રણમાં કુતરા પરનો ભરોસો ફળ્યો
રણમાં કુતરા પરનો ભરોસો ફળ્યો
રણમાં કુતરા પરનો ભરોસો ફળ્યો
(આધ્યાત્મિક સત્યઘટના )
"꧁༒ •° 👁 °••༒꧂
--- રણમાં ફરવા ગયેલા મુકેશભાઈ પોતાના પરિવાર સાથે ગાડી ચલાવતા વાતો કરી રહ્યા હતા કે,
"પ્રીતિ જો આ સામે મૃગજળ દેખાય છે તે માત્ર આભાસ છે વાસ્તવિકતામા જ્યાં જળ નથી."
"હાય હાય બાપ આ તો જબરું કેવાય..! આ રણના કોઈનો ભરોશો ન કરાય હો."
ગાડીની બાજુમાં ઘુડખર દેખાતા તે જાણે ગાડી સાથે સ્પર્ધા કરતા હોય તેમ દોડી રહ્યા હતા. બપોરે બે વાગતાનો અસહ્ય તાપ વરસી રહ્યો હતી મૌજમાં ને મૌજમાં મુકેશભાઈ રસ્તો ભૂલીને આડેધડ ડ્રાંઇવિંગ કરવા લાગ્યા હતા.
"પાપા હવે કેટલું દૂર જવાનું છે.?" નાના બાળક પિન્ટુએ પૂછતાં મોટો દીકરો રવિ મોબાઈલ જોતા બોલ્યો,
"અહીં તો નેટવર્ક પણ નથી નહિતર ગૂગલ મેપ જોઈને કહી દેત."
મુકેશભાઈને લાગ્યું કે તેઓ રસ્તો ભૂલી ગયા છે પણ હવે બહુ મોડું સમજાણું કે, 'વાછડા બેટ તો પચ્ચીસ કિમિ જ દૂર હતો અને તેમને તો સિત્તેર કિમિ ગાડી ચલાવી દીધી' તેનો મતલબ જે તેઓ અવળે પાટે ચડી ગયા હતા. "
આજુબાજુ સુકકુ ભંઠ દરિયા જેવું ધખધખતું રણ જ દેખાતું હતું. ગાડી ગરમ થતા થોડે દૂર બાવળના બે નાના ઝાડવા દેખાતા ત્યાં થોડીવાર ગાડી ઉભી રાખી. જેવા એસીમાંથી બહાર નીકળ્યા કે જાણે ગાલ શેકી નાંખે તેવી રણન્ની લૂ.. વાતી હતી. ગાડી અને બાવળના થોડા છાંયડૅ બધા લગોલગ બેસીને પાણી પીવા લાગ્યા. પાણી પિતા પ્રીતિબેન બોલ્યાં,
"ભલું થાજો છેવાડાના ઝીંઝુવાડા ગામના એ ઝાલા દરબારનું કે જેમણે પરાણે બોરિંગમાંથી કેરબો પાણી ભરાવી ગાડીમાં મુકાવ્યું નહિતર આ નાનકડા બાટલા ખતમ થતા પાણી વગર તડપીને જ મરી જાત."
" અરે હા મમ્મી રણકાંઠાના ગામના લોકો રણના ખુબ જ જાણકાર હોય છે તેવું મેં વાંચેલું છે. " રવીને બોલતો વચ્ચે અટકાવી પિતા મુકેશ બોલ્યાં,
"પ્રીતિ બરાબર સલવાણા છીએ રણની વચ્ચે આપણે. કોઈ માર્ગ સૂઝતો નથી."
"હાય હાય આવુ ન બોલો વાંછડા દાદા પર ભરોસો રાખો જરૂર મદદ કરશે, હે દાદા અમારી રક્ષા કરજો." કહેતાક પ્રીતીબેન આંખો બંધ કરીને પ્રાર્થના કરતા હતા ત્યાં જ અચાનક
"પાપા ડોગી ડોગી..!
કહેતાક પિન્ટુએ બુમ પાડતા સહુએ જોયું તો એક કૂતરો તેમની તરફ આવી રહ્યો હતો પણ ડર લાગતા મુકેશભાઈ બોલ્યાં,
"ગાડીમાં બેસો કદાચ બટકું પણ ભરી શકે. અહીં કોઈનો ભરોસો ન કરાય."
સહુ ઝડપથી ગાડીમાં બેસી ગયા પબ કૂતરો તો ગાડી પાસે આવીને શાંતિથી છાયડૅ બેસીને થાક ઉતારવા લાગ્યો કાચ ખોલી પિન્ટુએ જોયું તો તે લાડ કરવા માગતો હોય તેમ ઈશારા કરવા લાગ્યો જીબ કાઢીને હાંફતો હતો તેથી તરસ્યો હોવાનું જણાતા બોટલમાંથી થોડું પાણી રવીએ ઢોળતા તે પાણીની ધાર મોઢામાં લઈને પીવા લાગ્યો.
થોડો ભરોસો બેસતા રવીએ નીચે ઉતરીને વાસણમાં પાણી આપતા તે પીવા લાગ્યો. હવે ધીરે બધા ડર દૂર થતા તેની પાસે આવીને બેસી ગયા. કૂતરો બધા સાથે રમવા લાગ્યો પિન્ટુએ ચોકલેટ ખવડાવતા વ્હાલથી તેણે પિન્ટુને ગાલે ચાટી લીધો.
થીડીવાર બાદ તે દૂર જઈને ભસવા લાગ્યો વળી થોડો આગળ જઈને ભસવા લાગ્યો. રવિ સમજી ગયોને બોલ્યો,
"પાપા ચાલો તેની પાછળ પાછળ તે રસ્તો સાચો બતાવશે."
"પણ આ અજાણ્યા કુતરા પર કેવી રીતે ભરોશો કરાય.?" કહેતા મુકેશ વિચાર કરતા પત્ની બોલ્યા,
"અલ્યા આ નિર્જન રણમાં કદાચ આ કૂતરો ભગવાને જ મોકલ્યો હોઈ શકે. ચાલોને થોડે દૂર સુધી જોઈ લઈએ ક્યાંક તો રસ્તો મળે."
ડૂબતો માણસ તરણું પણ ઝાલે' કહેવત મુજબ કુતરા પર ભરીસો કરી મુકેશભાઈ તેની પછળ ચાલ્યા. થોડે દૂર જતા મુકેશભાઈ બોલ્યાં,
"અલ્યા આ કૂતરો તી થાકતો જ નહીં ક્યાંક આપણને ભટકાવી ન દે તો સારુ."
"ના પાપા ડોગી ખુબ જ ડાહ્યો છે." નાનો પિન્ટુ બોલતા બધા હસી પડ્યા. પ્રીતિ બોલ્યાં,
"જો સાચો રસ્તો બતાવે તો તેને આપણી સાથે ઘેર લઈ જઈશું હો."
પિન્ટુ ખુશ થઈને બોલ્યો,
"ચલ મેરે ડોગી રસ્તા દિખા દે.." એટલું કહેતા જ ડોગી દોડ્યો અને તે તરફ જોતા મોટો કલરફૂલ લાગતો ડુંગર દેખાણો. સહુ ખુશ થઈ ગયા મુકેશ બોલ્યા,
"વાહ પ્રીતિ આ ડોગી તો કમાલનો નીકળ્યો."
"વછડાં દાદાએ જ મોકલ્યો છે મારી પ્રાર્થના સાંભળીને." કહેતા પ્રીતિબેને દાદાને નમન કર્યા.
નજીક જતા એ આખરી ટાપુ હોય તેમ લાગતો હતો ઝાડવા ઉગેલા હતા છાયલો પણ દેખાતો હતો નવાઈ એ હતી કે ત્યાં ડુંગર પર રંગબેરંગી પથ્થરો ચમકતા હતા.
ડોગી તતા જઈને છાંયડે બેસી જતા સહુ ઉતરીને ત્યાં ગયા અને ડોગીને ફરી પાણી પીવડાવ્યું તતા બધાએ નાસ્તો કર્યો રંગીન પથ્થરો લીધા પણ તે નિર્જન ટાપુ પર કોઈ અવરજ્વર લાગતી ન હતી. અડધો કલાક બેસીને કંટાળી મુકેશભાઈ બોલ્યાં,
"ચાલો હવે આપણે જવુ પડશે નહિતર સાંજ પડતા રસ્તો ક્યાય ન મળે તો રાત્રીના જોખમ રહે."
બધા કમને જવા જાયઃ ત્યાં ડોગી ભસ્યો એટલે પ્રીતિબેન બોલ્યા,
"થોડી રાહ જુવોને આ ડોગી ભસી રોકવા માંગે છે." મુકેશભાઈ ફરી બેસી ગયા સમય વહેતો રહ્યી પણ કોઈ ન આવતા મુકેશભાઈ ઉભા થઈને બોલ્યાં,
"હવે બધા ગાડીમાં બેસો જલ્દી ચાલો."
આજ્ઞા થતાં કમને સહુ ગાડીમાં બેઠા પણ ડોગ પ્રીતિબેનની સાડી પકડીને રોકતો હતો. તે દૂર જઈને સૂંઘીને ફરી સામું જોઈ ભસતો હતો.
"પાપા ડોગી સૂંઘીને કંઈક કહી રહ્યો છે થોડીવાર નીચે ઉતરીને રાહ જોવી પડશે."
"અરે તમને આ કુતરા પર એટલો બધો ભરોશો કેમ છે." મુકેશભાઈ ચિલ્લાતા પ્રીતિ પ્રેમથી બોલી,
"ભગવાને મદદ કરવા મોકલ્યો છે એટલે."
નાનો પિન્ટુડો બોલ્યો,
પાપા પ્લીઝ ડોગીની વાત માની લ્યો. "
બધાએ વિનંતી કરતા મુકેશ બોલ્યાં,
"ભલે ત્યારે રહો આ ડોગી જોડે." કહીને તે રિસમાં દૂર છાંયડે જઈને સુવા લાગ્યા. થોડીવારે કૂતરો જમીન સૂંઘીને ભસ્યો અને ડુંગર તરફ ગયો રવિ અને પિન્ટુ પણ તેની પાછળ ડુંગર પર ચડ્યા.
આ તરફ પ્રીતિબેન મુકેશના માથે હાથ મુકતા બોલ્યાં, "ડોગી પર ભરોસો રાખો જરૂર તે આપણને ભટકવા નહીં જ દે."
"સારુ તું કુતરા સામું જોઈ બેસ હૂ સુઈ જાઉં છું." કહી મુકેશ સુતા અને પ્રીતિ પ્રાર્થના કરવા લાગી, "હે દાદા મારાં પતિને બાળકોની રક્ષા કરજો સાચો માર્ગ બતાવજો."
એટલામાં ઉપર ડોગી ભસતા તે તરફ જોતા રવિ ખુશીમાં બોલ્યો,
"મમ્મી કોઈ આવી રહ્યું છે. ડોગી સાચું બોલતો હતો " મુકેશ અને પ્રીતિ ખુશીમાં ઉભા થઈ ગત થોડીવારમાં એક બોલેરો પીકઅપ ગાડી પૂરવેગે નજીક આવતી દેખાઈ પાછળ બે બાઈક પણ આવી પહોંચ્યા. બધાની ખુશીનું ઠેકાણું ન રહ્યું.
ગાડીમાં સાતેક જુવાનિયા ઉતર્યા અને બાઈક પર પણ ચાર જુવાન હતા. તેમને નજીક આવીને જય માતાજી કહીને મચકમાંથી ઠંડુ પાણી પીવા આપ્યું. પાણી પીને પ્રીતબેન બોલ્યાં,
"ભાઈઓ અમે રસ્તો ભૂલી ગયા છીએ આ કુતરાએ અમને અહીં સુધી પહોંચાડ્યા હવે તમે અમને પ્લીઝ રસ્તો બતાવજો."
"અરે હવે જરીય ચિંતા ન કરો અમે ઝીંઝુવાડાથી આવ્યા છીએ અને રણના જાણકાર છીએ આ મૈડક ડુંગર પર ફરવા આવ્યા હતા. થોડીવારમાં જ પરત ફરીશું વછડાં દાદા સુધી તમને સાથે લઈ જઈશું."
મુકેશને હાશ થતાં બીજો જુવાન બોલ્યો,
"તમારી જેમ બીજા અનેક લોકોને કૂતરો કે ગાય આવીને માર્ગ બતાવે છે આ દાદાની કૃપા છે."
"જય હો વછડાં દાદાની. " કહીને પ્રીતિબેને હાથ જોડ્યા અને યુવાનો આગળ વધ્યા રવિ અને પિન્ટુડો પણ તે યુવાનો સાથે રમવા લાગ્યા હતા. કૂતરો પણ સાથે જ મસ્તી કરતો હતો.
થોડો સમય પછી આ આખરી ટાપુ મૈડક ડુંગરને અલવિદા કરવાનો સમય આવી ગયો. એક યુવાન આવી બોલ્યો,
"આ આખરી ટાપુ છે મૈડક ડુંગર અહીં કસ્ટમની ચોકી અને ભારતીય સેનાના વિમાનો પહેરો ભરે છે આગળ પાકિસ્તાનની રાત્રે લાઈટો દેખાય છે. "
કહેતા જુવાન બોલ્યો,
"ચાલો હવે રાત પડે તે પહેલા વછડાં દાદાએ પહોંચી જાવું પડશે." કહેતાક બધા આગળ વધ્યા ગાડીમાં બેઠા ત્યાં કૂતરો નીચે બેસી જોઈ રહ્યી હતો પિન્ટુ બોલ્યો,
"ડોગી આવીજા એક સીટ ખાલી છે."
ઈશારી કરતા જ ડોગી દોડીને ગાડીમાં બેસી ગયો અને પેલા યુવાનો સાથે પાછળ ગાડી હંકારવા લાગ્યા રવિ બોલ્યો,
"પિન્ટુ ડોગીને આપણા ઘેર લઈ જાવો છે.?"
"એ હા હા હૂ આને પાળીશ તેની સાથે મસ્તી કરીશ." કહી પિન્ટુ ડોગીને વળગી પડ્યો. મુકેશભાઈ બોલ્યાં, "હવે ડોગીએ આપણને રસ્તો દેખાડ્યો છે તેને ઘેર આવવાની પણ મંજૂરી આપું છું."
"વાહ થેન્ક્સ પાપા.! " કહેતાક બાળકો ખુશીમાં ઝૂમી ઉઠ્યા.
થોડીવારમાં વચ્છરાજ બેટ આવી પહોંચ્યો બધા જ ગાડીમાંથી ઉતરીને દાદાના દર્શને ગયા ત્યાં અનેક બીજા ડોગી સાંજની આરતી સમયે નીચે બેઠા હતા ઘણી ગયો પણ ત્યાં ઉભી હતી એક ઘોડ઼ો પણ આવીને મંદિર પાસે માથું ટેકવતો હતો પિંટુડા સાથે ડોગી પણ જાણે ઝૂંકીને વાછડા દાદાને પ્રણામ કરતો હતો. પ્રકૃતિ જાણે ભક્તિમય બની હતી અત્યંત ભાવ વિભોર કરે તેવું આધ્યાત્મિક દ્રશ્ય હતું.
આરતી પુરી થતાં સહુ આરતી લેવા જતા હતા ત્યાં ડોગી એકતરફ દોડતા પિન્ટુ તેની પાછળ દોડ્યો આને થોડે દૂર ઉભો રહીને બૂમો પાડવા લાગ્યો આને રડવા લાગ્યો.
પ્રીતિબેને આરતી પ્રસાદ લઈને ત્યાં જતા પિન્ટુ બોલ્યો,
"મમ્મી મારો ડોગી અહીં ગાયબ થઇ ગયો." ત્યાં લખેલું હતું
"કૂતરાની સમાધિ."
પ્રીતિને નવાઈ લાગી તેને જઈને ભાવવિભોર બની રડતી આંખે પ્રણામ કર્યા આને બોલી,
"તો આપ જ ડોગી બનીને અમને બચાવવા આવ્યા હતાને? "
એટલામાં એક ભાઈને કહેતા સાંભળ્યા કે,
"વિર વચ્છરાજ સોલંકી ગયોની વ્હારે ચડીને લડતા હતા ત્યારે તેમની હારે આ કૂતરો આને ઢોલી પણ લડતા અહીં વિરગતી પામેલો જે બને પણ અમર બની ગયા તે રસ્તો ભૂલેલાને માર્ગ બતાવે છે આને કોઈને હડકાયું કૂતરું કરડ્યું હોય તો બધા રાખે તેને હડકવા હાલતો નથી ."
મુકેશભાઈ આવિને બોલ્યાં,
"પ્રીતિ અહીં સમાધિ પર કાન રાખતા કૂતરો આને ઢોલી બંનેનો અવાજ સંભળાય છે."
રવિ આને પિન્ટુએ કાન લગાડી સાંભળત્તા પિન્ટુ બોલ્યો,
"અરે આ તો આપણા ડોગીનો અવાજ છે."
થોડીવાર બેઠા પછી અંધારું થતાં દાદાનો પ્રસાદ ગ્રહણ કરી વાંછડા દાદાનો ખુબ જ આભાર માની મુકેશભાઈ આને તેમનો પરિવાર ડોગીની સમાધિ તરફ જોતા ગાડીમાં બેસી ગયા બીજી બધી ગાડીઓ ઉપડતા તેમની પાછળ ગાડી હંકરતા ફરી ડોગીનો અવાજ સાંભળતા પિન્ટુ બોલ્યો,
"બાય બાય ડોગી...!"
બધાએ પાછળ જોયું પણ ફક્ત ઊડતી ધૂળ દેખાતી હતી
આમ આખરી ટાપુ પરનો અજાણ્યો પ્રવાસ અને રહસ્યમય કુતરા પર પૂરો ભરોશો ફળ્યો અને કુતરાના પ્રતાપે સાચો માર્ગ મળી ગયો એટલે આખરી ટાપુનો ખુબ જ સુખદ પ્રવાસ એક યાદગાર સંભારણું બની રહ્યો
બોલો વાંછડા દાદાની જય
