પર્વતોમાં ઘર બનાવતા સચવાઈ જિંદગી
પર્વતોમાં ઘર બનાવતા સચવાઈ જિંદગી
પર્વતોમાં ઘર બનાવતા સચવાઈ જિંદગી
( પ્રેરક લઘુ વાર્તા )
-- ખુબ જ પૈસાવાળો ધનિક વેપારી સુરપાલ શહેરથી દુર મોટો બંગલો અને ફાર્મહાઉસ બનાવવાં માગતો હતો. એક સ્થાનિક ડૉનનો સંપર્ક કરતાં તે ડોને પૈસાની લાલચમાં નદીકિનારે વસ્તી એક ગરીબ લોકોની વસાહત બે લોકોને મારી નાખીને ખાલી કરાવી.
સુરપાલે ત્યાં ખુબ પૈસા ખર્ચીને મસ્ત ફાર્મ હાઉસ બનાવ્યું અને રોજ શણગારીને જલસા કરતો પેલા કાઢી મુકેલા ગરીબ લોકો થોડે દુર ઉંચાઈએ પર્વતોમા આશરો લઈને ત્યા પર્વતોમાં ઘર બનાવ્યા. તેઓ ઝુંપડામાંથી જોઈને પોતાની ભૂમિ છીનવીને નાચી રહેલાં આ રાક્ષસ જેવાં શે'રના લોકોને જોઈને નિસાસા નાંખી ભગવાન સામું જોઈ રહ્યાં હતાં કે કુદરત કયારે તેમણે ન્યાય આપશે.?"
એકવાર ખુબ વરસાદ પડ્યો અને મોજ કરવાં રૂપલલનાઓ સાથે સુરપાલ પચાસ જેટલા મિત્રોને લઇને વરસાદી માહોલનો આનંદ માણતાં ખુશીમાં ઝૂમી રહ્યાં હતાં અને પેલા ગરીબો પોતાનાં બાળકો સાથે દુઃખી થઈને જોઈ રહ્યાં હતાં.
અચાનક નદીમાં ભયંકર પૂર આવતું દેખાયું એટલે માનવતાનાં નાતે જાણકાર ગરીબ યુવક તેમણે સાવધાન કરવાં ગયો પણ સુરપાલ તેને પિસ્તોલ દેખાડી ભગાડી દીધો.
હવે તે બધાં ગરીબો જોતાં હતાં ઉંચી લહેરો સાથે મોટું તોફાની પૂર આવ્યું અને પળમાં જ સુરપાલ સાથે તેનું આખું સામ્રાજ્ય તાણીને લઈ ગયું.
બાળકો બોલ્યાં, " નદીમાતાં આપણી જમીન ફરી ચોખ્ખી કરી દેશે.
ગરીબ પરિવારો પર્વતોમાં બનાવેલ ઘરમાં હોવાથી સલામત રહીને પર્વતો પરના ઝુંપડાઓમાંથી કુદરતનો ન્યાય જોતાં જ રહ્યાં.
પર્વતોમાં ઘર બનાવતા ગરીબોની જિંદગીની સુરક્ષા વ્યવસ્થા પણ ભગવાને કરી દીધી હતી.

