દુલ્હને જાળવી ખોરડાની ખાનદાની
દુલ્હને જાળવી ખોરડાની ખાનદાની
દુલ્હને જાળવી ખોરડાની ખાનદાની
"꧁༒ •••° °•••༒꧂
----સુમન પોતાનાં ઓરડે બેસી ડાયરી લખીને મનોમન ભૂતકાળ જોઈ હસી રહી હતી.
દશ વર્ષ પહેલા નાનપણમાં સુમનના મા બાપ ગુજરી ગયેલ હોવાથી તે કાકાના ઘેર રહેતી હતી. સહુ તેને સુમલી કહેતાં.
બચપણથી જ તેને કુસ્તીનો શોખ હતો સ્કૂલમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલ હતી. કાકી એક દિવસ વ્યંગમાં કાકાને બોલેલાં,
"આ તમારી સુમો પહેલવાનને હવે ઝટ પરણાવી દયો પછી ભલે સાસરિયા હારે કુસ્તી કરે."
કાકાએ શોધખોળ કરી પણ સંજુ નામનો શોધેલ છોકરો દારૂ બહુ પીતો હતો. તોય કાકીએ કહેલું,
"હવે જેવો છે તેવો પરણાવી દયો ને આ ગળામાંથી ગાળિયો છૂટે રોજ નવા ઝગડા કરાવે છે આ તમારી સુમલી."
કમને કાકાએ હા પાડતાં સંજુ હારે સુમલીના લગ્ન કરાવી દીધેલા. સંજીયો તો ખુબ જ દારૂડિયો નીકળ્યો અને સુમલી પર દાદાગીરી કરવા લાગ્યો મારઝૂડ પણ કરતો હતો
તેની સાસુ બોલ્યાં, "વહુ બેટા સુમન. આ પીટ્યો સંજીયો ખુબ સમજાવા છતાં સુધરતો નથી આપણા ખોરડાની ખાનદાની અકબન્ધ રાખવા હવે તું જ કાંઈ મંતર મારીને સુધાર."
સુમલીએ સુધારવાનો પ્લાન બનાવી દીધો રાત્રે સંજીયો દારૂ ઢીંચીને લથડતો ઓરડામાં આવ્યો કે સંજુએ લાજ છોડીને દારૂની સુગંધ લીધી અને પછી પહેલવાન બની ગઈ સંજિયાને ઉપાડીને ગોળ ગોળ ફેરવીને ઢોલિયામાં પટક્યો અને ટાંટીયામાં દોરડું બાંધી ખિચતા ઊંધા માથે ઉપર પાટડા હારે લટકાવી મોઢે ડૂચો દઈને નિરાંતે સુઈ ગયેલી.
સવારે વહેલી પરોઢે સુમલીએ ઉઠીને દોરડું છોડી પતિ સંજુને છોડી કાન પકડી બોલી,
"માફ કરજો દારૂની સુગંધ આવતાં મારી અંદરની કુસ્તીબાજ સુમલી પ્રગટ થતાં હું ભાન ભૂલ
ી ગઈ. વાંક મારો નહીં આ દારૂનો છે."
અવળી ફરીને મલકતી જતી સુમલીને જોતાં જ રાતની વીતવેલ પળો યાદ આવતાં જ સંજુનો દારૂનો શોખ કાયમ માટે છૂટી ગયેલો.
આંગણામાં વાંછીદુ વાળતી વહુને સાસુએ પૂછેલું, "વહુ બેટા આ સઁજુડાને સમજાવ્યો કે નહીં."
"હા મા કોશિશ તો કરી છે હવે મેહનત કેટલો રંગ લાવે ઈ જોયા પછી ખબર પડે."
બીજા દિવસથી સંજુ સવારે તૈયાર થઈને ગયેલો સાંજે આવતાં બોલ્યો હતો,
"મા મેં દારૂ આજથી છોડી દીધો અને કાલથી એક નોકરી પણ બાજુના શહેરમાં જોઈન કરી લીધી છે. "
"વાહ મારા દીકરા ખુબ જીવો મૌજ કરો. "
કરતા સુમલી તરફ જોઈને સાસુ બોલ્યાં,
"વહુ એવી તો કઈ તરકીબ વાપરી કે એક જ દિવસમાં પતિને સુધારી દીધો.?"
સુમલી લાજમાં ચૂપ રહેતાં સંજુ બોલ્યો,
"ઈ તો મા એને દારૂની એલર્જી થઈ જાય છે એટલે." સુમલી લાજમાં હસ્તી દોડીને ઓરડામાં ગઈ અને પાછળ પતિ આવતાં સુમલી પાસે ગઈ તો ગભરાટમાં સંજુ બોલ્યો,
"અરે જો આજ મેં દારુ સાચે જ પીધો નથી."
સુમલીએ હસીને પતિને બધી જ પેટછુટ્ટી વાત કરી દઈ અને માફી પણ માંગી લીધેલી એટલે સંજુએ ખુશ થઈને પોતાની વ્હાલી સુમલીને બાહોમાં દબાવી દીધેલી.
આમ એક અનાથ દુલ્હન બનીને આવ્યા બાદ પતિને સુધારીને ખોરડાની ખાનદાની જાળવીને સહુને પોતાનાં કરી લીધા હતાં.
અચાનક બારણે અવાજ આવતાં સુમન ભૂતકાળમાંથી જાગીને સારી પોસ્ટ પર નોકરી કરતો પતિ સંજુ આવતાં તેનું સ્વાગતમ કરવા હેતથી બારણાં તરફ દોડી. બારણું ખોલતા જ હાંફતી સુમનને જોઈ પતિ બોલ્યો,
"અરે સુમલી પહેલવાન ધીરે દોડ. હવે તું બે બાળકોની મા બની છે અને મેં દારૂ તો છોડી દીધો છે એટલે કુસ્તી કરવાની જરૂર જ નથી."
સુમલી શરમાઈને વ્હાલા પતિને વળગી પડી
અનાથ દુલ્હનની લખેલા ડાયરીના પાનાં સુખના પવનથી ખખડીને જાણે હસી રહ્યાં હતાં.