હૈયાના શુદ્ધ પ્રેમનો છેલ્લો કોલ
હૈયાના શુદ્ધ પ્રેમનો છેલ્લો કોલ
હૈયાના શુદ્ધ પ્રેમનો છેલ્લો કોલ
( માઈક્રોફીક્શન )
"꧁༒ ••° °••༒꧂
--- ભરપૂર પ્રેમ એકબીજાને કરી મુક્ત ગગનમાં ઉડતા પ્રેમીઓ રાકેશ અને પ્રીતિ કોઈ નાની વાતમાં ઝગડીને એકબીજાથી રિસાઈને દૂર થઈ ગયા
પ્રેમની વાત જાણતા બંનેના મા બાપે પણ સમજાવ્યા કે, "નાની વાતમાં આમ દૂર ન થઈ જવાય એકબીજાથી અળગા ન થવાય." રાકેશ તો માની ગયો ભૂલ કબૂલી પણ પ્રીતિએ જીદ પર આવી રાકેશને નહીં મળવાની સોગંધ ખાઈ લીધી.
વર્ષો વીતતા પ્રીતિ માટે પિતાએ એક સારો છોકરો શોધી લીધો. પ્રિતીએ પણ પિતાની વાતમાં લગ્નની સંમતિ આપી દીધી.
"પ્રેમના સાગરને ભીતર દબાવી નવી દુનિયામાં વસાવા જાય છે.
કોણ જાણે સત્ય કે, શુદ્ધ પ્રેમ ઉપર તો આખું નગત ન્યોછાર થાય છે."
પ્રીતિની સગાઈ વખતે રાકેશના પિતા પણ ત્યાં હાજર હતા બને પ્રેમીઓનું જીવન બરબાદ થતું દુઃખથી જોઈ રહ્યા હતા. સગાઈની રિંગ પહેરવાની તૈયારી હતી ત્યાં રાકેશનો ફોન આવ્યો,
બહેનપણીએ પ્રીતિને કાનમાં જણાવતા તરત પ્રીતિ મોબાઈલમા જોર જોરથી ઝગડવા લાગી,
"સાલા ગધેડા સમજે છે શું તારા મનમાં? એમ તો કેવો અભિમાની કે મને મનાવવા એક કોલ નહીં કરી શક્યો.? તારા જેવો પ્રેમી ક્યાય જોયો નથી. મારાં હદયની વાત કદાપિ સમજ્યો જ નહીં."
"પ્રીતિ સમજ્યો છું તારા હદયને તું મારાં હદયને સમજી નથી એટલે જ હવે તારાથી દૂર જઈ રહ્યો છું આ છેલ્લો કોલ કરી દુનિયા પણ છોડી રહ્યો છું. પ્રેમમાં માફી માંગી તોય તારી જીદ વચ્ચે લાવી તો હવે તારા પ્રેમને છોડીને તારી જીદ સાથે ખુશ રેજે."
"ઓયે ગધેડા સોરી સોરી તો પહેલા કોલ કરવો તો ને..! ઉભો રહે હૂ ઓચ મિનિટમાં આવુ છું."
કહેતાક પ્રીતિ દોડીને એક્ટિવાની ચાવી લેતા જ બહાર દોડતા બંનેના પિતા પાસે જી બોલી,
"છેલ્લો કોલ આવ્યો પ્રેમનો મારે જાવું પડશે સોરી સગાઈ કેન્સલ કરજો "
કોઈ બોલે તે પહેલા એક્ટિવા પ્રેમની તરફ ખેંચતું દોડવા લાગ્યું. પ્રેમનો પ્રભાવ વધ્યો પ્રીતિની જીદ છૂટતા બંનેના મા બાપની આંખોમાં હરખનાં આંસુ છલકાયા..
