Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

4.0  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

મુશળધાર

મુશળધાર

2 mins
209


મુશળધાર વરસાદ વરસતો હતો. વીજળીનાં ગડગડાટ થઈ રહ્યા હતા. હું વરસાદમાં છત્રી લઈને જઈ રહી હતી, અચાનક પવનનો વેગ વાયો ને મારી છત્રી કાગડો થઈ યઊડી ગઈ. છત્રી પકડવા થોડે સુધી દોડી પણ તે નદીમાં પડી તણાઈ ગઈ.

ત્યાં ઊભેલા એક યુવાન સાથે મારી મુલાકાત થઈ. તેણે મને છત્રી ધરી ને તેણી આંખોમાં નેકી છલકાતી હતી પણ અજાણ્યા લોકો પાસે મદદ કેવી રીતે લેવી એવો સંકોચ મનમાં થતો હોય. હું છત્રી લીધા વિના આગળ બસ સ્ટેન્ડ પાસે ઊભી રહી ને બસની રાહ જોવા લાગી. તે યુવાન મારી પાસે આવી ઊભો રહ્યો. વરસાદનાં કારણે બસ દેખાતી ન હતી ચારેકોર ધુમ્મસ છવાયેલું હતું.

સાંજના સાત વાગ્યા હતા હું વરસાદમાં પલળી ગઈ હતી. ધોધમાર વરસાદ વરસતો જ જતો હતો. તે યુવાને મારી સામે જોઈ હળવું સ્મિત ચહેરે મલક્યું ને છત્રી આપી. સંકોચ સાથે છત્રી લેવાનો ઇન્કાર કર્યો. ત્યાં બસ આવતી દેખાઈ એટલે થોડી રાહત થઈ, બસમાં બેસી હું ઘરે આવી. બીજે દિવસે કોલેજ જતાં ફરી તે યુવક સાથે મુલાકાત થઈ હતી. તે મારી જ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જયારે હું લાઈબ્રેરીમાં વાંચતી હતી ત્યાં અચાનક મારી નજર યુવક પર પડી તે એક ગરીબ માણસને મદદ કરતો જોઈ મને આનંદ થયો. આજકાલની વ્યસ્ત દુનિયામાં લોકોને કોઈના માટે સમય નથી ને આ યુવક લોકોની મદદ કરે છે.

મને તેના વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ. હું એનસીસીના કેમ્પમાં ગઈ ત્યાં શિક્ષકોનાં મુખે તેની ઘણી પ્રસંશા સાંભળી તેના માટે મારા મનમાં લાગણી થઈ. સમય જતાં અમે એકબીજા સાથે વાત કરતા ક્યારે કોઈ ટોપિક પર ચર્ચા કરતા તો ક્યારેક વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ભાગ લેતા. 

આમ, અમારી વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. ક્યારેક કોઈની મદદમાં હું તેની સહાય કરતી ને આનંદ અને સંતોષ અનુભવતી હતી. મુશળધાર થયેલી મુલાકાતમાં એક પવિત્ર મિત્રતા છવાઈ ગઈ. જયારે કોઈની સહાય કરવાની હોય ત્યારે મળીને મદદ કરતા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract