ઘરડી મા
ઘરડી મા
ઘરડી મા લાકડીના સહારે જિંદગી જીવી રહી છે, સપનાં વિખરાયા ને ઉંમર વધતી ગઈ. ઘડપણની લાકડી મારા દીકરાને માનતી હતી પણ સમય જતા એ તૂટતી ગઈ. જ્યારે યૌવનના ઉંમરે પગ મૂક્યો હતો ત્યારે સ્વપ્નોની સુંદર દુનિયા ઘડી હતી દીકરાના મોજ - શોખ ને ભણતરની પાછળ પૈસા ખર્ચતી હતી. ખબર જ ન પડી કે પરિવાર ને દીકરામાં ક્યારે હું વ્યસ્ત થઈ કે ખુદનાં સપનાઓ ભૂલી ગઈ.
લોકોના ઘરોમાં કામ કરી, ખેતમજૂરી કરી દીકરાના સપનાં સાકાર કરવાની જિદ ઠાની હતી. સમય જતાં જતાં દીકરો ખૂબ સફળ થતો ગયો, ભણવા માટે વિદેશ ગયો તેની ખુશી માટે આંખોમાં આંસુ સમાવી વિદેશ ભણવા મોકલ્યો. હું ગામમાં એકલી જેમ તેમ કરી દિવસો કાઢવા લાગી, વધતી જતી ઉંમરના લીધે તબિયત પણ બગડતી હતી.
વિદેશમાં ગયેલો દીકરો ખાઈ - પી મોજ રહેતો. ત્યાં સારી છોકરી સાથે લગ્નજીવનમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તે પોતાની ઘરડી મા ને ભૂલી ગયો. ભૂલી ગયો કે જે મા એ પેટ પર પાટા બાંધીને મોટો કર્યો ત
ે તેનું ઋણ અદા કરવાનું ભૂલી ગયો. મા ની આંતરડી કકળતી હતી દીકરાની ચિંતામાં મા અડધી થઈ ગઈ હતી. કયારે પોતાનો દીકરો ઘરે પાછો ફરશે એ વિચારતી હતી. કહેવાય છે મા તો મા હોય છે જે કોઈ ગામમાંથી વિદેશ જાય તેને સંદેશો કહેતી કે મારા પરદેશમાં રહેતા દીકરા ને લેતાવજો ના આવેતો એના હાલ પૂછતા આવજો. તે મજામાં તો છે એવા સમાચાર મારા લાડકાને આપજો.
મારા દીકરાને કેજો એની માની આંખલડી તરસી ગઈ છે જોવા તને. ઘરડી મા ને એકવાર મળવા આવે સમય કાઢી. બસ આટલું કહેતા કહેતા આંખોમાંથી અશ્રુધારા વહી જતી. ધીમે ધીમે તે મરણ પથારીમાં પડી ત્યારે તેની આંખો આમતેમ પોતાનાં દીકરાને જોવા અધીરી બની. વિદેશ ગયેલો દીકરો કયારેય પાછો આવ્યો નહી.
અંતે મા ની આંખોમાં દીકરાને જોવાની આતુરતા અધૂરી રહી ને તે મૃત્યુ પામી. વિદેશમાં મોહી પડેલા દીકરાને આનો અણસાર પણ ન આવ્યો. વિદેશી દુનિયામાં લોકો એટલા મોહી જાય છે કે તેને પોતાનાં માવતર પણ યાદ નથી આવતા.