Tirth Shah

Classics Fantasy

4.5  

Tirth Shah

Classics Fantasy

વરસાદની લાગણી

વરસાદની લાગણી

6 mins
385


વરસાદની ઋતુ પણ દરેક વ્યક્તિના સ્વભાવ પર જતી હોય છે. જેમકે, ધીર ગંભીર સ્વભાવ ધરાવતાને ધીમો અને ઝરમર વરસાદ ગમે સામે આક્રમક મિજાજ હોય તેવાને આક્રમક વરસાદ ગમે. એવીજ રીતે લોકો પર હેતની હેલી કરતા હોય તેવા લોકોને વરસાદની હેલી ગમે. ઘણા માત્ર કડાકા જેવા હોય એમને માત્ર ભડાકા વરસાદ ગમે.

 પણ, પ્રશ્ન એજ દરેકને કોઈક ને કોઈ રીતે વરસાદની ઋતુ ગમે જ ગમે.

"મમ્મી મારુ ટિફિન રેડી છે ને ? મારે આજે પહેલો દિવસ છે અને મારે કોઈ હિસાબે લેઈટ નથી કરવું અને મારે મારી સારી છાપ બનાવવવાની છે." એમ પચીસેક વર્ષનો તરંગ મહેતા તેની મમ્મીને કહે છે.

"બેટા, વાતાવરણ ગોરંભાયુ છે અને કાળા ડિબાંગ વાદળો આવી ગયા છે તેમજ મને લાગે છે આજે તૂટી ના પડે તો ઘણું સારું. તું બને એટલો વહેલોજ નીકળી જજે અને મને પહોંચ્યા પછી એક કોલ કરી દેજે! " એમ તરંગની માતા સુધા બહેન બોલે છે "

આવજો જજો કહી તરંગ તેના ફ્લેટની નીચે આવે છે. વિચારે છે ક્યાં રેઇનકોટ પહેરું ના સારું લાગે, અને વરસાદ તો હું પહોંચીસ પછીજ આવશે ! એમ વિચારી વગર રેઇનકોટે અને વગર હેલ્મેટે બાઈક લઈ નીકળી જાય છે. તેના ઘરેથી ઓફીસ લગભગ પાંત્રીસેક મિનિટ થાય. સમય કરતાં વહેલો નીકળી જાય છે. હજુ ઘર બહાર નીકળ્યો ત્યાં એને યાદ આવ્યું મેં ડોક્યુમેન્ટ્સ લીધા નથી, એ ચેક કરવા માટે બાઈક બાજુમાં ઉભું રાખી જોવે છે અને તરતજ ઘરે ભાગે છે. ત્યાં એની દસ મિનીટ બગડી જાય છે. ડોક્યુમેન્ટ્સ લઈ ફરી એજ ઉત્સાહમાં નીકળી જાય છે. એજ ઉમંગ અને જોમ...

આ બાજુ, વરસાદ પણ સખત અંધાર્યો છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે જોડે વીજળીના ચમકારા થવા લાગ્યા છે અને તેમ લાગે રાતના આઠ વાગ્યા હોય તેવું અંધારું થયું છે. તરંગને પણ અંદરખાને ડર લાગે છે ક્યાંક પલળી ના જાઉં ? મનમાં વિચારે છે એ તો પહોંચી જાઉં પછી વરસાદ વરસે તો સારું....એમ મનમાં પોતાને પોઝિટિવ રાખી બાઈક ભગાડે છે.

ધીરા ધીરા વરસાદી ફોરાં પડવાના ચાલુ થયા છે. અમુક અમુક છાટા પડે છે. જોરદાર પવન ફૂંકાયો છે અને કડાકા ચાલુ થયા છે. એ વિચારી હું મારું બાઈક વધુ ઝડપે ચલાવું છું. મારો શર્ટ પણ સહેજ ભીનો થયો હોય છે અને બાજુમાંથી નીકળતી ગાડીઓ કાદવ ઉડાડે છે. એકબાજુ નવી નોકરી અને બીજી બાજુ મારી મૂર્ખામી.

એમ એમ કરતા એક ચાર રસ્તા આગળ સિગ્નલના કારણે ઊભો રહું છું. ત્યાંજ બાજમાં નીકળતી રીક્ષા કાદવ સખત ઉડાડે છે અને મારો આખોય શર્ટ ગંદો. બે ગાળ આપું છું ત્યાં સુધીમાં રીક્ષાવાળો ભાગી જાય છે અને પાછળ વાળા હોર્ન મારે છે એટલે હું ભૂલી મારુ બાઈક ભગાડું છું. મારો શર્ટ જોઈ મને શરમ આવે છે અને બીજી બાજુ મનમાં સંકોચ થાય છે. એટલામાં મારી જોડે મારી ઉંમરનો એક છોકરો મને ચાલુ બાઈકે સલાહ આપે છે અને કહે છે

"ભાઈ, રેઇનકોટ ખરીદ અથવા પહેરતા શીખ."

એ સાંભળી મારો પિત્તો જાય છે ને તેવામાં વરસાદના ફોરાં ચાલુ થાય છે અને બીજી જ સેકેન્ડ એ વરસાદ ધોધમાર ચાલુ. હવે, ચાલુ રસ્તામાં બાઈક ક્યાં ઉભી રાખું અને કોઈ ઝાડ કે દુકાન હતા નહીં. મેં વિચાર્યું જે ચાલે છે એમ ચાલવા દે અને ચાલુ વરસાદે જાઉં છું. દૂર એક ઝાડ દેખાય છે અને ત્યાં ઉભો રહીને મારો ફોન અંદર થેલીમાં નાખું છું અને ઘડિયાળ કાઢી ખીચામાં નાખું છું. જોયું હોય તો હું આખોય પલળી ગયો હતો અને સખત વરસાદ પડતો હતો.

કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ અને તેના ફોરાં વાગતા હતા. મેં મનમાં કીધું હવે ઉતાવળ કરવી નથી મોડું તો મોડું પણ અવામાં ના જવાય ! એમ વિચારી મોં ચડાવી ઉભો હતો. મનમાં ને મનમાં વરસાદને નકરી ગાળો આપી, મારી કિસ્મત પર ગાળો આપી. મેં કીધું સાલું આ વરસાદ હોવો જ ન જોઈએ એના કારણે આજે હું કેટલો હેરાન થયો. આ વરસાદના કારણે આજે મારે આ દિવસ જોવો પડ્યો. મારા જ નસીબ ફૂટેલા છે, કેમનો જઈશ અને શું સર ને શું કહીશ! ઉપરથી રેઇનકોટ પહેર્યો નહીં ફેશન મારવાના ચક્કર માં. એમ મનમાં વરસાદ પર નકરી ગાળો આપી અને મારા અંતર આત્મા જોડે વાતો કરતો હતો.

એવામાં સહેજ ધીમો પડ્યો અને હું તરતજ નીકળ્યો. ધીમા ધીમા વરસાદે પણ હું પહોંચી ગયો. તરતજ ભોંયરામાં બાઈક પાર્ક કરી અને થોડો સરખો થઈ માથું લૂછી અને શર્ટ સાફ કરી લિફ્ટમાં ઉપર ગયો. જેવો લિફ્ટમાં ચડ્યો ને ત્યાં મારી જોડે મારા સર પણ આવી ગયા. એ પણ મારી જેમ સખત પલળેલા હતા. મેં એમને આવકાર આપ્યો અને સામે એમણે માત્ર માથું ધુણાવ્યું. બીજા લોકો હતા તે મને જાણે કહેતા હોય તેમ "આજકાલના યુવાનોને વરસાદમાં પલળવું ખૂબ ગમે એના કરતાં રેઇનકોટમાં શું જાય, બીમારતો ન પડાય. પણ આજે બધાને ફેશન કરવા છે એટલે "

મારા સરે મારી સામે જોયું અને હસ્યાં. મને કહે "આ કાકા તને અને મને કહે છે " એટલું કહેતા મારી સામે હાથ મિલાવ્યો અને કહ્યું "હું મિસ્ટર દેવ પટેલ " એન્ડ યુ ?

સામે મેં પણ હાથ મિલાવ્યો અને મારું નામ કહ્યું. એટલામાં અમારો ફ્લોર આવી ગયો અને અમે બહાર નીકળી ગયા. એ તરતજ રજીસ્ટર પર સહી કરી અને બધાને આવકાર આપી અંદર ગયા. હું બધું જોતો અને મારી બેગ સરખી કરી તેમજ જે લેવાનું હતું એ લઈ અંદર ગયો.

અંદર જોયું તો ત્રણસો માણસ. હું જોઈ ડઘાઈ ગયો. મેં કીધું આટલો મોટો સ્ટાફ અને હું શરમાળ પ્રકૃતિનો કેમનો સેટ થઈશ ! મને ટ્રેઇનિંગ રૂમમાં જવાનું કહ્યું અને જેવો ગયો મારા જેટલા દસેક હતા. બધા આવી ગયા હતા અને વાતો કરતા. હું ત્યાં સુધીમાં સુકાઈ ગયો હતો અને ખાલી જગ્યાએ બેઠો. બારી બહાર જોયું તો ભારે થી અતિભારે વરસાદ વરસતો હતો અને જોરદાર કડાકા થતા હતા. બધાની જોડે હાય હેલો કર્યું અને સર આવ્યા. જે મને લિફ્ટમાં મળ્યા હતા એજ સર અમારા ટ્રેઇનર હતા. મને જોઈ હસી પડ્યા અને હાથ ફરી મિલાવ્યો. મેં પણ હાથ મિલાવ્યો અને બધા અમારી સામે જોતા. સર બધાનું પૂછતાં હતા અને દરેક વિશે જાણતા હતા. પછી એવામાં આડી અવળી વાત કરી અને એમને કોઈ કામ આવ્યું માટે બહાર ગયા. બધા મારી સામે જોવા લાગ્યા અને કહ્યું "સર ને ઓળખે છે ?" મેં મારી વાત કરી અને બધા ખૂબ હસ્યાં. ધીરે ધીરે હું બધાનો માનીતો બનવા લાગ્યો.

મને બધાજ જાણવા લાગ્યા અને મારી જોડે વાતો કરતા. તેમજ મારુ માન પણ વધવા લાગ્યું એ સર પણ મને સારી રીતે સમજાવતા. ક્યારેક એકલો હોઉં ત્યારે એક જ વાત યાદ આવતી.

"જો એ દિવસે મેં રેઇનકોટ પહેર્યો હોત તો મારી જોડે એવું કશું બન્યું હોત નહીં અને હું સામાનય કર્મચારી રહી ગયો હોત" એટલે જે થયું એ સારું થયું.

એ વરસાદ મારા માટે વરદાન રૂપ સાબિત થયો. એ વરસાદ ના કારણે મારા સર સાથે સારું બન્યું અને એમના કારણે સ્ટાફમાં જાણીતો બન્યો. જે વરસાદને હું ગાળો આપતો તે મારા માટે લાયક બન્યો. એ વરસાદે આગળ જતાં મને ઘણું કામ અપાવ્યું અને મારું ઘણું સારું થયું. એજ વરસાદે મને પ્રેમ કરાવ્યો અને હું પ્રેમમાં પાગલ બન્યો. આજે વરસાદ મારી મન પસંદ ઋતુ છે અને હું આભાર માનું છું કે વરસાદ જેવી ઋતુ છે.. વરસાદે મને દિવાનો, પ્રેમી, લાગણીશીલ, ઉત્સાહી, આનંદિત, લાયક, સ્થિર અને આશિક બનાવ્યો. મારા માટે વરસાદ ઘણું જીવનમાં લાવ્યો અને આગળ પણ લાવશે..

જે વરસાદથી હું ભાગતો આજે વરસાદની એ હદે રાહ જોઉં છું. મારા માટે વરસાદ એ પ્રેમ અને લાગણીની ઋતુ છે. વરસાદ એ તહેવારો અને સંબંધની ઋતુ છે. વરસાદ એ વ્હાલ અને હેતની ઋતુ છે.

મારા જેવાને પ્રેમમાં ઘાયલ કરનાર વરસાદની ઋતુ. આજે હું ઓફિસમાં ઘણો આગળ આવી ગયો છું અને મારા પ્રેમ જીવનમાં પણ! હા, કયારેક વીજળી પણ મારા પ્રેમ જીવનમાં ત્રાટકે છે અને વાવાઝોડું પણ આવી જાય છે. જોડે આંધી અને ભારે વરસાદ પણ મારા જીવનમાં આવી જાય છે. સામે, શાંત એ ઝરમર વરસાદ પણ મારા પ્રેમ જીવનને ઠંડક આપે છે.

આવી લાગણી મારી વરસાદ પ્રત્યે છે અને રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Classics