જૂઠનો પર્દાફાશ થતાં તૂટ્યા લગ્
જૂઠનો પર્દાફાશ થતાં તૂટ્યા લગ્
જૂઠનો પર્દાફાશ થતાં તૂટ્યા લગ્ન
꧁༒ •••°💎💥 °•••༒꧂
--- બચપણમાં સ્કૂલમાં સાથે ભણતા બે કાકા બાપાના પોરીયા રાહુલ અને રાધે ગામના મુખીની દીકરી કેતકી જે તેની સાથે અભ્યાસ કરતી ત્યારથી બહુ પસંદ કરતા પણ કેતકી સહુથી વધુ રાહુલને પસંદ કરતી હતી.
અચાનક બંનેના પિતાઓને વિદેશ જવાનુ થતાં રાહુલ અને રાધેને પણ કમને જવું પડેલું ત્યારે રડતી કેતકીને રાધેએ આંસુ લુંછતા કહેલું કે હું મોટો થઈને તારી પાસે જ આવીશ અને કદાપિ તને રડવા નહીં દઉં." બંને વિખુટા પડયાં હતાં.
સમયચક્ર ચાલતું જ રહ્યું પંદર વર્ષ બાદ એકલો રાહુલ પિતા સાથે પાછો ફર્યો તો કેતકી ખુશ થઈને પિતાજી સાથે ઘેર મળવા જતા રાહુલ તેને જોઈ ખુશ થયો અને એકલતા મળતાં ભેટી પડ્યો અને બોલ્યો,
" કેતકી હું તને ખુબ જ મિસ કરતો હતો." કેતકી શર્મથી જરીક દૂર ખસી ગયેલી.તેને ફક્ત રાધેના ખબર અંતર પૂછવા હોવાથી તે બોલી,
"રાહુલ તારો ભાઈ રાધે ક્યારે આવશે.?" રાધેનું નામ આવતાં જ બચપણની જેમ ચીડાતા રાહુલ બોલ્યો,
"અરે યાર છોડને એ લાગણી વગરના રાધેની વાત..! તે ત્યાં જઈને સાવ બદલાઈ ગયો છે તેને ઇન્ડિયા ગમતું જ નથી. હવે તો મને પણ મળતો નથી વળી મેં સાંભળ્યું છે કે કોઈ કેમરીન નામની તેની ગર્લફ્રેન્ડ સાથે તેને લગ્ન પણ કરી લીધા છે."
કેતકીની આંખો ભીની થઈ ગઈ એટલે રાહુલે તેનો હાથ પકડીને કહ્યું,
"કેતકી તું જાણે છે હું પણ તને બચપણથી ખુબ પસંદ કરું છું અને હા તને રડવા તો કદાપિ નહીં દઉં સમજી."
અચાનક પિતાજી આવતાં કેતકી આંખે ટપકવાની તૈયારી કરતા આંસુને દુપટ્ટાથી લૂછતી ચાલી ગઈ.
પિતાજીએ ઘેર જઈને કહ્યું કે,
"જો બેટા કેતકી રાહુલના પિતા મારા મિત્ર છે જે રાહુલ સાથે તારા લગ્ન કરાવવા માંગે છે જોકે મને તો રાધે બહુ યોગ્ય લાગતો તારા માટે પણ સાંભળ્યું છે કે તેને લગ્ન કરી લીધા છે હવે તું કાલે રાધેની સાથે શહેરમા ફરવાં અને પછી તને યોગ્ય લાગે તો જ લગ્નની હા પાડીશું. તેઓ પાછા વિદેશ જવાના હોવાથી ઝડપી લગ્ન કરવા માંગે છે." કેતકી કંઈપણ બોલ્યાં વગર માતા મધુબેનના ખોળામાં માથું નાખી દીધું મા વ્હાલ કરતા બોલ્યાં,
"હવે મારી દીકરી પણ વિદેશ જાશે તો હું એકલી પડી જઈશ."
બીજે દિવસે રાહુલ અને કેતકી શહેરમાં ફરવાં ગયા તો રાહુલે ખુબ મોંઘા ડ્રેસ ડ્રેસ અને ગિફ્ટ કેતકી ના પાડતી હોવા છતાંય ખરીદી. કેતકીને રાહુલ સાથે હજીય જામતું ન હતું પણ રાહુલ તેની ખુબ જ કાળજી રાખતો હતો તેવું તેને સમજાયું. તેને ફરી પૂછ્યું,
"રાહુલ રાધે કેમ બદલાઈ ગયો. ? તેને સાચે જ લગ્ન કરી લીધા.?"
"છોડને યાર કેતકી જૂની વાતો..!" સમય ભલભલાને બદલી દે છે." કહેતાં અચાનક ગાડી રોકીને કેતકીનો હાથ પકડીને બોલ્યો,
"જો હું પહેલા કેવો તોફાની હતો તને હું જરાય નહીં ગમતો હોઈશ પણ આજે હું બદલાઈ ગયો મારી ભૂલનો મને અહેસાસ થયો એટલે આજે મેં તારી ખુશી જ ચાહી છે તારા પર લગ્ન માટે દબાણ નથી કર્યું. કેતકી હા પાડે તો જ લગ્ન કરીશ તેવું પિતાજીને મેં કહ્યું છે." કહેતાં રાહુલે હાથ છોડી ગાડી હંકારી દીધી.
કેતકી વિચારી હતી કે, 'રાધે તો પોતાને ભૂલી ગોરી મેમ સાથે સંસાર વસાવી ચુક્યો એટલે ભારત આવશે પણ નહીં. આ રાહુલ હવે ખુબ જ બદલાયો છે અને સામેથી લગ્નનો પ્રસ્તાવ મુક્યો છે. જો હું ના પાડીશ તો પિતાજીને પણ ખોટું લાગશે કે સારો સબંધ ઠુકરાવી દીધો."
ઘેર પહોંચ્યા બાદ અનેક ભેટ સોગાદ જોઈ મધુબેને પૂછ્યું,
" બેટા રાહુલ ગમતો હોય તો હા પાડીએ નહિતર ના પાડી દઉં." કેતકી ઊંડો નિશ્વાસ નાખી બોલી,
"મા રાધે તો બદલાઈ ગયો હવે તમને જે યોગ્ય લાગે તે નિર્ણય કરો મને તો કાંઈ સૂઝતું જ નથી."
દીકરીની હા સમજીને મધુબેને રાહુલને જણાવ્યું કે કેતકી લગ્ન માટે તૈયાર છે. પછી તો વિદેશ જવાની ઉતાવળ હોવાથી ઘડિયા લગ્ન ગોઠવાયા. લગ્નના દિવસે ભીતર પોતાનો વ્હાલો બદલાયો તેના દર્દ સાથે કેતકી દુલ્હનનો શણગાર સજી રહી હતી અને જાન આવવાની તૈયારી હતી તથા જ ફિલ્મી હીરોની માફક રાધેની એન્ટ્રી થઈ. ઉતરતા જ તે બોલ્યો,
"આઈ લવ માય ઇન્ડિયા."
દેખાવે રૂડો લાગતો રાધે સાથે એક વિદેશી ગોરી અને ગોરાને લાવ્યો હતો. કેતકીના પિતાને પગે લાગતા તેને પિતા પાસેથી કેતકીના રાહુલ સાથેના લગ્નના સમાચાર સાંભળતાં નવાઈ સાથે દુઃખ લાગ્યું. અચાનક તે બાળકની જેમ દોડતા બોલ્યો,
"કેતકી હું આવી ગયો હવે તને કદાપિ રડવા નહીં દઉં."
રાધેનો અવાજ સાંભળતાં જ કેતકીની જાણે બધી જ કમી પુરી થઈ હોય તેમ દોડી રાધે દોડતો તેની સામે આવીને બચપણની જેમ જ શ્વેત દાંત દેખાડી મરક મરક હસી રહ્યો હતો. કેતકી તેને નીરખીને જોતાં જ બધું ભાન ભૂલી તેને ભેટી પડવા જતી હતી ત્યાં જ પેલી ગોરી અંદર દાખલ થતાં કેતકીની ખુશી ગાયબ થઈ અને ક્રોધ કાબુ બહાર થઈ ગયો.
કેતકીએ બાજુમાં પડેલી સાવરણી ઉપાડીને રાધેને મારવાનું ચાલુ કરી દીધો. રાધે તો કેતકીના ક્રોધને જાણતો હોવાથી માર ખાઈને પણ હસતો રહ્યો. આ જોઈ ગોરી મેમ બોલી ઉઠી,
"ઓ માય ગોડ કંટ્રોલ રાધે..!"
કેતકીને તો આ સૌતન કેમરીન ગમતી જ ના હોવાથી તેને પણ બે સાવરણી મારતાં બોલી,
"મારા રાધેને મારાથી અલગ કર્યો તને કોઈ બીજો મળ્યો જ નહીં મારા રાધે સિવાય."
રાધે હસીને બોલ્યો, " અરે પણ કેતકી તું કેમ અચાનક રાહુલ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ છે એ તો કહે."
"તું મને ભૂલી આ ગોરી ચામડીવાળી જોડે કેમ પરણ્યો એ કહે પહેલા. મારામાં શું કમી હતી.? વર્ષોથી વાટ જોતી રહી અને તે જણાવ્યા વગર જ લગ્ન કરી લીધા.? અરે એકવાર કહ્યું હોત તો પણ હું તારી ખુશી ખાતર દર્દ સહીને તને લગ્નની રજા આપી દેત. મારો પ્રેમ તારા જેવો ભૂલકણો નહોતો સમજ્યો."
કહેતાંક બીજી બે સાવરણી મારીને કેતકી રડતી રડતી નીચે બેસી ગઈ એટલે રાહુલ તેના આંસુ લૂછતાં બોલ્યો,
"ઓયે ગધેડી જો આ ગોરી મેમ કેમરીન છે. એ મારી સેક્રેટરી છે અને આ ગોરા ફ્રેન્ડ જેકીની વાઈફ છે." તને તારા રાધેનો ભરોસો જ નથી.?"
રાધેની વાત સાંભળી ઉંચુ જોતાં જ ગોરી પેલા ગોરાનો સાથ પકડતાં બોલી,
"યસ ધીસ ઇઝ માય હસબન્ડ. "
કેતકીની આંખોમાં આશાનું કિરણ દેખાતું હોય તેમ ઉઠીને બોલી,
"સાચે જ તે લગ્ન નથી કર્યા રાધે.? "
રાધે બોલ્યો, " ગધેડી હવે હું કોની સાથે લગ્ન કરું. ? તું રાહુલને પસંદ કરે છે હવે હું આજીવન લગ્ન કરવાનો પણ નથી."
"અરે પણ રાહુલ તો કહેતો હતો કે, તું બદલાઈ ગયો ને આ ગોરી જોડે લગ્ન કરી લીધા."
"ઓહ તો આજે પણ રાહુલે બચપણની જેમ મારા વિરુદ્ધ ભડકાવી અને તું તે ખોટાડાની વાત માની ગઈ.? "
કેતકીને સત્ય સમજતા તે કાન પકડીને સૉરી કહીને ઉઠક બેઠક કરવા લાગી તે જોઈ રાધે હસી પડતા બોલ્યો,
" ગધેડી એ રાહુલે કૌભાંડ કરતા વિદેશથી તેને અહીં તગેડી મુકવામાં આવ્યો છે. અને ખોટું બોલી તારા પિતાની જમીનની લાલચમાં તારી સાથે લગ્ન કરવા માંગે છે."
મધુબેન ચૂપચાપ આવીને બધી વાત સાંભળી જતા બોલ્યાં, "હાય હાય આ પીટ્યો રાહુલીઓ મોટો થઈને પણ ખોટું બોલવાનું ભુલ્યો નહીં..! " કહેતાં તે રાધેનાં માથે હાથ મૂકીને બોલ્યાં,
"બેટા કેતકી તો તારી જ વાટ જોતી હતી પણ અમે દબાણ કરતા તારી લગ્નની વાત જાણીને દુઃખમા તેને હા પાડી હતી."
"હા મા વાત સાચી પણ એકવાર કેતકીને તો પૂછો કે તે મને ગામડે છે કે રાહુલને.?"
"આવવા દે એ નફ્ફટ રાહુલિયાને. ધોકો લઈને ઝૂડી ના નાખું તો મારુ નામ કેતકી નહીં." કહેતાં કેતકી રાધે સામે આવીને ગુસ્સામાં બોલી,
"તારા સિવાય કોઈને પસંદ કર્યો જ નથી અને કરીશ પણ નહીં." કહેતાં જ કેતકી રાધેની બહોમા સમાઈ ગઈ
મા મધુબેને કેતકીના પિતાને સઘળી વાત કરતા તેઓ ખુબ ગુસ્સે થયા તેમને ગામલોકોને બોલાવી સઘળી વાત કરી આ રાહુલને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
થોડીવારમાં રાહુલ વરરાજા બની જાન સાથે આવી પહોંચ્યો ગામલોકોએ સ્વાગત કરીને ચોરી સુધી લાવ્યાં બધાને. રાહુલે જોયું તો ચોરીમાં ધમધુમથી લગ્ન ચાલુ હતાં અને મંગળફેરા ફરી રહ્યાં હતાં રાહુલના પિતાજી પાસે આવીને કેતકીના પિતા જોરથી બોલ્યાં,
"માફ કરજો તમે થોડા લેટ પડયાં એટલે કેતકીએ તેના સાચા પ્રેમીને શોધી તેની સાથે લગ્ન કરી રહી છે."
"શું વાત કરો છો તમેં....! " જાન બોલાવીને દીકરીને બીજે પરણાવી રહ્યાં છો.?"
"અરે પણ કેતકીને અચાનક કોણ પસંદ આવી ગયો " કહેતાંક રાહુલ દોડ્યો અને આખરી ફેરો ફરતાં મુરતિયાનો સહેરો હટાવી મુખડું જોતાં જ તે બોલ્યો,
"અરે રાધે તું અહીં ક્યાંથી ?" હસીને રાધે બોલ્યો,
" અસત્યની ઉપર સત્યનો વિજય તો જરૂર થાય છે. નાનપણથી તું ખોટું બોલી આમને ઝગડાવતો તોય અમે એક જ થઈ જતા આજે પણ જો અમે બંને એક બની ગયા."
જૂઠ પકડાઈ જતા ઢીલું ગેસ જેવું મોઢું કરીને રાહુલ જાન સાથે ચાલ્યો ગયો અને તેના લગ્ન તૂટી ગયા અને રાધે અને કેતકી બંને પરણી ગયા.
બોધ.. :-----
અસત્યનો સહારો લઈ ખોટો દેખાડો કરવાથી કોઈનું હદય જીતી શકાતું નથી સરળતા અને સાચા સ્નેહભાવથી જ કોઈના હદયમાં રાજ કરી શકાય છે.

