STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Tragedy Classics

4  

Aniruddhsinh Zala

Romance Tragedy Classics

પાગલખાનાનો પ્રેમી થયો સ્નેહથી સાજો

પાગલખાનાનો પ્રેમી થયો સ્નેહથી સાજો

5 mins
15

પાગલખાનાનો પ્રેમી થયો સ્નેહથી સાજો 


       ---પાગલ ખાનામાં એક સાવ અલગ પ્રકારનો પાગલ હતો જે ભોજન પણ કોઈ ખવડાવે તો જ઼ ખાતો જીવનમાંથી જાણે બધો રસ તેનો ઉડી ગયો હોય તેમ એકલો ચુપચાપ શૂનમૂન બેસી રહેતો હતો.

         આ પાગલ વીર ભૂતકાળમાં ખુબ જ઼ સુખી પરિવારનો દીકરો અને ખુબ જ બહાદુર હતો. એકવાર ગુંડાઓ એક છોકરીને પરેશાન કરતા હતા તે જોઈને ચાર લોકો સામે લડીને યુવતીને બચાવતા તે યુવતી વાણી વીરને પોતાનું દિલ દઈ બેઠી હતી. બંને એકમેકને કહેતાદિલ દઈ બેઠી હતી. બંને એકબીજાને કહેતા કે,

 "અંતર જ઼ ક્યાં છે હવે તારા ને મારામાં 
   તું વસે મારામાં ને હૂ વસુ છૂ તારામાં."

           એકબીજા વિના ઘડીયે ન હાલે એવા પ્રેમમાં કોઈની નજર લાગી હોય તેમ વાણીના પિતાએ વાણિનું સગપણ બીજા તેમના સમાજમાં કરી દીધેલું. વાણીએ પોતાના પ્રેમની વાત કરવા છતાંય માતાપિતા ન માન્યા અને તેની મા એ તો દવા પીને મરી જવાની ધમકી આપતા દુઃખી હદયે વાણીએ વીરને કહેલું,
   "વીર આપણે મા બાપને મારીને પ્રેમમાં સફળ થવું યોગ્ય નથી. પ્રેમ બીજાને ખુશી અપનારો હોય દુઃખ દેનારો નહીં હૂ મારા મા મા બાપ માટે મારી ખુશીઓનું બલિદાન આપવા જઈ રહી છૂ. તને ભૂલી કદાપિ ન શકું પણ મા ની ઈચ્છા મુજબ જીવવા કોશિશ કરીશ."

 "વાણી પણ મારું શું.? મારો શું વાંક. હૂ કેવી રીતે જીવીશ." દર્દમાં તડપતા વીરને બાહોમાં સમજાવીને વાણી બોલી,
 "વીર જીવનમાં એવો સમય આવે છે જ્યાં ફક્ત આપણા પ્રેમ પર ભરોસો રાખીને વિરહ સહેવો પડે છે આપણો પ્રેમ શુદ્ધ હદયનો છે એ પ્રેમના સહારે જીવવા કોશિશ કરજે."

કહેતાક આંસુ લુછતાં જતા બોલી,
"મારા પર નહીં તો મારા પ્રેમ પર તો ભરોસો કરજે હો." કહીને રડતી રડતી ભાગી ગઈ. 

          બસ ત્યારથી આજ સુધી મસ્ત ભીતરના આનંદમાં મસ્ત બની પિતાના પ્રેમની યાદોં અને હદયમાં રહેલી વાણી સાથે શૂનમૂન બની પાગલ બની આ પ્રેમી વીર અનેક સારવાર બાદ ફેર ન પડતા મેન્ટલ અસકાઈમમાં બસ સ્વાસ લઈ બે વર્ષથી જિંદગી પસાર કરી રહ્યો હતો.

          બીજી તરફ વાણી કમને લગ્ન કરવા તૈયાર થઈ આ વાત તેના મામાને જાણ થતાં તે ખુબ જ઼ દુઃખી થયા લગન્ના પહેલા જ઼ તેમણે વાણીનો પાસપોર્ટ તૈયાર કરી પોતાની સાથે કેનેડા લઈ જવાની બધી તૈયારી કરી અને તેની મા ને પણ સમજાવી અને વાણીને સમજાવતા કહેલું કે,
 "બેટા પ્રેમ એકવાર થાય છે અને જેને તે પ્રેમ કર્યો તેની સાથે ભલે તું લગ્ન ન કરી શકે પણ બીજે લગ્ન કરી તેને દર્દ આપવાનો પ્રેમને બદનામ કરવાનો તને કોઈ અધિકાર નથી સમજી એટલે ચાલ મારી સાથે જેમ તે પ્રેમીને રઝળતો મુક્યો તેમ આ મા બાપને પણ મેલીને ચાલ થોડો સમય પછી બધું શાંત થાય પછી ભારત આવી નિર્ણય લેજે."

     વાણીને મામાં પ્રત્યે ખુબ પ્રેમ હોવાથી લગન્ના દિવસે જ઼ કેનેડા ઉપડી ગઈ મામાએ તેની મા ને સમજાવી અને કહ્યું કે,
 "બહેન તારી જીદ માટે કોઈનો સાચો પ્રેમ અને દીકરીનું જીવતર બંને ન ફેંદી નખાય મને માફ કરજે બે વર્ષ પછી જ઼ હૂ દીકરીને પાછી મોકલીશ." કહીને તેઓ પણ કેનેડા પરત ફર્યા.

 "વ્હાલાના વિરહમાં વીતે વેરાન હૈયે શુષ્ક લાગતા આ દિવસો 
પિયુ વિના વલખે હૈયું પળ પળ વિરહ સાથે આંસુ છલકાવે દિવસો."

         આ તરફ શિક્ષિત વાણી કેનેડામાં બે વર્ષનો ડોક્ટરનો બાકી અભ્યાસક્રમ પૂરો કરી ડોક્ટર ગઈ. તેના પિતાએ ગુસ્સો ઓસરતા ફોનમાં કહ્યું કે,
"બેટા પાછી આવી જા હવે તને લગ્ન માટે કોઈ દબાણ નહીં કરીએ."

વાણી ડ્રસકુ ભરતા બોલી,
 "પિતાજી મારા આવા વર્તનથી મારા વિરનું શું થયું હશે.? એ બિચારો જીવિત હશે કે..! હૂ જ઼ દોષિત છૂ."

  "ના ના બેટા તારો ફ્રેન્ડ વીર હજી જીવે છે પણ તેને જોઈને મને પણ દુઃખ થયું કે તે સાવ પાગલ બની ગયો છે જુના પાગલખાનામાં છે."

    "ઓહ નો..! તમે મને વાત પણ જણાવી નહીં જોયું પિતાજી તમે મને દુઃખ આપ્યું તેનો મને વાંધો નથી પણ મારા વીરને પાગલ કર્યો તેમાં મમીની જીદ અને તમે બધા દોષિત છો. મારી વાત જ઼ સાંભળતા નહોતા."
"હા બેટા મારી પણ મોટી ભૂલ થઈ કે રાત્રિ મમ્મીને કાંઈ બોલી ન શક્યો."

"બસ પિતાજી હવે હૂ આવીશ પણ કોઈના માટે નહીં ફક્ત મારા વિરના માટે."

       પ્રેમીની ચિંતાથી વ્યાકુળ હસ્યાં સાથેનું પ્લેન ઉતર્યું અને વાણી સીધી જ઼ વિરના ઘેર જઈને તેના દુઃખી મા બાપને પગે લાગતા બોલી,
     "હૂ વીરની પ્રેમિકા છૂ માતા કારણે જ઼ તેની આવી હાલત છે પ્લીઝ મને વીર પાસે એકવાર મળવા લઈ જાવો મારા પ્રેમમાં હજીય એટલી તાકાત છે કે વીર પળમાં સાજો થઈ જશે."

       હં થતાં જ઼ વાણીના પિતા પણ આવીને બોલ્યાં,  
 "ભૂલ અમારી મા બાપની છે સાચો પ્રેમને તોડવાની અમે કોશિશ કરી અને દુઃખ વીર અને આપ માતા પિતાને મળ્યું છે ચાલો પ્રભુને પ્રાર્થના કરીએ કે વાણીને શકતી આપે કે તેના પ્રેમથી તે વીરને સાજો કરી શકે."

     લોકોનું ટોળું ભેગું થઈ ગયું આ પ્રેમકહાનીના ઘણા સાક્ષી પણ હતા. વિરના મિત્રો અને વણીની સહેલીઓ પણ આવી પહોંચી દુવા કરતી હતી કે બંને પ્રેમીઓ મળૅ.
      પાગલ ખાનાનો દરવાજો ખુલ્યો એક ભાઈ વીરને લઈને બહાર આવીને બેસાડ્યો ત્યારે વાણી દૂરથી દોડતી આવીને બોલી,
  "વીર હૂ આવી ગઈ જો બધાને છોડીને."
પ્રિયાનો અવાજ સાંભળતા જ઼ બેજાન શરીરમાં જીવ આવ્યો સહુની આંખો ભીંજાઈ આ જોઈને વીર દોડતી આવતી પ્રિયાને જોઈ બરાડ્યો,
  "વાણી તું ક્યાં ગઈ તી ક્યારનો રાહ જોવું છૂ ભીતરમાં વસાવી તને.!"

  "વાણી પાસે જઈને હાંફ્તા બોલી,
 "અરે હૂ તો મજાક કરતી હતી તને છોડીને ક્યાં જાઉં.? હૂ તો પરીક્ષા કરતી હતી કે તું મને ભૂલી તો નહીં જાય ને..!"

 "પ્રીતમાં વ્હાલા થોડી તકલીફો પણ હોય છે 
 તકલીફ કરતા પર પ્રેમ મજબૂત જ઼ હોય છે."


   "વાણી જો તું ગઈ ત્યારનો બસ તારી યાદોં સાથે જ઼ ભીતરમાં જીવતો હતો. પ્રેમ પર પૂરો ભરોશો રાખીને."
 "હા હૂ આવી ગઈ વીર હવે એકપળ પણ તને અલગ નહીં કરું."

"વાણી મને તારી બાહોમાં સમાવી લે તું ગઈ ત્યારનો જાગું છૂ. હવે ચેનથી સુઈ જવા માંગુ છૂ."
  તારી આંખોમાં દરિયો ને મારી આંખોમાં રણ 
 આમ જુવો તો બેઉ સરખા તરસ્યા બેઉ જ્ણ. "

      વાણીએ વીરને જકડીને પોતાની બાહોમાં સમાવી લીધો અને ભરપૂર વ્હાલ હૈયેથી જ્તાવા લાગી. લોકોને ખુબ જ઼ હર્ષ થયો. એકભાઈ બોલ્યાં,
  "આ મેન્ટલ અસાઇલ મેન્ટ માંથી પહેલીવાર કોઈને સાજો થતાં જોયો એ પણ પાગલ પ્રેમીને."

       બે વર્ષ પછી વીર જાણે જાગ્યો હતો ઘેર જતા જ઼ તે વણીની આંખોમાં જોતા જ઼ વાણીના ખોળામાં સુઈ ગયો. વાણીના પવિત્ર પ્રેમનો વિજય થયો.
પહેલીવાર પાગલખાનામાંથી પાગલ પ્રેમી વ્હાલીના સ્નેહથી સાજો થયો. પ્રેમનો મહિમા અપાર છે.

    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance