વિશ્વાસનું પર્યાય મિત્ર
વિશ્વાસનું પર્યાય મિત્ર


પ્રાચીન સમયની વાત છે. કોઈ એક નગરમાં બાદશાહ રાજ કરતા હતા. તેના નગરમાં કોઈ એક સમયે ફકીર આવ્યો અને તેને રાજાના દરબારમાં પ્રવેશ કર્યો. અને તેની મુલાકાત સંજોગોવસાત્ રાજા સાથે થઈ. તેની મુલાકાતથી રાજા ખૂબ જ પ્રભાવિત થયા. તે ફકીરની વાતો ધર્મ અને લોકોને સુખી કરવા માટેની હતી. તેથી રાજા ખૂબ જ તેના પર ખુશ થઈ ગયા. અને તે ફકીરને પોતાના નગરમાં પોતાની સાથે રાખી લીધો.
તે ફકીરને રાજાએ પોતાના મહેલમાં એક રૂમ આપવામાં આવ્યો. તેમાં બધી જ સુખ-સુવિધાઓ આપવામાં આવી. હવે તે ફકીર કાયમ રાજા જ્યાં પણ જાય ત્યાં તેમની સાથે જતો હતો. અને રાજાને જ્યારે પણ કોઈ સલાહ જોઈતી હોય. ત્યારે રાજા તેને પૂછીને જ પોતાનું કામ કરતો હતો.
એક દિવસ રાજા અને ફકીર બંને શિકારની શોધમાં ગાઢ જંગલમાં પહોંચી ગયા. પરંતુ આગળ જતા બંને રસ્તો ભૂલી ગયા. આમ તેમ ખૂબ ફર્યા. પણ રસ્તો મળ્યો જ નહી. સમય પસાર થવા લાગ્યો અને બન્નેની હાલત ભૂખના કારણે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આમ તેમ ખોરાક શોધવા લાગ્યા. તેવામાં દૂરથી રાજાને એક ફળ જોવા મળ્યું. તે ઝડપથી ફકીર રાજા માટે દોડીને ફળ લઈ આવ્યો. અને તે ફળના કુલ આઠ ( ૮ ) ટુકડા કર્યા. પેલો ટુકડો રાજાએ ફકીરને ખાવા માટે આપ્યો. ફકીરે પહેલો ટુકડો ખાતા જ તેને રાજાને કહ્યું કે આ ફળ તો ખૂબ જ સ્વાદિષ્ટ છે.મને હજી પણ આ ફળના ટુકડા આપો.આમ કરીને એક પછી એક બાકી રહે બાદશાહ પાસેથી સાતેય ( ૭ )ટુકડા લઈને ખાઈ ગયો.
હવે રાજાને ફકીર પર ખૂબ જ ગુસ્સો આવી ગયો. અને કહ્યું કે હું પણ ભૂખ્યો છું અને તું એકલો ફળ ખાઈ ગયો. આમ,બોલીને ગુસ્સામાં બાદશાહએ ફળનો છેલ્લો ટુકડો ફકીર જોડેથી લઇને ખાવા લાગ્યા. જેવું જ ફળ રાજાના મોઢામાં ગયું કે તરત જ રાજાએ થૂંકી દીધું. કારણકે ફળ સ્વાદિષ્ટ નહી પરંતુ ખૂબ જ કડવું હતું.
રાજા ફકીર સામે જોઇ જ રહ્યો. ત્યારે ફકીરે કહ્યું કે "તમે મને દરરોજ સ્વાદિષ્ટ ફળ આપ્યા છે. અને માત્ર આજે જ કડવું ફળ ખવડાવ્યું છે. તો હું તમને કેવી રીતે ફરિયાદ કરી શકું." બાદશાહ ફકીર સામે જોઈ જ રહ્યાં અને તેની મિત્રતાને સલામ કર્યા.
અંતે જા પ્રેમ અને મિત્રતા હોય ત્યાં ક્યારે પણ ફરિયાદ ન હોય. કોઈ પણ મુશ્કેલ સમયમાં મિત્ર જ સુખ કે દુઃખમાં મદદ કરતો હોય છે.તેમાં જો સ્વાર્થ હોય તો તે સબંધ કદી ટકી શકતા નથી.