Shraddhaben Kantilal Parmar

Abstract Romance

4.0  

Shraddhaben Kantilal Parmar

Abstract Romance

દીવાનગી

દીવાનગી

2 mins
127


ઘરની ગલીમાં એક ચહેરો ચમક્યો. ચાંદ જેવો આકર્ષક લાગ્યો સ્વભાવે શીતળ છાંય લાગ્યો. બાળકો જોડે છબછબિયાં, ફૂલ જેવી સ્મિતનો ઝણકાર થયો લાગ્યો. જોતા આંખો ત્યાં જ અટકી ગઈ, એની આંખોમાં કંઈક અજીબનો જાદુ લાગ્યો. પોતાનો હોવાનો અહેસાસ દિલમાં જાગ્યો.

કોઈ અચાનક અજનબી ચહેરો સપનામાં આવી મલક્યો. કોણ જાણે આ કેવો અહેસાસ હતો. જે પહેલી વાર નજર સામે ભટકો. સવાર થતાં એને જોવા હું અગાશી પર જતો એણે જોઈ એની સાથે વાત કરવાનું મન થતું, પણ અચાનક કોઈ અજાણ વ્યક્તિ સાથે વાત કરવાની હિંમત ના ચાલી એટલે બસ જોઈ પાછો ઘરમાં આવી ગયો. આ અહેસાસ દિલને હચમચાવી રહ્યો હતો. ખબર નહિ કેમ એની તરફ ખેંચતો જ જતો હતો. 

જ્યારે એ ગલીમાંથી પસાર થતી તેની પાયલનો સ્વર મારા કાનોમાં ગુંજતો એ રણકાર સંભળાય એટલે હું તરત બહાર દોડી જતો.ખબર નથી કે આ પ્રેમ હતો કે આકર્ષણ હતું. બસ જોતા જ મારી નજર એના પર જ ઠમી જતી. નવો નવો અહેસાસ ને નવી જ લાગણી દિલમાં ઉદભવતી હતી. તેની સાથે વાત કરવા મન ઝંખતું હતું પણ હિંમત ન ચાલી.

આમને આમ એક વર્ષ વીતી ગયું. એક દિવસ અચાનક એ અજાણ ચહેરો જેનું હું નામ પણ નથી જાણતો હતો. તે ગાયબ થઈ ગયો. મે તેને શોધવાનો પ્રયત્ન ઘણો કર્યો પણ ક્યાંય ન મળ્યો. હું અંદરથી તૂટી ગયો. મારા ભીતર ચાલેલા તોફાન વિશે કોને કહું એ મૂંઝવણમાં હતો. મારી હાલત મૃગજળ જેવી થઈ ગઈ હતી.. જ્યારે ઝાંઝરનો ઝણકાર સંભળાય ત્યારે મને લાગે કે એ છે ને હું ભાગી તેને જોવા જતો તો કોઈ ન મળતું. આખી ગલીમાં એના ભણકારા થતાં હતાં. 

જેમ તેમ કરી ખુદને સાંભળી તો લીધી. આજે પણ તેનો ચહેરો નજર સામે આવી જાય છે. એનું સ્મિત દિલને ધાયલ કરી દે છે.બસ શમણું સમજી દિલને સમજાવું છું. એની દીવાનગીમાં ક્યારે ઝૂમી ઊઠું છું. એ લાગણી હતી કે પ્રેમ નથી ખબર પણ એનો અહેસાસ દિલને સ્પર્શી ગયો છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract