ભૂલથી આવેલ મેસેજથી હદયમાં ધમાલ
ભૂલથી આવેલ મેસેજથી હદયમાં ધમાલ
ભૂલથી આવેલ મેસેજથી હદયમાં ધમાલ
***---====----***
---પત્નીના ફોનમાં રાત્રે ટીક ટીક થતાં રાકેશે મોબાઈલમાં જોયું તો એક અજાણ્યો મેસેજ હતો. પત્ની સરિતા સુઈ ગઈ હતી એટલે રાકેશે મેસેજ જોતા તે હચમચી ગયો. લખ્યું હતું કે,
"વ્હાલી ડાર્લિંગ તને મળવાનું ખુબ જ઼ મન થયું છે ટોપલો ભરીને વ્હાલ કરવું છે આપણ ફેવરિટ જગ્યા પર સવારે દશ વાગે આવજે."
રાકેશના હદયમાં આ અજાણ્યા મેસેજથી ધમાલ મચી ગઈ આખીરાત પડખા ફરતો નવા વિચારો કરતો રહ્યો.
"શકનો કિડો સળવળે જો મનમાં પછી નીંદર હોય હરામ
સૂઝે ન કાંઈ બીજું મનમાં અને હદયમાં હોય ઝાઝી ધમાલ."
સવારે શિક્ષક પત્ની પોતાની સ્કૂલ જવા નીકળી તો તે નોકરી જવાનું છોડીને તેનો પીછો કરવા લાગ્યો. સવારના દશ થઈ ગયા પણ પત્ની હજી સ્કૂલમાં જ઼ ભણાવતી હતી. રાકેશ આખો દિવસ ત્યા બેસી રહ્યો અને સાંજે પત્નીનો પીછો કરતો ઘેર પહોંચ્યો.
ઘેર જઈને પત્ની સ્નાન કરતી હતી ત્યા મોબાઈલ રણકતા પત્ની બોલી,
"એય સાંભળો છો..! જરા ફોન ઉપાડજો મારો."
રાકેશે જોયું તો પેલો અજાણ્યો મેસેજવાળો નબર દેખાયો એટલે ઝડપથી ફોન ઉપાડતા સામેથી અવાજ આવ્યો કે,
"મને માફ કરજો કાલે રાત્રે ભૂલથી મારાથી એક મેસેજ તમને સેન્ડ થયો છે. હૂ મારી ગર્લફ્રેન્ડને મોલતો હતો ત્યા નબર ટાઈપમાં જરીક ભૂલ થઈ ગઈ."
રાકેશને હધ્યમાં મચેલ ધમાલમા ખુબ જ઼ રાહત મળતા બોલ્યો,
"કોઈ વાંધો નહીં ભાઈ હવે ધ્યાન રાખજો આવા મેસેજ હદયમાં ધમાલ મચાવી શકે છે."
"કેમ આજે શૂનમૂન હતા ઓફિસ નથી ગયા તો કાંઈ થયું છે.? " પત્નીએ પૂછતાં રાકેશ બોલ્યો,
"હદયમાં ધમાલ મચી ગઈ હતી."
પત્ની પોતાને જોઈને કહે છે એમ માની શરમાઈ ગઈ પણ અસલ કારણ તો વણકહ્યું જ઼ રહ્યું.
ભૂલથી આવેલ મેસેજે હદયમાં ધમાલ મચાવી
