STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Classics Thriller

4  

Aniruddhsinh Zala

Romance Classics Thriller

પ્રેમ થયો પરિપૂર્ણ નોકરી મળતા

પ્રેમ થયો પરિપૂર્ણ નોકરી મળતા

2 mins
404

   પ્રેમ થયો પરિપૂર્ણ નોકરી મળતા


       ---કોલેજ કરતી સુંદર યુવતી નિકી અને અભ્યાસ પુરી કરી નોકરી શોધતા નયન વચ્ચે પ્રેમ પાંગરેલો હતો. વાત લગ્ન સુધી પહોંચતા નીકીના માતાપિતાએ તેની માતાને કે,

  "આપણે ખુબ ધનવાન મોભાદાર પરિવારના છીએ એટલે કમ સે ક્મ સારી નોકરી કરતો છોકરો જોઈએ આમ રખડતા વ્યક્તિની હારે દીકરી પરણાવી હું દીકરીનું જીવન બરબાદ નહીં કરું. "

      નિકી નયનના લગ્નની વચ્ચે નોકરીની શરત અવરોધરૂપ બની હતી. નયન ખુબ જ રઝળપાટ કરવા છતાં લાગવગ વિના નોકરી મળતી ન હોવાથી તે હતાશા અનુભવી રહ્યો હતો તો બીજી તરફ નિકી માટે બીજા છોકરાના માંગા આવતા તે નયનને નોકરી કરવા દબાણ કરતી હતી એટલે એકવાર કંટાળી નયને કહ્યું,

    "નિકી તને છૂટ છે તને ગમે ત્યાં લગ્ન કરી લેજે."

     નોકરી કાજે તૂટતાં હૈયા પ્રેમ રહ્યો મુરઝાઇ સ્વાર્થ જાગે ભીતરે તો તૂટે સદા પ્રેમસગાઈ." નિકી પણ ગુસ્સામાં પિતાજીને બીજે સગપણ માટે હા પડતા એક પૈસાદાર છોકરા રાહુલ સાથે લગ્નની વાત ચલાવી નીકીએ બિન્દાસ્ત પોતાના પ્રેમી નયન વિશે રાહુલને વાત કરી દીધી.

   એકવાર નિકી સામેથી રસ્તામાં નયન નોકરીની શોધમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે નિકીને જોઈ તેની આંખો ભીની થઈ ગઈ. તેને પછળ જોવા જતા એક બાઈક સાથે ટકરાઈ ગયો. નીરજને ઘાયલ જોઈ નિકી હોશ ગુમાવી દોડીને તેને ઉભો કરી ઘાવ લુછતાં બોલી,

   "સાવ ગધેડા જેવો છે હજીય સુધર્યો નહીં નોકરી પાછળ ગાંડો બની ગયો છે મારાં માટે જ કરે છે ને તું આટલી બધી દોડધામ?"

    નયન રડી પડતા નિકી તેના આંસુ લુછતાં બોલી,

  "સોરી નયન..! ભૂલ મારી જ હતી. મારે પિતાજીની કોઈ શરત માનવી જોઈતી ન હતી. માં બાપની મર્યાદા રાખવામાં હું મારાં પ્રેમીને દુઃખ આપી રહી છું તે ભુલાઈ જ ગયું. હવે ભલે નોકરી મળે કે ન મળે હું ફક્ત તારી જોડે જ લગ્ન કરીશ ભલે માં બાપને અને ઘરથી પણ દૂર રહેવું પડે. "

   એટલું બોલી નિકી ઘાયલ નયનને ઘેર મુકવા ગઈ. નયનના માં બાપ બધી વાત જાણતા હોવાથી તેમને નિકીને જોઈ નવાઈ લાગી કેમ કે તેની તો બીજે લગ્નની વાત ચાલતી હતી. તેઓ પણ બારીએથી જોવા લાગ્યા. આંગણામાં આવીને નિકી બોલી, "ઓયે ગધેડા એકવાર તો ગળે લગાવ તારા માટે બધું જ હવે છોડવા તૈયાર છું. નયન બોલ્યો,

   "નિકી સાચું કહું તો હું તારા માં બાપની ઈચ્છાને પુરી કરવા માગતો હતો પણ નોકરી સારી મળતી જ નથી."

    ભાવવિભોર બની નિકીને એટલામાં ટપાલીની ઘંટડી રણકી નયને આપેલ કવર ખોલીને જોતા સારી જોબ મળી ગયાના ખુશીના સમાચાર નયને અશ્રુભરી આંખે નિકીને પત્ર આપતા વાંચીને નિકીની ખુશીની પાર ણ રહ્યો. નયને પોતાની બાહો ફેલાવી અને નિકી દોડીને નયનની બાહોમાં સમાઈ ગઈ.

  "  અંતર મટ્યું સઘળું મનનું હૈયા બન્યા હેતે એક

 પ્રીત પાવની સદા સુખદાયી નીપજે ઝાઝો નેહ "

     બારીમાંથી જોતા માતાપિતા પણ નોકરી અને વહુ મળવાના ઉમંગથી હરખાઈ ગયા. નીકીએ પિતાજીને વાત કરતા માતાપિતાએ લગ્ન માટે સંમતિ આપતા બંનેના ધામધૂમથી લગ્ન થઈ ગયા. આમ પહેલી નોકરી મળતા પહેલો પ્રેમ પણ પરિપૂર્ણ બની ગયો.

            સમાપ્ત 


Rate this content
Log in

Similar gujarati story from Romance