સાચી સમજણથી મટી ઘરની લડાઈ
સાચી સમજણથી મટી ઘરની લડાઈ
સાચી સમજણથી મટી ઘરની લડાઈ
-----****=****------
----પરેશ લારી પર ઉભો ઉભો પૂરીશાક ખાઈ રહ્યો હતો એટલામાં રસ્તે ચાલતો મિત્ર રાકેશ તેને જોઈ જતા બોલ્યો,
"અરે વાહ આજ તો ભાઈ જલસા કરે છે."
"અરે અહીં આવ લે તું પણ ખા."
કહીને બીજી પ્લેટ મંગાવી રાકેશને આપતા બોલ્યો,
"જલસા શેના યાર ઘેર બૈરી હારે ઝગડીને આવ્યો છું મારી બેટી ઝગડીને એકલી એકલી રિસમાં ખાઈ રહી હતી એટલે."
"તો તું પણ રિસમાં એકલો એકલો ખાતો હતો એમ ને.?"
"તો શું કરું આ પ્રેમલગ્ન કરીને હવે પસ્તાયો હોય એવું લાગે છે કોઈ મારું ઉપરાણું પણ લે તેવું રાખ્યું નહીં."
"અલ્યા હોય યાર. બધે જ઼ આવુ ચાલતું હોય આ બાયડી અને તાવડી તો ગરમ થવા માટે જ઼ હોય છે પણ તેણે ટાઢા પાડતા શીખી લેવું જોઈએ." રાકેશને વચ્ચે રોકીને પરેશ કહે,
"પણ આ મારાવાળી તો સાવ નભર કોઠાની છે બાઝીને સામી બેઠી ખાય છે."
"શાંત થા ભેરુ જો એક ઉપાય બતાવું." કહીને કાનમાં રાકેશે સમજાવતા પરેશ બોલ્યો,
"પણ આવુ તો કરાતું હશે ખોટા ખરચા.!"
"હા યાર આમ પ્રેમમાં તો મોટા ખરચા કરો છો તો બાયડીને સમજાવા કરી તો જુવો."
મિત્રની વાત માનીને હવે પરેશે નવી રીત અપનાવી ઝગડાના કારણે અબોલા તો હતા જ઼ એટલે વહેલા ઉઠીને તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો ત્યા પત્ની ટિફિન લઈને આવતા પરેશ બોલ્યો,
"મારે બહાર જમવાનું છે." કહીને ચાલ્યો પેલા પુરી શાક વાળાને ત્યા બધી ચર્ચા સાંભળી ચૂકેલ લારીવાળો બોલ્યો,
" અરે આવો સાહેબ હવે રોજ હૂ તમને ઘર જેવું જ઼ જમાડીશ હો. "
ઓફિસ બાદ સાંજે ઘેર પહોંચતા જ઼ હાથપગ ધોઈ નિત્યક્રમ મુજબ મોઢું ચડાવી પત્ની ભોજન લાવી કે તરત જ઼ ડોરબેલ રણકી. જોયું તો સ્વીગી વાળો પૂરીશાક લઈને આવ્યો હતો.
પરેશે પૈસા ચૂકવીને તે લઈને ચુપચાપ ખાવા બેસી ગયો તે જોઈને પત્ની બોલી,
"આ મારાં પીટ્યા ક્યાંથી હાલ્યા આવે છે આવુ ખાવા લઈને ઘરનું ખાવા બગડે છે."
પરેશ બોલ્યો, "ના નહીં બગડે તને એકલી ખાવાનો શોખ છે ને તો રીસ ચડાવીને આ પણ ખાઈ જજે."
"કાલ તો બનાવું જ઼ નહીં ખાજો આ બહારવાળાનું હો..!"
"સારુ જેવી તારી મરજી." પરેશ બોલતા પગ પછાડતી પત્ની રસોડામાં ચાલી ગઈ.
સવારે તૈયાર થતાં જ઼ ડોરબેલ વાગતા બોલ્યો, "મેડમ ઝોમેટોમાંથી નાસ્તો આપવા આવ્યો છું."
પત્ની રીટા ગુસ્સામાં બોલી,
"તે શું મને નાસ્તો બનાવતા નથી આવડતુ.?"
પરેશ દોડતો આવીને બોલ્યો,
"હા હા લાવો ભાઈ ક્યારનો રાહ જોવું છું મારે મોડું થાય છે." કહીને ચા બિસ્કિટ અને બ્રેડ બટર ખાતા બોલ્યો,
"વાહ નાસ્તો જોરદાર પૈસા વસુલ છે. રીટા તારે પણ ખાવો હોય તો રાખું છું."
પરેશ ઉભો થતાં જ઼ રીટાએ રિસમા બધો નાસ્તો ઉઠાવી કચરા પેટીમાં નાખતા બોલી,
" હૂ તો સવારે બહારનું અડતી પણ નહીં. "
પતિ મનમાં હસતો ચુપચાપ ઓફિસ રીટા તાવડીની જેમ ગરમ થઈ પણ ફૂટવાનો મોકો ન મળ્યો. રાકેશને ઓફિસ જવાનું મોડું થતું હોવાથી ઝગડો કરવાનો ટાઈમ જ઼ ન હતો નહિતર ધાણીની જેમ ફૂટી હોત. "
સાંજે ફરી ઘેર આવતા જ઼ સ્વીગીવાળો પૂરીશાક લઈને પહોંચી ગયો. રીટા બોલી,
" આ પીટ્યો મારી સૌતન ની જેમ વાંહે પડ્યો છે કોકનું ઘર ભગાવે એવા છે આ ઘેર ખાવા આપવા આવનારા. હવે મારે કંઈક વિચારવું પડશે. "
એટલામાં મિત્ર રાકેશ ઘેર આવ્યો. મિત્રો બંને મળતા રીટાએ ચા પીવડાવી પરેશ થોડો દૂર જતા રાકેશ બોલ્યો,
"શું વાત છે ભાભી...! હમણાં તો રોજ બપોરે પરેશ પૂરીશાકની લારીએ જ઼ ભોજન કરે છે."
રીટા ચમકી બોલી, "અરે ઘેર તો બનાવું છું પણ ટિફિન નહીં લઈ જતા ને પુરી શાક ખાય છે એવું બહારનું.? હવે વાત છે એમની...!"
"અરે ના ના ભાભી ઝગડો નહીં..!"
"તો શું કરું હૂ..! અહીં ઘેર પણ પેલા પીટ્યા સ્વીગી ને ઝોમે્ટાવાળાને બોલાવી ખાય છે બહારનું ખાવાનો ચટકો લાગ્યો છે એમને કોઈ ભૂત વળગ્યું લાગે છે આ પેલા તો કદીયે ખાતા નહીં બહારનું."
સમજાવતા રાકેશ બોલ્યો,
"ભાભી જુવો વેરથી વેર વધે પ્રેમથી વેર ઘટે. તમે સમજદાર છો ઈશારો કાફી છે આ મારો મિત્ર પેલા પૂરીશાક અને સ્વીગીવાળાને પ્રેમ કરતો થઈ જાય ઈ પહેલા પ્રેમથી તેને ભાવતું થોડા દિવસ ઝગડયા વગર ખવડાવો એટલે બધું ઠીક."
"અરે પણ રાકેશભાઈ ઘર હોય તો બે વાસણ ખખડે જ઼ ને એમાં બહાર થોડું ખાવાનું હોય. બહારનું ખાઈને બીમાર પડશે તેની મને ચિંતા છે."
પરેશ છુપાઈને સાંભળતો હતો તે હસી પડ્યો તેને લાગ્યું કે હજીય વ્હાલી પત્ની તેની ફિકર કરે જ઼ છે.
રાકેશ બોલ્યો, ભાભી મીઠાં ઝગડા તો હોવા જ઼ જોઈએ બાયડીને તાવડી તો ગરમ થવા જ઼ જોઈએ પણ સમય મુજબ. હવે મનાવી લેજો વ્હાલથી હો ભેરુને. "
કહેતાક બુમ પાડી,
"અલ્યા પરીયા હૂ જાવું છું હો."
પરેશ દોડતો આવીને બોલ્યો,
"બેસ ને અલ્યા હજી તો મોડું ક્યાં થયું."
"ના હો મારે ઘેર તમારી જેમ ઝગડા નહીં કરવા પત્નીએ પ્રેમથી ભોજન બનાવીને રાખ્યું છે મને ખવડાવીને જ઼ ખાય છે જો મોડો પડુને તે ભૂખી થાય તો મારું આવી બનશે."
કહીને ચાલ્યો એટલે રાકેશને રીટા બંને હસી પડ્યા. રીટા બોલી,
"કેવો મસ્ત પ્રેમ છે તમારા બંને વચ્ચે..!"
"ભાભી તમે પણ આવો જ઼ પ્રેમ રખજો."
જતા જ઼ દરવાજો બન્ધ કરીને રીટા રાકેશ સામે આવીને કાન પકડીને ગાવા લાગી,
"વ્હાલા આતો વ્હાલપની છે વાત
મુંને માફી દે ને તું આજ...
જો મારી આંખે ઉજાગરા
તારા વિના મારી આંખે ઉજાગરા."
પરેશ પણ આ જ઼ ક્ષણની રાહ જોતો હોય તેમ દોડીને પત્નીને માથે ચુમતા બોલ્યો,
"તેરે કદમોમે dil હે મેરા...
આ લગ જા ગલે દિલરુબા.."
બંને પ્રગાઢ પ્રેમથી એકબીજાની બાહોમાં સમાયા તમામ રીસ ઉતરી ગઈ રીટાએ હેતથી પરેશને ચૂમી લીધો. એટલામાં ડોરબેલ રણકી, બહારથી બોલ્યો,
" ઝોમેટો. ફૂડ ડિલિવરી."
રીટા ભડકીને બોલી,
"હવે કાંઈ નહીં જોતું પાછું લઈ જાવો."
" પણ મેડમ પૈસા ચુકવેલા છે. ઓર્ડર પાછો કેમ કરો છો. "
"અલ્યા કહ્યું ને નહીં ખાવુ તો જબરજસ્તી ખવડાવું છે. લઈ જા પાછું."
પરેશે હસીને દરવાજો ખોલી બોલ્યો,
"ભાઈ સોરી આ તમે પાછું લઈ જાવો કોક જ઼રૂરિયાતવાળાને આપી દેજો."
દરવાજો બન્ધ કરતાં જોયું તો પત્ની સરસ ભોજન પીરસીને બેઠી હતી. જોતા જ઼ પરેશ બોલ્યો,
"વાહ શું સુગંધ છે..! આજથી બહારનું ખાવાનું બંધ. "
અને લારીનું પૂરીશાક.? પત્નીએ પૂછતાં પતિ બોલ્યાં, "પૂરીશાક પણ ઘરનું ખાવાનું."
બંને વ્હાલથી વળગી પડ્યા રીસ મટી અને ભેરુની મદદથી થોડો સમય માટે બાયડી ગરમ થવાનું ભૂલી વ્હાલી વ્હાલી બની ગઈ.

