STORYMIRROR

Aniruddhsinh Zala

Children Stories Tragedy Inspirational

4  

Aniruddhsinh Zala

Children Stories Tragedy Inspirational

હત્યારી રાજકુમારીનો પોપટે ખોલ્યો ભેદ

હત્યારી રાજકુમારીનો પોપટે ખોલ્યો ભેદ

4 mins
2

હત્યારી રાજકુમારીનો પોપટે ખોલ્યો ભેદ 

          --- મહાન ચક્રવર્તી રાજા વિક્રાંતની બે સુંદર રાજકુમારીઓ વસુંધરા અને સુલક્ષણા નામે હતી. તેઓ બને તલવારબાજીમા નિષ્ણાંત હતી. બને રાજકુમારીના સુલક્ષણા નામ તેવા ગુણ ધરાવતી ન હતી તે ખુબ જ઼ ક્રોધી હતી.

    એકવાર એક વસુંધરાની ગમતી દાસીથી ભૂલથી તેલના થોડા ટીમ્પા ઢોળાઈ જતા સુલક્ષણાનો પગ લપસતાં ક્રોધમાં આવીને તલવાર ખેંચી દાસીના ગરદન પર મારતા લોહીમાં તરફડતી દાસી મૃત્યુ પામી. 

       ચાલાક સુલક્ષણાએ તેના પેટમાં તલવાર ખોસી તરત તેની દાસી બોલાવી રાજાને સમાચાર કહેવડાવ્યા કે મહેલમાં દાસીની કોઈકે હત્યા કરી છે.
      રાજા મહેલ તરફ આવતા હતા ત્યા પહેલા વસુંધરા પહોંચી અને દાસીના પેટમાં તલવાર ઘૂસેલ જોતા જ઼ તરત તેને કાઢી નાખી અને તે પણ લોહીથી ખરડાઈને દાસી માટે વિલાપ કરવા લાગી. 
ત્યા અચાનક રાજા દાસી અને સુલક્ષણા સાથે આવી પહોંચતા જાણે વસુંધરા રંગે હાથ પકડાઈ હોય તેમ સુલક્ષણા બોલી,
  "હાય હાય વ્હાલી બહેન તે આ શું કર્યું.?

    તારે ઝગડો થયો હોય તો મને કહેવું હતું હૂ આ દાસીને પાઠ ભણાવત તારે હત્યા નહોતી કરવાની."

ગભરાયેલ વસુંધરા કાંઈ જ઼ બોલી ન શકી હાથમા ખરડાયેલ તલવાર જોતા રાજા બોલ્યાં,
  "હવે એનો ફેસલો વસુંધરાને અપરાધી માનીને રાજ દરબારમા થશે. ત્યા સુધી હત્યારી રાજકુમારી વસુંધરા મહેલમાં નજરકેદ રહેશે."

         વસુંધરા સાવ એકલી પડતા રડી રહી હતી ત્યારે પિંજરામાં રહેલ પોપટ બોલ્યો,
   "રાજકુમારી હત્યારી નથી. આ અન્યાય છે."

વસુંધરાએ વ્હાલથી પોપટને બહાર લાવીને બોલેલી,
 "ધન્યવાદ મારા પર માણસોએ વિશ્વાસ ન રાખ્યો ત્યારે એક પંખીએ રાખ્યો હવે તું સદા આઝાદ છે."

 "રાજકુમારી હત્યારી નથી આ અન્યાય છે."
બોલતો બોલતો પોપટ ઉડી ગયો. 

   સાંજે રાજસભા ભરાતા લોકો હત્યારી રાજકુમારીને જોવા ટોળે વળ્યાં. હકડેઠ્ઠ દરબાર ભરાતા આજ ભારે હૈયે કાળજાના કટકા જેવી દીકરીનો ન્યાય કરવા સિંહાસન પર જાણે સાક્ષાત દેવતાં સમાન રાજા બેઠા હતા.
       દરબાર શરૂ થતાં જ઼ બધાએ સાક્ષી પુરી સુલક્ષણાએ દાસી જોડે વસુંધરાનો ઝગડો થયાની વાત કરી. તો દાસીએ પણ હત્યા જોયાની વાત અને ખુદ મહારાજે પણ નજરે જોયાનું જણાવતા રાજકુમારી હત્યારી સાબિત થતાં તેને શુલી પર ચડાવાનો હુકમ કર્યો. રાજા રાણીનું કલેજું ચિરાયુ પણ ન્યાય તો બધા માટે સરખો જ઼ હોય તે સનાતન ધરમને અનુસર્યા.
        ત્યા જ઼ અચાનક અવાજ આવ્યો,
 "રાજકુમારી હત્યારી નથી. આ અન્યાય છે."
રાજા ચોકી ગયા રાજકુમારીનો પોપટ વસુંધરાના માથે બેસી બોલતો હતો.
રાજા દુઃખી હદયે બોલ્યાં,
 "હે પોપટ હૂ જાણું છૂ મારી દીકરી ખુબ જ઼ કોમળ છે તે કદાપિ હત્યા ન કરી શકે પણ પુરાવા તેની વિરુદ્ધ છે તેથી સજા આપી છે."

  "હત્યા સુલક્ષણા એ કરી છે. દાસી જાણે છે."
રાજા પોપટણી વાત સાંભળી ચોકી ગયા. તેમને પણ શક પડતા બોલ્યાં,
  " હે પોપટ તું બોલે છે તેના માટે કોઈ પુરાવો જોઈએ ન્યાય કરવા માટે. "

  "સુલક્ષણાના ઝાંઝર પર દાસીના લોહીનો દાગ છે. દાસીના પાલવ પર ટીમ્પા છે."
પોપટ પુરાવો આપતા જ઼ સુલક્ષણા ને બોલાવતા તેના એક ઝાંઝરમાં લોહીના ટીપા હતા અને દાસીના પાલવ પર પણ દાગ હતા. વિદ્વાન મંત્રીઓએ તપાસ કરી કહ્યું કે,
 "મહારાજ પોપટની વાત તદ્દન સાચી છે."
"પણ કોઈ સાક્ષી ક્યા છે આ વાતનો."
 રાજકુમારી સુલક્ષણા બોલી,
 "મહારાજ એક પક્ષીની વાત કેમ મનાય.? વસુંધરાને હત્યા કરતા બધાએ નજરે જોઈ છે અને દોષ મારા પર કેમ ઢોળાય છે.?"
મહારાજ બોલ્યાં, "બેટા વસુંધરા તું સાચું બોલ."
   વસુંધરા બોલી, "મહારાજ પોપટ અમારી પાસે જ઼ મહેલમાં રહે છે અને મે હત્યા નથી કરી હૂ ગઈ ત્યારે લાશ પડી હતી મે ફક્ત તેના પેટમાંથી તલવાર કાઢી છે. મારે દાસી જોડે કોઈ જ઼ ઝગડો થયો ન હતો પણ તમે બધા મને નિર્દોષને ડોશી માની એટલે હૂ સજા ભોગવવા તૈયાર છૂ."

  "હૂ સાક્ષી છૂ મહારાજ દાસીની હત્યા સુલક્ષણાએ કરી છે. દાસી કપટી જાણે છે બધું " પોપટ બોલતા જ઼ સુલક્ષણા બોલી,
 "ખોટું બોલે છે આ પોપટ."

સન્નાટો છવાઈ ગયો ભીતરનો ભેદ ઉકેલવાનો સમય આવ્યો સહુના સ્વાસ અધ્ધર થયા. ન્યાંયપ્રિય રજાએ મંત્રીઓને પૂછ્યું,
 "બોલો વિધવાનો હવે શું કરવું.?"

"મહારાજ દીકરીઓ તમારી તમે જ઼ ઓળખી શકો આપનો આત્મા કહે તેમ ન્યાય કરો." જવાબ મળતા જ઼ મ્હારે થોડું વિચારીને તરત જ઼ સાક્ષી બનેલ સુલક્ષણાની દાસીને બોલાવી તેના ગળે તલવાર મૂકતા બોલ્યાં,
 "મને વિશ્વાસ છે વસુંધરા હત્યા કરી જ઼ ન શકે એટલે હત્યા તે જ઼ કરી હશે સાચું બોળ નહિતર તને અહીં જ઼ કાપી નાખીશ."

 " ના. ના. મહારાજ ભૂલ મારી નથી પણ હૂ.. "

"મહારાજ કાપી નાખો એને લ." વાત કઢાવવા મંત્રી જોશમાં બોલ્યાં,
 "ના મહારાજ હત્યા સુલક્ષણાએ કરી છે મે નહીં."

સન્નાટો છવાઈ ગયો. હાહાકાર મચી ગયો દાસીએ ડરમાં કબૂલી લીધું બધી વાત વિગતે કરી દીધી સુલક્ષણા ચૂપ થઈ ગઈ 
હટ્ટરી રાજકુમારીની ઓળખ થતાં જ઼ તેને શુલી પર ચડાવવાનો હુકમ કર્યો અને સાક્ષી બનેલ પોપટને મહેલમાં શાનથી રાખવાનો હુકમ કર્યો.
    વસુંધરાએ આવીને પગે પડીમાનવતા બતાવી કાલાવાલા કરી શુલી પર ચડાવવાની સજા રોકવી દેશ નીકાલનો આદેશ કર્યો.

   આમ હત્યારી રાજકુમારીનો ભેદ પોપટ ખોલી નાખો અને સત્યનો વિજય થયો 


Rate this content
Log in