ઈલાબેન પી. જોષી

Thriller

4.0  

ઈલાબેન પી. જોષી

Thriller

એકાકી સ્રી

એકાકી સ્રી

2 mins
255


રંગ મંચ ઉપરથી પડદો ઊઠ્યો. એક બાળકનો રડવાનો અવાજ સંભળાયો. એક પિતા હરખમાં આમતેમ દોડી રહ્યા છે. દાયણ એક બાળકને પિતાનાં હાથમાં સોંપી કહે છે. "રાવ સાહેબ ! લક્ષ્મી પધારી છે." રાવ સાહેબનાં ચહેરા ઉપર હર્ષના બદલે ક્રોધ છવાઈ ગયો. "જુઓ કોઈને ખબર ન પડે તેમ આનો ઘડો લાડવો કરી નાખો બહાર જાહેર કરી દો કે વહુને મરેલું બાળક અવતર્યું છે. દાયણના હાથ કંપી ગયાં. પડદો પડે છે.  

પડદો ઊંચકાય છે એક ગરીબ મજૂરના આંગણે કપડામાં વીંટાળેલું બાળક મળી આવે છે. બંને ખુશ ખુશ થઈ જાય છે. ઈશ્વરનો પ્રસાદ સમજી સ્વીકારે છે. પડદો પડે છે.  

પડદો ઉચકાય છે. મજૂર પતિ પત્ની મજૂરી કરતાં કરતાં પોતાનું ગુજરાન ચલાવે છે. દીકરીની હઠથી તેને મેળામાં ફરવા લઈ જાય છે. દીકરી છૂટી પડી જાય છે. પડદો પડે છે.

મેળામાં એક સજજન માણસનાં હાથમાં દીકરી આવે છે. તે પોતાની સાથે લઈ જાય છે. તેને ભણાવી ગણાવી ડોક્ટર બનાવે છે.  

તે ડોકટરીની સમાજસેવા, ભૃણ હત્યા બંધ કરવા, દીકરી ઉપર થતું શોષણ દૂર કરવા,સ્ત્રીની રક્ષા કરવા, સ્ત્રીનું સન્માન અપાવવા માટેની એક સંસ્થા પણ ચલાવે છે. સ્ત્રીઓને આત્મ રક્ષા અને આત્મનિર્ભર બનાવવાના તમામ પ્રયત્નો કરે છે. પડદો પડે છે.

ડો. શાલીનીનું તેની માનવસેવા, સ્ત્રીઉત્થાન અને સ્ત્રી સશક્તિકરણ માટેની પ્રવૃત્તિઓ બદલ બિરદાવી તેનું સન્માન કરી તેને પુરસ્કૃત કરવા રાજ્યનાં આગેવાનો હાજર હોય છે. પ્રથમ ડો. શાલીનીનું વક્તવ્ય સાંભળી પછી શ્રી રાવ સાહેબ પોતાનાં હસ્તે તેઓને શિલ્ડ અર્પિત કરશે તેવી માઈકમાં ઘોષણા થઈ.  

ડોક્ટર શાલીનીએ માઈક હાથમાં લઈ કહ્યું. "હું તમને એક મનથી એકાકી સ્ત્રીની વાર્તા કહું છું. એક નવજાત બાળકીને તેનાં જન્મ પછી તરત જ મારી નાખવાના પ્રયત્નો થયાં છતાં તે બચી. તેને ઉછેરનાર પાલક માતા-પિતાથી પણ તે છૂટી પડી ગઈ. અન્ય માતા-પિતાએ તેને ભણાવી ગણાવી કાબીલ બનાવી.

 જન્મથી એકાકી છોકરી અનેક સંઘર્ષો પસાર કરી અન્યને ત્યાં એકાકી બની જીવી છે. જાણો છો આ કોની વાત છે ? આ વાત તમારી સામે હાજર ડો. શાલીનીની છે.

તેને એવી કોઈ વ્યક્તિનાં હાથે પુરસ્કૃત નથી થવું જેણે તેને જન્મતાની સાથે જ મારી નાખવાનો પ્રયત્ન કરેલો હોય.

એક એકાકી સ્ત્રી એકાકી જન્મે છે, ઉછરે છે, સંઘર્ષ કરે છે, આગળ વધે છે અને કંઈક કરી છૂટવાનો પ્રયત્ન પણ કરે છે, તેનાં માટે હું ઈશ્વરનો આભાર માનું છું. મને જન્મ આપનાર જન્મદાતા માતા, અને મારાં બીજા ચાર માતા પિતાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. રંગમંચ ઉપર પડદો પડ્યો. સભામાં સન્નાટો છવાઈ ગયો.  


Rate this content
Log in

Similar gujarati story from Thriller