Shraddhaben Kantilal Parmar

Abstract Romance Inspirational

3.0  

Shraddhaben Kantilal Parmar

Abstract Romance Inspirational

મેહ ને ધરતીનું મિલન

મેહ ને ધરતીનું મિલન

1 min
38


મોસમ ખુશનુમા રહે છે લાગે મને વરસાદની રાહ જુએ છે. ચાતક નજરે નિહાળી આભને વાદળી મહીં વરસાદને સાદ કરતો હશે. ધરતી પણ તરસી ગઈ છે મિલને કયારે તો થશે મિલન એવું વિચારી રાહ જોતી હશે. વરસતાં વરસાદમાં પ્રેમના પગરવનો અણસાર દિલમાં થશે, છલકાતી જાશે નયન ને હોઠ પર સ્મિત બની કોઈ બેઠું હશે.

ઢળી સાંજ ને મિલ ચાંદનું થયું. ઉજાસ પ્રેમનો સાક્ષી પૂરે આજ. પિયુ મિલન તડપે છે જોઈ સાદ કરે આભ. વરસ હવે ઓ વાદળી તરસે છે મિલન ને ધરતી ને આભ. રાહ જોઈ દુલ્હન બની બેઠી ધરતી કયારે આવશે વાજતાગાજતા આભ સાથે મેહ. લીલા રંગનું પાનેતર ઓઢી રાહ જોવે છે પિયુ મિલનની. " શ્રધ્ધા " રાખી છે થશે મિલન આજ એમ.

મારી ગઝલનાં સથવારે કોઈ ચાહતું હશે,

પિયું ! મિલન માટે ચાતક કેટલું તરસતું હશે....

આંખોમાં એની પણ કોઈ છલકાતું હશે,

સ્મિત અમથું જ નહીં હોઠે મલકાતું હશે....

જોઈ ઢળતી સાંજને વરસવાનું મન થતું હશે,

આમ જ નહી ધરતીને મેઘનું મિલન થતું હશે....

આભ તરફ નજર કરી સાદ વ્હાલથી કરતું હશે,

એક ઝલક જોવા " શ્રદ્ધા "કોઈ તો તડપતું હશે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract