STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Children Stories

2  

Shraddhaben Kantilal Parmar

Children Stories

પિતાનું વાત્સલ્ય

પિતાનું વાત્સલ્ય

1 min
10

નારિયેળ જેવી કાયા તમારી મલાઈ જેવું દિલ. ગુસ્સો કરો લાડ લડાવવો આમ જ હોય પિતા હેત. પિતા જેવું વ્હાલ બીજે ક્યાંય ન મળે એમની છત્રછાયામાં ક્યારે કષ્ટ ન પડે. દુઃખના ઘૂંટડા ખુદ પી ને અમૃત કેરી વાદળી વરસાવતાં. માંગ્યા વિના દુનિયાની ખુશી છલકાવી દેતા ઘણા ભાગ્યથી પિતા મળતા. આંખોમાં બાળપણની સ્મૃતિ દેખાતી, ઘણા લાડકોડથી ઉછેરી મને. સાત પેઢી પછી દીકરી થઈ એમને કુળમાં અવતરેલી. જોઈ મને તેમના ચહેરા પર ખુશી છલકતી. પિતાની હું શ્રધ્ધા કહેવાતી. 

પિતાનું વ્હાલ હું પામતી ને ખુદની જાતને ધન્ય માનતી. ખભે બેસી આખું ગામ હું ફરતી. રમકડાંની તો જાણે ઘરમાં દુકાન જામતી. નીત નીત રોજ સવારે મમ્મી સાથે પૂજા કીર્તન કરતી સ્મરણ કરી પ્રભુનું ને પછી હું સ્કૂલમાં પપ્પા સાથે જતી. આમ મારી જિંદગી ફૂલોના ઉપવન જેમ ખીલતી કળીઓ સાથે હું બેનપણી કરતી. ભણતી , રમતી ને મોજ કરી મારી જીંદગી માણતી. ઘરની હું પરી કહેવાતી.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్