ધુળેટીની ધૂળમાં મોટો વિશ્વાસઘાત
ધુળેટીની ધૂળમાં મોટો વિશ્વાસઘાત
ધુળેટીની ધૂળમાં મોટો વિશ્વાસઘાત
( લઘુવાર્તા )
"꧁༒ •••°💘🔪 °•••༒꧂
----- રામપુર ગામની પાંચશો ઘરની વસતીમાં સરપંચ તરીકે પ્રીતમ જીતી જતા હરિ જનાર જનકે તેને દાઢમાં રાખ્યો હતો એક દિવસ ધુળેટીના દિવસે ધતુરાના બીજ ભેળવી ભાંગ લસોટીને તેના જાણભેદું ગણાતા કાનીયા દ્વારા સરપંચ પ્રીતમ અને તેના સભ્યોને પીવડાવી દીધી એક્માત્ર તેના નીરવ્યસની નાના ભાઈ વિરમે નહોતી પીધી હતી.
ધુળેટી જામી ત્યારે ધૂળ ઉડાડી તેની આડમાં લાગે મળતા જ જનકે તેની પીઠમાં છૂરો ભોકી દીધો ઘાયલ પ્રીતમેં દગાબાજો ભાંગી જતા ઈશારો કરી નાનાભાઈ વિરમને કહ્યું હતું કે, "વિશ્વાસઘાત..!"
વિરમ ટૂંકમાં બધું જ સમજી ગયો પણ દુશ્મન જનકની જેમ રાજનીતિ કરી બિલકુલ ચૂપ રહ્યો ને યોજના ઘડતો હતો.
તેને જનક સાથે મળી તેના જાણભેદું કાનીયાને ધનની લાલચથી પોતાની તરફે કરી લીધો બીજા વરસે ફરી ધુળેટી આવતા જ એવી જ ભાંગ બનાવી કાનીયા જોડે જ સરપંચ બનેલ જનક અને તેના સાથીઓને પીવડાવી દીધી ત્યારબાદ ધૂળ ઉડાડી તેનો લાભ લઈને નશામાં ઝૂમતા જનકની સામે જઈને છૂરો તેના પેટમાં ભોકી દીધો એટલે જનક કણસતા બોલ્યો,
" વિશ્વાસઘાત...! એટલામાં તેની નજરે તેનો કાનીયો નાચતો ગાતો દેખાયો.
"દગા કિસીકા સગા નહીં કિયા ન હોતો સરપંચકી તરહ કર દેખો."
ઘૂળેટીની ધૂળમાં કેવો વિશ્વાસઘાત થયો હતો કે સરપંચની ખાલી ખુરશી હવે જાણે રાહ જોતી હતી.
----**===સમાપ્ત --==*---
