શિવ ભક્તિમાં લીન બન્યા ભક્તો
શ્રાવણ માસમાં પૂરી શ્રધ્ધાથી મન શિવ ભક્તિમાં લીન બન્યા. ભક્તો કેરો નાદ ગુંજી ઉઠ્યો. મંદિરમાં ભક્તો કેરી પૂજા અર્ચના કરી. પુષ્પ, તલ, બીલી,ધતૂરો ,દૂધ ને પાણી કેરા અભિષેક કર્યો. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો યથા શક્તિથી પૂજા કરે છે. મેઘરાજા એ આવી શ્રાવણમાં ધીમી ગતિએ પધરામણી કરી. ભક્તોના મન પ્રફુલ્લિત થયા ને શિવ સ્ત્રોતમાં તલ્લીન થયાં. શિવમહા પુરાણનો મહિમા ગવાયો.
શિવજીનો વાસ કણ કણમાં સમાયો, દરેક મનુષ્યના હૃદયકમળમાં શિવજીનો નિવાસ છે. શિવથી આધીન સૃષ્ટિ સારી એવો પ્રતિતાપ છે. કંઠે વિષ ધર્યું એવા ભોળાનાથ ને નમન છે. જે શિવમહા પુરાણ સાંભળે તે જ્ઞાની વૈરાગ્યથી યુક્ત કલ્યાણકારી - પાવનકારી યુક્ત છે.
સૃષ્ટિકર્તા શિવનો મહિમા વિશ્વમાં શ્રાવણ માસમાં વધુ જોવા મળે છે. મંદિરોમાં ભકતોનું ભીડ રહે છે. શિવની ઉપાસના કરી તેમનું ધ્યાન ધરવામાં આવે છે. મન અને શરીરના રોગો દૂર કરી શાશ્વત આત્માની શાંતિનો અનુભવ કરાવે છે. આમ, છતાં જીવનનાં કેટલા કોયડા ઉકેલ આવે છે કષ્ટમય જીવન મંગલમય બને છે. જ્યાં શિવની આરાધના થતી હોય ત્યાં તીર્થોનો વાસ હોય છે. મહાદેવને દેવોના દેવ કહીને તેમની અર્ચના કરવામાં આવે છે, શ્રાવણ માસમાં જે મન કર્મથી ભોળાનાથની પૂજા અર્ચના કરે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મૃત્યુંજય મંત્ર નો ૧૦૮ વખત જપ કરવાથી મૃત્યુ પર પરાજય મળે છે. જે કોઈ શિવજીના શરણમાં જીવન અર્પણ કરે છે તેની દરેક પેઢીનો ઉદ્ગાર થાય છે. શિવ જપ જે કરે તેના બધા પાપો નાશ પામે છે ને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
કોઈપણ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ ૧૦૮ વાર કરે તેનું કલ્યાણ થાય છે. શિવલીંગ પર બિલિપત્ર કે ધતુરાનું પુષ્પ ચડાવવાથી શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શંકર, ભોળાનાથ, મહાદેવ , ભૂતેશ્વર , કૈલાસવાસી આદિ નામથી શિવજીનો મહિમા ગવાયો છે. ગંગાજી અને ચંદ્રને શિવજીએ જટામાં ધારણ કર્યાં છે. શ્રાવણ માસમાં શિવજીનો મહિમા વર્ણવ્યો છે. સાચા મનથી ફૂલ કે પુષ્પની પાંખડી અર્પણ કરો કે જળાભિષેક કરો તો પણ શિવ રીઝે છે ને તેમની દયા દૃષ્ટિ રાખી તમને આશીર્વાદ આપે છે.
માટીમાંથી નાના નાના એમ ૧૦૮ શિવલીંગ બનાવીને તેની પૂજા અર્ચના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળ મળે છે.
આમ, પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવની પૂજા આરાધના કરવાથી મનને શાંતિ ને મનુષ્ય અવતારની મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવની ઉપાસના કરવાથી ભવો ભવનો ઉદ્ગાર થાય છે. મહામત્યુંજય મંત્રનું સ્મરણ કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે.