Shraddhaben Kantilal Parmar

Classics

3  

Shraddhaben Kantilal Parmar

Classics

રેફરન્સ બુક જીવનની

રેફરન્સ બુક જીવનની

1 min
189


આંખોમાં લઈને બેઠી છું હું આજ યાદોની રેફરન્સ બુક. કેટલીક મીઠી યાદો નજર સામે આવી ઊભી છે વિતાવેલા દિવસોની યાદ કેટલી સુંદર હતી. મિત્રોની વાતો, દાદા - દાદીની વાર્તાઓ, ગામના પાદરે હીંચકા ખાવાની મજા, ઉનાળામાં ખરા તડકામાં ખેતરમાં રખડવાની મજા, નવરાત્રીમાં ગામના ચોકે ભરાતા મેળામાં ભમવાની તો કંઇક અલગ જ મજા હતી. આખો દિવસ વગર કામની વાતો કરતાં ઘર આંગણે જુદી જુદી રમતો રમતા હતાં. 

મારી રેફરન્સ બુકમાં ઘણી યાદોનો સંગ્રહ કરેલો છે. વરસતાં વરસાદમાં કાગળની નાવડી બનાવતાં ને પાણીમાં તરતી મૂકતા વહેતી હોડીને જોઈ કેટલો આનંદ થતો. હસતા રમતા ને ભણતાં જીવન જીવવા હતા. અમે નાનકડા બાળ કેટલા વ્હાલાંને જગથી નિરાળા હતા .

વર્ષો પછી યાદોની રેફરન્સ બુક ઉઘાડી છે એમના પર જામેલી ધૂળને ખંખેરી જીવનની સાચી શોધી છે. ખિસ્સામાં બહુ પૈસા ન હતાં પણ ખુશી અઢળક હતી જીવનમાં. હસતાં રમતાં અનોખું જીવન જીવતાં હતાં. મા - બાપના વ્હાલમાં ભીંજાતા હતા. આજ જવાબદારી ઘેરી વળી છે મા - બાપથી દૂર થવાનો અફસોસ સતાવે છે, પણ સમાજની રીત કેવી કપરી છે દીકરીને માવતરથી અલગ કરે છે. 

મારી રેફરન્સ બુક યાદોમાં લાગણીના પ્રવાહમાં વહી રહી છે. યાદ આવે છે માવતરના ઘરે કરેલા જલસા. યાદોનો સંગ્રહ કરી રેફરન્સ બુકને બંધ કરું છું. આ છે શ્રધ્ધાના જીવનની યાદગાર ક્ષણોની રેફરન્સ બુક.


Rate this content
Log in

Similar gujarati story from Classics