શ્યામલીનું ભાંગેલ હૈયું હેતે જ
શ્યામલીનું ભાંગેલ હૈયું હેતે જ
શ્યામલીનું ભાંગેલ હૈયું હેતે જોડાયું
( પ્રેમનુ પ્રાધાન્ય દર્શક વાર્તા )
"꧁༒ •••° °•••༒꧂
-- શ્યામલી શ્યામ વર્ણની હોવાથી તેના નામ જેવું જ રૂપ હતું તોય કોલેજમાં ભણતો એક રૂપનો કટકો લાગતો સોહમ સાથે તેનું હૈયું મળી ગયું હતું. શ્યામલી સોહમને પૂછતી કે,
"ઓયે હીરો મારા જેવી કાળી છોકરીને જ તું કેમ પસંદ કરે છે.? તારા પર તો ઘણી ફિદા છે."
"મારી બ્લેક બ્યુટી યુ સો સ્વીટ..!"કહેતાંક સોહમ બોલેલો,
" જો કાનુડાને ગોરી રાધા પસંદ કરતી હોય તો હું કેમ શ્યામલી પસંદ ન કરી શકું.?"
"રાધા છે તું મારી ભલે તું થોડી શ્યામ બની પ્રેમમાં કોઈને રૂપ રંગની કોઈ સીમા નથી નડી"
અમને અમ વર્ષો વીતતા શ્યામલી ગામડે આવી તો તેને ખબર પડી કે તેના પિતાએ તેના લગન એક સુંદર દેખાતાં સુખી પરિવારનાં છોકરાં હારે નક્કી કરી દીધા છે. શ્યામલીનું હૈયું ભાંગી પડ્યું તેના સપના વેરવિખેર થઈ ગયા.
ખાનગીમાં સોહમને મળીને વાત કરી તો સોહામના પણ એવા જ હાલ થયા સોહમે કહ્યું,
" મારી શ્યામલી રાધા તું જે નિર્ણય લે તે મને મંજુર છે પણ હું તારા હદયમાં જ રહીશ એ યાદ રાખજે. અને હા મારા હદયમાં ફક્ત તું."
"ભરોસો ખુદથી વધુ તૂટેલા દિલને ફક્ત તારા પર જ કાયમ રહે છે
તારી ખુશી જોવા માટે જ મારુ તન મન સદાય તડપતું જ રહે છે."
દર્દભર્યા હૈયે શ્યામલી પાછી ફરી. તેને મા બાપને સોહમ વિશે વાત કરી પણ તેઓ બોલ્યાં પછી ફરી ન શકે આબરૂનો સવાલ છે. એવી મૂંઝવણ વધતી રહી. શ્યામલી કોઈ નિર્ણય ન લઈ શકી હતી.
સગાઈ માટે દીકરો પરિવાર સાથે શ્યામલીના ઘેર આવ્યો પણ શ્યામલીને જોતાં જ તેનું મોઢું ઉતરી ગયું. તે બોલ્યો,
"તું પહેલેથી જ આટલી બધી શ્યામ છે.?ફોટોમાં તો બહુ રૂપાળી લાગતી હતી.? " શ્યામલી મૌન રહી કેમ કે પિતાએ તેનો એડિટિંગ કરેલો ફોટો મોકલ્યો હતો.
જોવા આવેલ જય પોતે છેતરાયો હોવાનું તેના મા બાપને ખાનગીમાં જાણ કરી પણ તેના પિતાએ કહ્યું,
"હવે થોડી શ્યામ છે તો શું થયુ.?
આખાં સમાજ વચ્ચે મેં હા પાડી છે સગાઈ રોકીએ તો મારી આબરૂ જાય સમજ્યો."
શ્યામલી અને જય સગાઈ પહેલા એકાંતમાં મળતાં જયે બધી જ વાત ખુલ્લાં દિલથી કરી દીધી કે, ' શ્યામલી મને તું ગમતી નથી મને રૂપાળી છોકરી જીવનસાથી બને તે ગમે."
હિમત ખુલતા શ્યામલીએ પણ પોતાની સોહમ વિશે બધી વાત કરી દીધી. બંનેના મા બાપ આબરૂનો સવાલ ઉભો કરી જીદ કરીને બેઠા હતાં
આ તરફ સોહમને લાગ્યું કે, 'મારે જ હિમત કરીને શ્યામલીના પિતાને કહેવું પડશે શ્યામલી વગર હું નહીં જીવી શકું અને મારા વગર શ્યામલ પણ તડપતી રહેશે." સોહમ મક્કમ મન કરીને હાલ્યો પોતાની શ્યામલીને લેવા..
ગામડે સગાઈની તૈયારી થઈ હતી બને તરફ શ્યામલી અને જય કમને જાણે શૂળીએ ચડવા જતા હોય તેવો અહેસાસ કરી રહ્યાં હતાં. હદય બેચેન હતાં.
સગાઈની વિધિ શરૂ થઈ શ્યામલીની મા અને જયની મા થોડી ચિંતિત દેખાતી હતી પુત્ર પુત્રીના ભવિષ્ય માટે એટલામાં વીંટી ફેરવવા એકબીજામાં હાથમાં આવતાં શ્યામલી અચાનક ઉભી થઈ ગઈ. બધાને નવાઈ લાગી ત્યાં અચાનક જય બોલ્યો,
"શ્યામલી ભાગ તારા સાચા પ્રેમી સોહમને વીંટી પહેરાવી દે હું પણ તને પરણવા માંગતો નથી આપણા મા બાપની જીદના કારણે આપણા બેયનું જીવતર બગડે તે પહેલા સાચું કહી દે."
સમાજમાં સોપો પડી ગયો ત્યાં જ અચાનક સોહમ હાંફતો આવીને બોલ્યો,
"શ્યામલી હું આવી ગયો છું. હું તને ખુબ ચાહું છું તારા વગર જીવી નહીં શકું તે તું જાણે છે હવે નિર્ણય તારે કરવાનો છે."
શ્યામલીએ મા બાપ સામું જોતાં તેની મા બોલી,
"બેટા તારું હદય કહે તે નિર્ણય કરજે હું તારી સાથે છું."
અચાનક જય ઉભો થઈને શ્યામલીનો હાથ પકડીને બોલ્યો,
"કમ ઓન શ્યામલી પ્યાર કિયા તો ડરના ક્યાં"
શ્યામલીએ જય સાથે જઈને બધાની વચ્ચે સોહમને અંગૂઠી પહેરાવી દીધી એટલે જય ખુશીમાં જોરથી બોલ્યો,
"હાશ... હું તો બચી ગયો...!"
સોહમ બોલ્યો, "અમારો ભવ સુધરી ગયો."
"જરૂર નથી હવે તારે ને મારે તડપતાં દૂર રહેવાની
બંનેની મા એ તાળી પાડતાં બીજા બધાએ પણ તાળીઓથી વધાવી લીધા. પિતાજીને તો બંનેની માતાઓએ દીકરા દીકરીની ખુશી માટે ખૂણામાં બોલાવી સમજાવી દીધા.
અમ શ્યામલીનું ભાંગેલ હૈયું ફરી સ્નેહથી સંધાઈ ગયું અને ઘરમાં કંસારનું આંધણ મુકાઈ ગયું...