Shraddhaben Kantilal Parmar

Inspirational

4.0  

Shraddhaben Kantilal Parmar

Inspirational

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
123


રાખડીના તાંતણે બાંધી મેં સ્નેહની ડોર. હેતથી ઝુલાવજે ભાઈ મારા આ રક્ષાબંધન હેલ. સૂતરની બાંધી છે કાંડે રાખડી મે ભાઈ. રક્ષાસૂત્ર છે તારું દરેક આફતથી બચાવીને રાખશે તને. 

કુમકુમ તિલક કરી ચોખાનાં વધામણાં કર્યા ને આરતી ઉતારી તારી સફળતાની કામના કરી છે. ખુશીનું ઉપવન જીવનમાં ખીલે, હસીની કળીઓ મહેકતી રહે. આકાશથી ઊંચી કીર્તિ થશે. સુખ શાંતિ છલકતી રહશે. ધનવૈભવનો વાસ થશે ઘર તમારા. જીવન સ્નેહથી દીપશે. રાખડી એ ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમનું પ્રતીક છે. કોઈ ઉપહાર ભલે તું ના આપે બસ મારી રક્ષાનું એક વચન આપજે. જયારે સાદ કરું ભાઈ તું મારે પડખે ઊભો રહેજે. મારા સુખ નો સહારો બનજે. જ્યારે કંઇક ન કરી શકે તો હું સાથે છું બસ એમ કેજે મારા માં હિંમત આવશે.

નાની નાની વાતોમાં જે હમેશા ઝઘડિયા કરતો ભાઈ બહેનનાં પર આફત આવતા તે રડી પડે છે. બહારથી અડીખમ વૃક્ષ જેવો ઊભો રહે છે. બહેનની રક્ષા કાજ તે ચિંતા કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational