Shraddhaben Kantilal Parmar

Abstract Romance Action

3.5  

Shraddhaben Kantilal Parmar

Abstract Romance Action

વરસતી બુંદો

વરસતી બુંદો

1 min
82


વરસતી બુંદો 


આ વરસતી વાદળી કંઇક કહેતી હોય એમ લાગે છે. આ સુના મનને મોહી રહી હોય તેમ લાગે છે. ભીંજાયા વિના પણ દિલને સ્પર્શી જાય છે મન કેરા મહેલે આવી કોઈ અજાણ્યું આમ જ વસી જાય છે, જેને જોતા જ અરમાનો અંતરમાં જાગે છે, ખુલ્લી આંખે પણ સામે ઊભેલા હોય એવો આભાસ દિલને વર્તાય છે.


સોળે કળાએ ખીલી ઊઠે છે મનડું. મનમાં થનગનાટ નાચી રહે છે. પ્રેમના અંકુશો ફૂટી નીકળે છે. બસ તેના રંગે રંગાઈ જવા હૈયું અધીરું બને છે. આંખની સામે એનો એક ચહેરો મલકે છે, જોઈ એમને દિલ ઘાયલ થાય છે.


લાગણીના ફૂલોની વસંત છવાતી જાય છે. પ્રેમનાં અહેસાસથી હૈયું તત્પર બની જાય છે. યાદોના વાદળા ઘેરાયા છે ને યાદમાં ચોધાર આંસુની વરસાદની વરસતી બુંદો કાળજું કંપાવતી જાય છે. જોઈ એમને મનને શાતા મળી જાય છે હૈયે હરખના મોતી પથરાય છે. બસ આમ જ આં વરસાદની વાદળી વરસી જાય છે ને યાદોના વાદળા ઘેરાયા છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract