબાંગ વાદળાં અને જોરશોરથી પવન ફૂંકાવા લાગ્યો. પાંદડા ઉપર પગલાંનો અવાજ પણ ભયનું લખલખું લાવી દેતું હતું. ચારેય એકબીજાનાં હાથ પકડીને ચાલી રહ્યાં હતાં. બેન મૂંઝાતી નહિ કહી હિંમત આપી રહ્યાં હતાં.  

એકાએક શિયાળની લાળી અને કૂતરાનો રડવાનો અવાજ પણ સંભળાવા લાગ્યો. વીજળી થતાં આકાશમાં કેટલાય ચામાચીડિયા અને ગીધ ઘુમરી મારી રહ્યાં હતાં. ચારેયને ભય શું કહેવાય તેનો અનુભવ થઈ ગયો.  

કોઈ પણ સંજોગોમાં એક બીજાનો હાથ ન છોડવા તેવું નક્કી કરી હનુમાન ચાલીસા બોલતાં બોલતાં તેઓ ચાલતાં જ રહ્યાં. પોતાનાં અવાજથી પણ પોતાને ડર લાગવા માંડ્યો. અંધારાને લીધે તેઓ ક્યાં જઈ રહ્યા છે ? ક્યાં ચાલી રહ્યા છે ? કશું સમજાતું નહોતું.

એકાએક કીચુડડડ અવાજ સંભળાયો. ચારેચાર ડરના માર્યા હોવા છતાં આગળને આગળ ચાલતાં જ રહ્યાં.  

એકદમથી ઝાંઝરનો છમછમ મધુર અવાજ. તો એકાએક તીણો દર્દભર્યો કાન ફાડી નાખે તેવો રડવાનો અવાજ. ચારેય મિત્રોએ પોતાનાં કાન બંધ કરી દીધાં. હાથ છૂટી ગયાં. કોણ ક્યાં ગયુ ખબર ન પડી.

એકાએક વીજળી થતાં કબ્રસ્તાનમાં ક્રોસ કરેલી નિશાનીઓ નજરે પડી. આજુબાજુ નજર કરતાં એક વિશાળ ઓળો દ્રશ્યમાન થયો. તે શું હતું ? તેનું અનુમાન પણ થઈ શકતું નહોતું.

સવારનો કૂણો સૂર્ય કબ્રસ્તાન ઉપર પડી રહ્યો હતો. તે છોકરીએ પોતાની આપવીતી સંભળાવી. તેનો બળાત્કાર કરી મારીને દાટી દીધી હતી. તે વાત કરી પોતાને ન્યાય અપાવવા વિનંતી કરી. ચારેય મિત્રોએ માનવતાને આગળ કરી તેની ભૂતબેનને ન્યાય અપાવ્યો.

તે ઓળો શું હતો ? ભૂત, પ્રેત કે કોઈ પડછાયો ? એ પ્રશ્ન આજે ઉકલી ગયો. પણ જિંદગીનો એક ડરામણો અને માનવતાને જીવંત રાખતો અનુભવ યાદગાર રહ્યો.  


Rate this content
Log in

Similar gujarati story from Horror