વસુંધરાનું સૌદર્ય ને વીરતાના વહેણ - 15
વસુંધરાનું સૌદર્ય ને વીરતાના વહેણ - 15
કહી મહાવીરસિંહે ઘોડાને મારેલ ભાલો ખેંચી તે ભાગતા સરદારને મારવા ઉગામ્યો કે તરતજ સૂરજ ઘોડા પર સવાર થઈ આવેલ રણવીરે તેમને રોકતા ક્હ્યું,
"નહી નહી કાકાશ્રી.. ! આ મારાં પિતાનો હત્યારો છે ને મારી પ્રતિજ્ઞા છે તેનો વધ કરવાની. આપ આ મલેચ્છોને ખદેડી પેલા વીર સૈનિકની મદદ કરો હુ તેણે પળમાં જ પકડીને લાવું.."
"પણ કુંવર તમે એકલા એ કપટી સાથે લડવા જશો ?"
"કાકા શ્રી તમને મારી વીરતા પર શક છે.?
કુંવરના ભવાં ચડતા જ સમય પારખી સેનાપતિ મહાવીરસિંહજી બોલ્યાં,
"ના ના કુંવર નાનું તોય તમે સાવજ બાળ. જાવો ફતેહ કરો પિતાની હત્યાનો બદલો જગત જુવે તેમ વાળજો."
"જય મા ભવાની "
કહી રણવીરે ઘોડો દોડાવ્યો હુસૈનખાં તરફ
આ બાજુ એક પેલા કુંવરના સૈનિકને ઘેરી વળેલા ચાર મલેચ્છોને જોઈ મહાવીરસિંહે તે તરફ ભાલો ચલાવી એકને ઢાળી દીધો.
અને પેલા બુકાની બાંધેલ છુપા (ચાંદ કુંવરે ) સૈનિકે તો અદ્ભૂત સાહસથી હવામાં છલાંગ મારી એકનું માંથું હવામાં ઉડાડ્યું જે મહાવીરસિંહના પગમાં આવી પડ્યું. તે વાહ વાહ પોકારતા કહે ધન્ય છે કુંવરની રક્ષા કરનાર મારાં વીર સૈનિકની જનેતાને..!"
ચાંદે માથું ઝૂકાવીને અભિનંદન સ્વીકાર્યા એટલે લડતાં લડતાં જ એક મ્લેચ્છને ઘોડા ઉપર જ રંગ પકડીને જોરથી લાત મારીને નીચે પછાડી જાતવંત ઘોડાને તે તરફ દોડાવી ઘોડાના એક જ ડાબલેથી ખતમ કરતા વીર સેનાપતિ બોલ્યાં,
વીર જુવાન તમારું નામ શું ? અને ચહેરો કેમ છુપાવેલ છે.?"
ચાંદ બોલવાનો વિચાર કરે.ત્યાંતો બીજા બે દુશમ્નો મહાવીરસિંહ પર ત્રાટક્યાં ને તે લડવામાં ધ્યાન આપતાં ભૂલી ગયાં નામ પૂછવાનું. પાછળ આવતી રાજની સેના પણ પહોંચી ગઈ.
ચાંદ પણ લડાઈમાં વ્યસ્ત થતાં બચેલા દુશ્મનો સામે તલવારની રમઝટ અને લોહીના ફુવારાથી નહાતી શૌર્ય છલકાવા લાગી.
---આ તરફ કુંવરે દોડતા હુસૈનખાં પાસે પહોંચી તલવાર જોઈ ડરતા હુસૈનખાં ને ક્હ્યું,....
"ડર નહી કાયર તારી જેમ હથિયાર વગરનાં પર હુ તલવારથી હુમલો કદાપિ નહી કરું "
કહી કુંવરે તલવાર ઘોડા પર ભરાવીને ધોળા પરથી હુસૈનખાં તરફ છલાંગ મારી. હવૅ બેયે સામસામે હથિયાર વગર હતાં. પણ આ તો મલેચ્છ હતો દગાબાજ. એ કુંવર ભૂલી ગયાં હતાં.
તે ખડખડાટ હસવા લાગ્યો, ને પોતાની પિચ્છ પાછળ છુપાવેલ તલવાર બહાર કાઢી ક્હ્યું,...
" ફ્સ ગયાં ફિર તું ભી તેરે બાપ કી તરહ હુસૈનખાં કી જાળ મેં."
પછી ગુજરાતીમાં બોલ્યો,
" તમે રાજપૂતો કાયમ વીરતા વઘુ પડતી બતાવામાં જ અમારી સામે મરતા રહો છો. અક્કલનાં ઓથમીર છો. હુ તારી જગ્યાએ હોત તો તરત જ માથું ઘડથી અલગ કરત. તલવાર તારી જેમ ઘોડા પર છોડી લડવા ન આવત. હવૅ તને મારી તારો ઘોડો લઈ હુ આસાનીથી ભાગી જઇશ."
કહી હુસૈનખાંને તલવારથી રણવીર પર હુમલો કર્યો રણવીર સ્ફૂર્તિથી ઉછળી તેનાં ઘા ચૂકવવા લાગ્યો. પણ પેલો સરદાર પણ તલવાર ચલાવામાં નિપુર્ણ હતો.
અચાનક જ રણવીરના બાવડે તલવાર લસરકો કરી ગઈ. લોહી વહેવા લાગ્યું પણ શૂરવીર તો લોહી જોઈ વઘુ મોજ કરે ઍમ આ વીર ચાલાકીથી બચવા લાગ્યો. ફરી હુસૈનખાંએ તેણે પગમાં વાર કર્યો જરાક વાગતા રણવીર નીચે બેસી ગયો. પેલાએ રણવીરને મારવાની કોશિશ કરતો ત્યાંજ માં ભવાનીની કૃપા થયી હોય તેમ રણવીરની શમશેર હવામાં ઊડતી તેનાં હાથ પાસે આવીને ઘૂળમાં ખુંપી ગઈ.
રણવીરે ફટાક લઈ તે ઉઠાવી ગર્જના કરી ને જોયું તો પેલો જ મદદગાર સૈનિક તલવાર ફેંકી હુસૈનખાં તરફ બાણ તાકી ઉભો હતો. તે બાણ છોડે તે પહેલા જ રણવીરે તેણે રોકતા ક્હ્યું,...
"નહી નહી પ્રિય દોસ્ત.. ! આ ને મારવાની મારી પ્રતિજ્ઞા છે. અમને લડવા દો...!
કહી કુંવર અને હુસૈનખાં બંને લડવા લાગ્યાં. ઉચોને કદાવર મલેચ્છ સરદાર સામે મરુભૂમિનો સત્તર વર્ષનો જુવાન જંગ ખેલતો હતો. શોર્યની છાલક ઊડતી હતી. બેય બાહુબલી રણની ધૂળનાં ગોટા ઉડાડતાં એકબીજા પર ગજબના પેતરાં રચી વાર કરતાં હતાં.
તો કુંવર સ્ફૂર્તિથી ચિત્તા ની જેમ બચાવ કરી ફરી તેનાં પર લપકતો હતો.. સેના આવી પહોંચતા બધા મલેચ્છો જીવ બચાવી ભાગ્યા. ને મહાવીરસિંહ પણ કુંવરનુ યુદ્ધ જોવા સેનાએ સાથે દોડતા આવી પહોંચ્યાં.
ભયાનક યુદ્ધ જામેલ હતું સાથે આવેલ રાજ નાં કવિરાજ કુંવરને તેમનાં મહાન પૂર્વજ શિવનો અંશ અને દેવી શક્તિનાં પતિ કહેવાતા મખવાન રાજા હળપણદાદાના ભરપેટ વખાણ કરી શોર્ય ચડાવતા હતાં કે..
" વટ વચન કાજ ધીંગાણે ચડ્યો કુંવર આજ
શહીદ પિતાનો બદલો લેવા લડતો કુંવર આજ.
રાખજે લાજ તું મખવાણ કુળ તણી વીર
શિવ સમાન હળપાળનો કુંવર તું લડે આજ મેદાન "
યુદ્ધભૂમિમાં કુંવરની વીજળીવેગે ચાલતી ભવાનીની ઝપેટે આવતાં જ હુસૈનખાં ખુબ ઘાયલ થયો હતો. પણ તે ભાગી શકે તેમ ન હતો તેથી આખરી વાર પુરા જોરથી કરવાનો નિષ્ચય કરી તે ક્રોધથી બરાડી કુંવર તરફ ઘસ્યો....
સહુ જોનારના જીવ આ મહાકાય હુસૈનખાં ને ક્રોધિત થયી હુમલો કરતાં જોઈ ઊંચા થયી ગયાં. કુંવર તો હજી બાળક લગતા હતાં. સેનાપતિનો હાથ ભાલા પર પડ્યો.
ક્રમશ:
