STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Inspirational

જન્મદિન મુબારક હો

જન્મદિન મુબારક હો

1 min
147

આકાશથી વર્ષા પુષ્પોની કરી જ્યારે તું અવતર્યો આ ધરતી પર મારા વીરા. ખુશી કેરી કિલકારી ગુંજી ઉઠી જ્યારે તે હસી ને પડકાર નાખ્યો. દિલમાં સમાય નહિ એટલી ખુશી હતી એ ઘરમાં જે ઘરમાં તું જન્મો મારા ભઇલા.

આજે તારો જન્મદિન છે પણ આપવા માટે મારી પાસે કંઈ નથી પણ હા દિલથી દુઆ કરું છું ભગવાનને જેને મને પિતા જેવું વ્હાલ ને મિત્ર જેવો સાથ આપ્યો એવા મારા ભાઈને દુનિયાની બધી ખુશી મળે, આકાશથી પણ ઊંચી એની કીર્તિ રહે, ચેહરા પર સદા હસી છલકાતી રહે. આખી દુનિયાની ખુશી ને પ્રગતિ તમારા ચરણ ચૂમે. આરોગ્ય સારું રહે કાયમ એ જ કરું છું ભગવાનને પ્રાર્થના હું.


મા જેવો જ પડછાયો છે તું,

પિતા જેવું વાત્સલ્ય છે તારું.


મિત્ર જેવો સાથ છે તારો,

સૂર્ય જેવું જ તેજ છે તારું.


આકાશ જેવું દિલ છે તારું,

ચંદ્ર જેવી શીતળ છાયા છે તારી.


સ્નેહ જેવો મધુરો રણકાર છે તારો,

અમી ભરેલી વાણી છે તારી.


ખમ્મા મારા લાડકવાયા વીર તને,

જુગ જુગ જીવો મારા વ્હાલા ભાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational