નટખટ છોકરી બની સારી ઘરવાળી
નટખટ છોકરી બની સારી ઘરવાળી
નટખટ છોકરી બની સારી ઘરવાળી
"꧁༒ •*•°•༒꧂
--શેઠ મનુભાઈ તેમના પત્ની ગામડેથી વીલા મોઢે પાછા ફરી રહ્યા હતા કેમ કે, તેઓ પોતાના શિક્ષિત પુત્ર અર્જુન માટે પોતાના ગામડે જે કન્યા જોવા ગત હતા તે કન્યા ગામનો ઉતાર કહેવાતા એક યુવક હારે ભાગી ગઈ હતી.
એટલું બધું થવા છતાં મૌજથી ગાડી ચલાવતા પુત્ર અર્જુનનું મુખ મલકી રહ્યું હતું જેમ કે, પિતાજીનું માન રાખવા તે છોકરી જોવા આવ્યો હતો બાકી તેને ગામડાની છોકરીમાં જરાય ઇન્ટરેસ્ટ નહોતો.
અચાનક જોરથી બ્રેક વાગતા બધાએ ગભરાઈને આગળ જોયું તો એક છોકરી હાથમા કાળોરૂમાલ લઈને આગળ કુદકા મારતી હતી.
"ઓયે અક્કલની ઓથમીર આમ ગાડીની આડે આવીને કેમ ઉછળી રહી છે." મારાં મીનાબેન ભડકતા ઓલી છોકરી ગાલે હાથ દેતા બોલી,
"ઓયે ડોકરી હૂ આમ ગાડીની આડી ના આવત તો આગળ જતા જમના દૂતો તમને જરૂર લેવા આવત "
અર્જુન ખડખડાટ હસીને બોલ્યો, "અરે યાર ડોકરી ન કહે મારી મમ્મી હજી તો જુવાન છે ભાષા તો સારી વાપરો."
"ઓહો તો તમારી મા ના મોઢેથી તો જાણે ફૂલડાં ગરતા હતા કેમ? જરા એમના વરને પૂછો એમના પત્ની કેટલા ઝગડાળુ છે તે વર જ સાચું જાણે."
શેઠ મનુભાઈ હસીને બોલ્યા, " વાત તો તારી સાચી હો બેટા પણ મારી પત્ની ઝગડાળુ નથી એતો આજ એક કામ બગડ્યું એટલે ટેંશનમાં આવુ બોલી ગઈ હશે પણ તું કેમ ગાડી ઉભી રખાવા આડે આવી એ તો કહે મને. "
શેઠના મધુર વચન સાંભળી ગુસ્સો છોડતા સુંદર વદને મલકીને બોલી,
"વાત જાણે એમ છે ને કે આગળ જે જૂનો પુલ નદી પર હતો તે તૂટી રહ્યો છે એટલે રસ્તો બંધ છે આગળ વધો તી મોટી હોનારત થાય તેવું છે એટલે આમ આડી ઉતરીને રોકવા પડ્યા તમને."
"તું સાચું બોલે છે ને સવારે તો અમે આ રસ્તે એ પુલ પરથી જ આવ્યા હતા એટલીવારમાં તૂટી ગયો?" મધુબેન બોલતા જ મોઢું મચકોડી એ બોલી,
"તો ના માનવું હોય તો તમે એકલા જાવો આગળ વધો પણ આ બે સારા લોકોને શું કામ તમારી હારે નર્કમાં લઈ જવાની ઉતાવળ કરો છો?"
છોકરીએ ટોણો મારતા મીનાબેન ભડક્યા પણ પતીએ હાથ દબાવતાં ચૂપ રહ્યા એટલે અર્જુન જપમાંથી ઉતરીને એની પાસે જઈને બોલ્યો,
"તમારી જીભમાંથી તો કાયમ મધ ટપકતું હોય એમ લાગે છે હવે કૃપા કરીને કોઈ મારગ બતાવો એટલે તમારો ને મમ્મીનો ઝગડો પણ મટે."
છોકરી મોહક આંખોથી બાણ મારતી હોય તેમ બોલી, "પહેલા સવા રૂપિયો આપો પછી બતાવું મફત બતાવીએ તો કિંમત કોઈને રહેતી જ નથી મારી."
શેઠ હસીને સો રૂપિયા આપતા બોલ્યા,
"લે બેટા તે તો અમારો જીવ બચાવ્યો છે."
"બાપ રે. આવડી મોટી નોટ મહેમાન પાસેથી નો લેવાય મારી બુડી છોતરા કાઢી નાંખે. સવા રૂપિયો આપો તો જ બતાવીશ નહિતર હૂ તો આ હાલી." કહીને ધીરે ધીરે ચાલવા લાગી.
શેઠ બોલ્યા, "અરે તારી પાસે શુકનનો સવા રૂપિયો છે એ આપી દે ને એને તો મારગ બતાવે સાંજ પડવા આવી છે."
"અરે પણ એ તો અર્જુનની થનાર વહુને આપવા રાખ્યો હતો." વચ્ચે રોકીને શેઠ બોલ્યા,
"હવે અર્જુનની વહુ નથી એ ભાગી ગઈ છે જલ્દી અને આપ નહિતર આ ભાગી જશે તો આપણે રાત્રી અહીં જ ગુજરવી પડશે." કમને છેડેથી સવા રૂપિયો છોડીને આપતા તે અર્જુનને આપીને શેઠ બોલ્યા,
"લે બેટા જા એને રાજી કરીને પ્રેમથી મારગ પૂછી લે "
અર્જુન દોડતો જઈને દૂર ચાલતી છોકરીની આગળ આવીને બોલ્યો,
"પ્રસન્ન હો સુંદરી સવા રૂપિયો હવે આવી ગયો છે."
છોકરી પણ હસીને બોલી, "ખુશ રહો કલ્યાણ થાય તમારું." કહીને તે પાછી ફરી ગાડીમાં બેસી થોડે આગળ એક જાચી રસ્તો બતાવતાં બોલી,
"આ ગાડાં માર્ગે મારાં ગામ પાસેથી આગળ વધતા પુલની આગળનો મુખ્ય પાકો રોડ આ મળી જશે."
"દીકરા આ નટખટ છોકરીનો ભરોસો કરતા પહેલા સો વાર વિચારજે હી."સો વાર વિચારજે હો." પેલી ફરી ઝગડો કરવા જાયઃ તે પહેલા જ અર્જુન બોલ્યો,
"માં તે ભલે નટખટ હોય પણ તેની આંખોમાં સચ્ચાઈ દેખાય છે એટલે માર્ગ પણ સાચો જ બતાવશે."
પોતાના વખાણ સાંભળી ગર્વથી બોલી,
"જોયું ડોકરી થારો દીકરો ખુબ શાણો ને સોહામણી લાગ્યો મને પણ તારા પર નહીં એના બાપ પર ગયો છે. હાલો ત્યારે રામ રામ.!" કહેતાક છોકરી હાલતી થઈ અને અર્જુન ગાડીમાં બેસી પેલા રસ્તે રવાના થયો.
ખુબ જ ઉબડ ખાબડ રસ્તે મોંઘી ગાડી ચાલી રહી હતી બાજુમાં ગામ દેખાતું હતું એટલામાં રસ્તામાં થોડું પાણી દેખાતા ઉતાવળમાં જોયા વગર જ અર્જુને ગાડી ચલાવતા એક મોટા ખાડામાં ગાડી અટવાઈને ટાયર ફસાઈ ગયું બહુ મેહનત કરી પણ ના નીકળતા એક સાયકલ સવાર આવતા વાત કરી તો તે બોલ્યો,
"અરે પણ પુલ તો ચાલુ જ છે તમે આ રસ્તે કેમ આવ્યા આ તો ગાડાં માર્ગ છે અજાણ્યા લોકો ફસાઈ જાયઃ."
"અરે પેલી વંઠેલી છોકરીએ આ રસ્તે ભટકાવી દીધા ભાઈ મને તો લાગતું જ હતું કે આ ખોટું બોલે છે"
"અરે તમે લાલ રૂમાલવાળી રુપલીની વાત કરો છો.?"
"હા હા એ જ..!" તરત જ પેલો બોલ્યો,
"અરે ઈ તો ભલભલાને ભટકાવે છે બહુ જ તોફાન વધી ગયા છે એના ઈ ગામના સરપંચ વાલજીની દીકરી છે. તમે ચિંતા ન કરો ગામ બાજુમાં જ છે હૂ સરપંચને કહીને મદદ કરવા માણસો અબઘડી બોલાવી લાવું છું." કહીને પેલો પાછો ગયી
" મને તી ફરી હાથમા આવે તો બે થપ્પડ મારી દેવાની ઈચ્છા થાય છે એ નટખટ છોકરીને. "
શેઠ બોલ્યા, "હવે રામ રામ કરો સાંજ થઈ રાત્રી અહીં જ ક્યાંક ગુજારાlવી પડશે તેવું લાગે છે."
પેલો સાઇકલ સવાર સરપંચના દરવાજે જઈને મોટેથી બોલ્યો,
"સરપંચ તમારી રુપલીએ બિચારા શહેરના એક પરિવારને નેળિયામાં અવળા માર્ગે મોકલી ગાડી ફસાવી દીધી છે. જલ્દી બે માણસ મોકલી ખાડામાંથી ગાડી કઢાવી પડશે."
વાલજી બોલ્યો, "હળવે બોલ હૂ ટ્રેકટર લઈને માણસો સાથે આવુ છું તેની માં સાંભળી જાહે તો બિચારી રુપલીના કાભા કાઢી નાખશે."
કોઈને ખબર નહોતી કે રુપલી ભીંત પાછળ સંતાઈને સાંભળી રહી હતી.
"તે મને નહીં સંભળાવો તો શું તમારી નટખટ દીકરીની વાતો ગામવાળા તો સાંભળશે જ ને.! હદ ઉપરના લાડ લડાવી એવી બગાડી નાખી છે કે ગમવાળાને તો હેરાન કરે જ છે ને હવે રોડ પર જતા લોકોને પણ હેરાન કરવા લાગી આવવા દયો આજ એનો વારો લેવો પડશે."
રુપલી ગભરાઈ ઘરમાં જાયઃ તો મેથીપાક મળે તેવું હતું તે દોડી કોદડી અને મોટુ લાકડાનું પાટિયું સાયકલ પર ભરાવી સાયકલ દોડાવી મૂકી
આ તરફ ફસાયેલ લોકો વ્યાકુળ નજરે રાહ જોતા હતા ખાડામાંથી ટાયર નીકળતું નહોતું ભાણ દેવતાં અસ્તાચળ તરફ ગતિ કરતા હતા એટલામાં સાયકલની ઘંટડી રણકી. સહુ ખુશ થયા કે કોઈ મદદ માટે આવે છે પણ જોતા જ મીનાબેન બોલ્યા,
"આ પનોતી ફરી આવી ગઈ..! આજ તો છીડીશ નહીં એને હૂ." પેલી નજીક આવીને સાયકલ પરથી ઉતરે કે તરત માં બોલ્યા,
"એટલે જ ઉભી રે જે તું તારી કોઈ વાત અમે સાંભળવા માંગતા નથી જા પાછી ફર."
પેલી હાથ જોડીને બોલી, "વડીલ માફ કરજો મારાં કારણે તકલીફ પડી પણ મને આ પાણી ભરાણું છે તેની ખબર જ નહોતી.."
"હવે તું અહીંથી જા તારું મોઢું જ જોવું નહીં મારે અહીં આવતી નહીં હો."
મીનાબેને ધમકી આપતા છોકરી હસીને બોલી,
"શેઠ તમારી આ પીપુડીને ઘડીક બંધ કરવો તો હૂ આ ગાડીનું ટાયર બે મિનિટમાં બહાર કાઢી આપું નહિતર અંધારું થશે તો તકલીફ પડશે "
"તું મને પીપુડી કહે છે વંઠેલી. અહીં આવ તું.."
શેઠ પરિસ્થિતિ સમજતા મીનાબેનને પકડીને બોલ્યા,
"હા બેટા અર્જુન મથી રહ્યો છે એકલો તું મદદ કર તેને અમે અહીં દૂર બેઠા છીએ." મંજૂરી મળતા જ ખુશીમાં મલકતી રુપલી દોડી હાથમા કોદાળીને પાટિયું લઈને તેને આવતી ઓઇ અર્જુન બોલ્યો,
"રુપલી નામ પ્રમાણે જ ગુણ છે હો તમારા."
રુપલી બોલી, "મારાં પર તમને બધાને રીસ ચડી છે ને? તો ભલે ચડી પણ હૂ નિર્દોષ છું એટલે મારે પુરાવો આપવાની જરૂર નથી."
"મને તો જરીય નથી ચડી હો રીસ."
"સાચે જ તને રીસ નથી ચડી.? પહેલીવાર કોઈ આવુ બોલતા જોઈ રહી છું બાકી બધા ગામવાળા પણ મારાં પર જ દોષણો ટોપલો નાંખે છે. તને ખબર છે કોઈકે મારાં ઘેર કહી દીધી આ વાત એટલે હવે ઘેર જઈને બુડીના હાથનો મેથીપાક હજી ખાવાનો બાકી છે. આ તો ધર્મ કરતા ધડ પડી એવું થયું."
અર્જુન આ નિર્દોષ નટખટ છોકરીને જોતો જ રહી ગયો કેવી સરળતા સાદગી અને બિન્દાસ્ત હતી. "
"એય તું વાતો કરવા આવી છે કે શું? " મીનાબેન દૂરથી બોલતા ગુસ્સામાં બોલી ગઈ,
"તારી માં પણ મારી માં જેવી જ લાગે છે છે મારકણી.. તને પણ મારતી હશે ને.?" કહેતાક ફરી બોલી, "હા આપણે કામ કરવાનું હવે વાતો નહીં હો ચાલો આ ખાડાની બાજુમાં નિક બનાવજે હૂ પાણી બહાર કાઢું અને તું પાટિયું ખાડામાં ટાયર આગળ ગોઠવી દે એટલે પાટિયા ઉપરથી ટાયર બહાર કાઢી લઈશું જલ્દી કરો."
કહેતાક તે કોદાળી લઈને ખાડો ખોદવા વળગી પડી અને ઘડીકમાં એક પાટલી નિક બનાવીને ખાડામાંથી પાણી દૂર ખેતરમાં કાઢી નાખતા અર્જુને તેના કહ્યા મુજબ પાટિયું ગોઠવી ગાડીમાં બેઠો અને રુપલીએ પાછળથી ધક્કો મારતા અર્જુને રેસ આપીને ગાડીનું ટાયર ખાડાની બહાર કાઢી નાખ્યું. હવે ખુશીમાં કૂદતી રુપલી બોલી,
"તારી માં ને કેજે હો કોઈને ગામમાં વાત ના કરે જો મારાં બાપુજી સામે આવતા લાગે છે."
એટલામાં સામેથી ટ્રેકટર આવ્યું સરપંચ વાલજી ચાર માણસો સાથે આવીને હાથ જોડી બોલ્યો, "ક્ષમા કરજો મારી નટખટ દીકરીના કારણે તમને તકલીફ પડી છે."
એટલામાં તેની નજર રુપલી તરફ જતા બોલ્યા,
"એય રુપલી અહી આવ તું આ બધાની માફી માગ.!"
શેઠ બોલ્યા, "અરે ના ના સરપંચ તમારી દીકરીએ જ અમારો જીવ બચાવ્યો અને ગાડી પણ તેને જ બહાર કઢાવી છે."
"મેમાન તમે ભલે કહો પણ અમે અમારી રુપલીને સારી રીતે ઓળખીયે છીએ તેને જ કંઈક કર્યું હશે."
મીનાબેન કંઈક બોલવા જાયઃ તે પહેલા જ અર્જુને તેમનો હાથ પકડી લીધી એટલે રુપલી સરપંચ પાસે આવીને બોલી,
"જોયું બાપુજી એક તમારા સિવાય બધાને મારો જ વાંક દેખાય છે. લોકોએ તો મને વગોવીને વાડે સુકવી દીધી છે. બાકી બાજુના રામપરમાં તો શહેરથી છોકરો જોવા આવ્યો ત્યારે જ છોકરી તેના ગામના છોકરા હારે ભાગી ગઈને બાપનું નામ બોળી નાખ્યું. આ બધું જોઈ કોઈ કહેતા નહીં કે હૂ કેટલી સારી છું.?
પોતે જોવા ગયાં તે છોકરીની વાત નીકળતા શેઠ અને મીનાબેન ઘડીક ચૂપ થઈ ગયા.
સરપંચ બોલ્યા, "આજ પહેલીવાર કોઈકે તારા વખાણ કર્યા છે એ મહેમાનની મહાનતા છે."
" સારુ તો સરપંચ હવે અમે રજા લઈએ રાત પડી ગઈ છે ને હજી ખુબ દૂર જવાનું છે. " શેઠે રજા માંગતા સરપંચ બોલ્યા,
"એમ તે કાંઈ જવાતું હશે મહેમાંગતી માણ્યા વગર.! હાલો મારાં ઘેર કંઈપણ બોલ્યા વગર."
બીજો બોલ્યો, "શેઠ રાત્રે પરિવાર સાથે અહીં કોઈ નીકળતું નથી લૂંટારાનો ભય છે એટલે આજની રાત રોકાઈ જાવો એમાં જ સહુનું ભલું છે."
શેઠ વિચાર કરીને બોલ્યા, "જેવી આપની મરજી ચાલો ત્યારે આજની રાત આપના ઘેર વિતાવીશું."
રુપલી બોલી, "આ માંરી સાયકલ લઈ જાવો હૂ ગાડીમાં બેસીને મહેમાનને ઘેર લી જઈશ એટલે માર બુડીનો મેથીપાક ન ખાવો પડે." કહેતાક તે ગાડીમાં બેસી ગઈ. ગાડી ચાલુ કરી એટલે રુપલી બોલી,
"માજી મને માફ કરી દેજો હો ગુસ્સામાં હૂ બહુ બોલી ગઈ છું આપને પણ હવે તમે મારાં મહેમાન છો એટલે રુપલી તમને સાષ્ટાંગ પ્રણામ કરશે."
"તું પિક્ચર બહુ જોતી લાગે છે.?" અર્જુને પૂછતાં રુપલી બોલી,
"ના ના મને તો નાટકમાં જ ખુબ રસ છે." બધા હસી પડ્યા એટલામાં ઘર આવી ગયું.
રુપલી બોલી, "ગાડી અંદર લાવજો નકર છોકરાઓ લીટા કરી દેશે."
ડેલીનો દરવાળો ખોલતા અંદર વિશાળ જગ્યા હતી ત્યાં ગાડી પાર્ક કરી દીધી. સરપંચ પણ આવી પહોંચતા પતિ પત્નીએ મળીને મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું. રુપલીને રાહત થઈ કે આજે તેની મા મહેમાન હોવાથી કાંઈ બોલી શકશે નહીં.
મહેમાન માટે ફટાફટ ચા બનાવીને આપતા રુપલી બોલી,
"તમે બેસો મમ્મી આજે રસોઈ બધી હૂ બનાવીશ."
મીનાબેનને શક પડતા બોલ્યા,
" તે હે રેખાબેન આ દીકરીને રસોઈ આવડે છે.? "
"અરે એને કરવું હોય તો બધું જ કામ આવડે છે એકલી જ ભાતભાતની રસોઈ બનાવે છે સાથે ભરતગુંથન, સિલાઈકામ અને ભણવામાં પણ આવડે છે પણ મૂડ હોય તો જ કરે " કહેતા રેખાબેન બોલ્યા,
"મને તો એની ચિંતા થાય છે કે સાસરે વળાવશું તો એનું શું થશે.?"
"અરે ચિંતા ન કરો રામજી સહુનું ભલું જ કરે છે." કહીને શેઠે વાતને વાળી લીઘી.
સુંદર રસોઈની સોડમથી હવેલી મહેકી ઉઠી. અર્જુન બહાર આંબાના ઝાડ નીચે ફરતો હતો ત્યાં રસોડાની બારી પડતી હોવાથી રુપલી તપેલી ખખડાવતા બોલી,
"ઓયે અર્જુન ભૂખ લાગી હોય તો ઉપરથી કેરી તોડીને ખાઈ લેજે." અર્જુને ઉપર જોતા ખુબ ઉંચે લટકતી કેરીને હાથ પ્હોંચાય તેમ ન હતો. રુપલી વણબોલ્યે વાત સમજી જતા બારીમાંથી ગીલોલથી નિશાન તાકીને મારતા બે કેરીઓ તૂટીને નીચે પડી.
"વાહ જોરદાર છે તું.." કહેતાક કેરી વીણી અર્જુને બતાવતાં સમજદાર રુપલીએ ચાકુનો ઘા કર્યો. ચકુ ઝડમાં આવીને ઘુસી ગયુ. અર્જુન ગભરાતા રુપલી હસીને બોલી,
"અરે ડર નહીં બુધ્ધુ ચાકુ કેરી કાપવા નાખ્યું છે. મારવા નહીં મને તલવાર છૂરી ચાકુ ચલાવતા પણ આવડે છે." અર્જુન હસીને તેની સામે જ બાંકડે બેસી રુપલીના રૂપને અને રસોઈની મહેક માણતો રહ્યો.
રસોડામાં દોડાદોડી કરી કપાળે પરસેવો લુછતી નટખટ ગર્લ રસોઈની જાણે રાણી બની ગઈ હતી.
અર્જુન ઈશારો કરીને બોલ્યો, "જરાક ધીમે કામ કર થાકી જઈશ."
"થાકે જ બીજા હો આ રુપલી નહીં મહેમાન માટે તો જીવ આપી દઈએ અમે." કહેતા રુપલી જરીક શરમાઈ તેને લાગ્યું કે કોઈક મારી ફિકર કરે છે.
રુપલીએ રસોઈ બની જવાનું કહેતા અર્જુન રૂમમાં આવ્યો તો બધા જમવાની રાહ જોતા હતા. રુપલીએ બનાવેલ રસોઈએ સહુના દિલ જીતી લીધા મીનાબેન પણ વખાણ કર્યા વગર રહી ન શક્યા.
અર્જુન આંગળા ચાટતા બોલ્યો,
"વાહ માસી ગામડામાં ચૂલા પરની સ્વાદિષ્ટ મીઠાઈ મેં પહેલીવાર જ ખાઘી હો. મજા પડી ગઈ."
શેઠ બોલ્યા, સરપંચ તમારી દીકરી જે ઘરમાં જશે ત્યાં રસોઈથી ઘરને મહેકાવી દેશે. " અંદરથી સાંભળી રુપલી શરમાઈ ગઈ.. "
જમ્યા બાદ સરપંચ સાથે ગામના ઓટલે શેઠ ફરવા ગયા અને વાસણ ધોયા બાદ રુપલી જોડે અર્જુન બહાર ચાંદ નીચે બેઠો હતો. રુપલીના પવનથી લહેરતા વાળમાં તેનું સુંદર મુખડુ ચાંદ જેમ વાદળમાં લપતો છુપાતો હોય તેમ લાગતું હતું. રુપલી અચાનક બોલી,
"અર્જુન સાચું કહું તો આખી જિંદગીમાં એક તે હંસની જેમ મને થોડી સારી ગણી વખાણ કર્યા છે બાકી તો બધા કાગડાઓની મારાં દુર્ગુણ જ જુવે છે."
"અરે મેં તને થોડી નહીં ખુબ જ સારી કહી છે."
કહેતા અર્જુન બોલ્યો,
"તું કાલે જે બાજુના ગામની છોકરી ભાગી ગઈ તેને જોવા હૂ જ મારાં મારાપિતાની જીદના કારણે ગયો હતો."
ઓહો હો તો તો તને ખુબ જ દુઃખ થયું હશે ને? " રુપલીને જવાબ આપતા હસીને બોલ્યો,
"અરે દુઃખ નહીં ખુશી થઈ તે ભાગી ગઈ એટલે જ તો તારા જેવી શુશીલ યુવતી જોવા મળી ગામડામાં બાકી હજ તો માણતો કે ગામડામાં અભણ ગવાર છોકરીઓ જ વસતી હશે."
" બહુ વખાણ કરી ચણાના ઝાડ પર ના ચડાવીશ હો..! રુપલી શરમાતા બોલતા અર્જુન કહે, "રુપલી તું સાચે જ દિલથી ખુબ જ સારી છે."
"અરે મારી બુડી તો કહે છે કે આખા પંથકમાં તું પંકાઈ ગઈ છે એટલે તારો હાથ કોઈ ઝલશે નહીં." અર્જુન વચ્ચે બોલ્યો,
" કોઈ નહીં પકડે કેમ હૂ તો અત્યારથી જ તૈયાર છું. "
"શું... કહ્યું..?"" રૂપલ બોલતા જ અર્જુન વાત વળતા બોલ્યો,
"મતલબ કે તારા જેવી સુંદર કન્યા જેને મળે તેના ભાગ્ય જ ખુલી જાય."
વચ્ચે જ રુપલી બોલી,
"અર્જુન સાચું કહું તો મને પહેલીવાર એક તું જ ગમ્યો છે પણ મારા નશીબ સારા નથી કે મને ગમે તે મળે એટલે ચૂપ રહહ છું." અર્જુન મલકતા બોલ્યો,
"સાચે જ હૂ તને ગમુ છું તો તું કહે તો મારાં પિતાજીને કહીને તારા પિતાજી સાથે લગ્નની વાત ચલાવું..!"
"પાગલ મારાં જેવી નટખટ છોકરીને કોણ પસંદ કરશે? મને તારી માં જ રિજેક્ટ કરી દેશે પણ સાચું કહું તો મને પણ માં ને હૂ બોલી તેનું ખુબ દુઃખ થયું છે.
અર્જુન રૂપલનો હાથ પકડીને બોલ્યો,
"મને તો તું જેવી છે તેવી જ ગમે છે જરાય બદલવાની જરૂર નથી."
રૂપલ શરમાતા બોલી,
"પણ એ તો કહે એક જ વાર મળ્યા ને હૂ તને કેવી રીતે ગમવા લાગી.?
અર્જુન હાથ જોરથી પકડી બોલ્યો, "બીજું હૂ નથી જાણતો પણ બસ એટલું જાણુ છું કે, મને તો બસ તું જ ગમે છે."
રૂપલ હરખાતા બોલી, "હૂ તો તને મારાં કરતા પણ વધુ પસંદ કરવા લાગી છું."
"તો આવો આપને બને હેતથી એકબીજામાં સમાઈ જઈએ કે દુનિયા ચાહે તો પણ આપણને અલગ ન કરી શકે."
બને વ્હાલથી એકબીજામાં સમાઈ ગયા. તરત જ બનેએ જઈને પોતપોતાના માં બાપને પોતાના પ્રેમની વાત કરી દીધી.
સરપંચ તો ખુશ થયા પણ અર્જુનની માં આનાકાની કરતા પણ તે પણ શેઠે સમજાવતા દીકરાની ખુશી માટે માની ગયા.
આમાં નટખટ છોકરી રુપલી બધાના દિલ જીતીને હવે અર્જુન સાથે પ્રેમ બંધનમાં બંધાઈ ગઈ. પ્રીત પાવની સદા સુખદાયી જગમાં.
----સમાપ્ત ----

