ઈલાબેન પી. જોષી

Classics

3  

ઈલાબેન પી. જોષી

Classics

જીનીનું જાદુ

જીનીનું જાદુ

2 mins
210


કિશોરી આજે જીવનનાં અંતિમ પડાવે પહોંચવા આવી છે. છતાં નાનાં બાળકની જેમ નાચતી, કૂદતી, ગણગણતી પોતાની મસ્તીમાં જઈ રહી હતી. એકાએક તેના પગથી કંઈક ઠોકર લાગી. ત્યાં તો અટહાસ્ય કરતો વિશાળકાય જીન તેની સામે હાથ જોડીને ઊભો રહી ગયો.

 "હુકમ કર મેરે આકા !" અરે ! તું કોણ છો ? મને આકા કેમ કહે છે ? કિશોરીએ ગભરાતાં પૂછ્યું. હું એક જીન છું. વર્ષોથી આ ચિરાગમાં પૂરાયેલ હતો. તે આજે મને બહાર કાઢ્યો છે. એટલે આજથી તું મારી માલિક. તું કહે તે મારે કરવાનું. કોઈપણ વસ્તુ તું કહે તે દુનિયાનાં પડમાથી મારે તને લાવી આપવાની. 

"માફ કરજો જીનભાઈ ! " કિશોરી બોલી." મારે તારું કોઈ કામ નથી. મારી પાસે ઓલરેડી બધું જ છે. અને અગત્યની વાત એ કે મારી પાસે એક સુંદર મજાની જીની છે. તે જે કરી શકે તે તો દુનિયામાં કોઈ ન કરી શકે. તું પણ નહિ.

તું તારે જા ભાઈ. તારા ચિરાગમાં પાછો જતો રહે.

અરે ! કિશોરી. આ તો મારું અપમાન કહેવાય. મને જીનીથી મેળાવ તો ખરી. એ શું કરી શકે છે તે મારે પણ જાણવું છે. જીને ઈચ્છા વ્યક્ત કરી. સારું ચાલ તને વિગતે જણાવું. કિશોરીએ કહ્યું. 

પ્રેમનો પારસ ઘસાતાં, તેમાંથી આ જીની મળી આવી છે. "તો કિશોરી તે શું કરે છે ? " જીને પૂછયું.

તે પ્રેમ, કરૂણા અને ખાસ કરીને ખોબલે ખોબલે ખુશી વહેંચે છે. પહેલા તો પ્રેમમાં બ્રેકઅપ થતાં તે નાસીપાસ અને હતાશ થઈ ગયેલી. પછી તેનો પ્રેમ તપી તપીને સોળઆની શુદ્ધ સોનું બની ગયો. તેને સમજાઈ ગયું. નાસીપાસ અને હતાશ કરે એ તો પ્રેમ હોય શકે જ નહીં. તે તો માત્ર આકર્ષણ, જરૂરત અને માલિકીભાવ હોય છે. પ્રેમને સમજયા વગર પ્રેમ માનવાની ભૂલ કરનાર તો નાસીપાસ અને હતાશ થાય જ. 

પ્રેમ તો એવો પારસ છે. તે જેને પણ સ્પર્શ કરે પ્રેમથી તરબોળ કરી દે. પ્રેમરૂપ થયાં પછી દુનિયાની કોઈ ચીજ તેને અસર કરે નહિ. જુઓ રાધાનો પ્રેમ કે મીરાનો પ્રેમ. પ્રેમ તો પામવા કરતાં આપવા માટે જ હોય છે. પ્રેમ તો સ્વયં કસ્તૂરી જેવો હોય છે. 

વાહ ! કિશોરી તારી જીની તો બહુ સારી અને સમજું છે. મને એવું સમજાયું કે પ્રેમથી ઉજ્જવળ અને પારસ બન્યાં પછી સાચી ભક્તિ થઈ શકે. હા, તું સાચું સમજયો છે જીનભાઈ. 

તું રૂપિયાનો ઢગલો કરી આપે છે..પણ હસતો હોય તો કોઈ પણ ડરી જાય. મારી જીની તો હસતી હોય ને તો જાણે પારિજાતના ફૂલ ખરતાં હોય. તું જા હવે, તારાં ચિરાગમાં જતો રહે.

કિશોરી, મારી એક વાત માનીશ. જીન બોલ્યો. બોલને કિશોરીએ કહ્યું.

આ તારી જીનીની વાતો સાંભળી મને તેની સાથે લગ્નની ઈચ્છા થઈ છે. કરાવી દે ને. એક શરતે કરાવું. કિશોરીએ કહ્યું. તારે સંપૂર્ણપણે જીનીના અંડર કંટ્રોલમાં રહેવાનું.

ભલે મને મંજૂર છે. જીને સહર્ષ સહમતિ આપી.

આજે કિશોરી ખૂબ આનંદમાં હતી. તેણે પોતાની અંદર રહેલી મહાત્વાકાંક્ષા, અહંકાર, લોભ, ક્રોધ નામનાં જીનને પ્રેમ, કરુણા, ખુશી, ભક્તિ, સકારાત્મકતાની જીનીના વશમાં કરી. સંતુલન સહ સહયાત્રી બનાવી ભક્તિના મારગે ચડાવી દીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics