ખોટું ધન
ખોટું ધન


કોઈ એક સમયની વાત છે. કોઈ એક ગામ હતું. તેની બાજુમાં જંગલ હતું. તે જંગલમાં ઝુંપડી બાંધીને સાધુ રહેતા હતા. તે રોજ ગામમાં જઈને પોતાના માટે ભિક્ષા માગીને લાવતા હતા. જે મળે તે લાવતા અને ભોજન કરીને વધેલું ભોજન દીવાલ પર એક પાત્રમાં લટકાવી દેતા હતા. તેમના જોડે તે ઝુંપડીમાં પણ એક ઉંદર રહેતો હતો. તે રોજ સાધુના વાસણમાંથી દિવાલ પર ચડીને તે ભોજન ખાતો હતો અને બીજુ પોતાના દરમાં લઈ જતો હતો. આ તેનું દરરોજનું કામ થઈ ગયું હતું. તેથી તે ઉંદરથી સાધુ ખૂબ જ પરેશાન થઇ ગયા હતા. પરંતુ સાધુ તે ઉંદરને મારતા ન હતા. કારણ કે ઉંદરને મારવાથી જીવ હત્યાનું પાપ લાગે.
એક દિવસ તે સાધુના ઘરે તેમનો મિત્ર આવ્યો હતો. બંને ઘણા સમય પછી મળ્યા હતા. પોતાના મિત્રને જોઈને સાધુ મિત્ર ખુબ જ ખુશ થઇ ગયા હતા. બંને જમ્યા પછી ખૂબ જ જૂની વાતો યાદ કરીને હસી રહ્યા હતા. પરંતુ તે મિત્ર એ જોયું તો તેના મિત્રને તેની વાતમાં ધ્યાન ન હોતું. કારણ કે, તે મિત્ર પોતાની લાકડી બાજુમાં પડેલા વાસણ પણ થોડા થોડા સમયે પછાડી રહ્યો હતો. આ બધું આવેલ મિત્ર જોઈ રહ્યો હતો. તેને કઈ સમજમાં આવ્યું નહીં. તેને પૂછ્યું કે "મિત્ર, મારા આવવાથી તને આનંદ નથી કે શું ? તું મારી સાથે વાત કરવાથી જગ્યાએ થોડા થોડા સમય વાસણ પર લાકડીને પછાડી રહ્યો છે. શું મારા આવવાથી તને સારું ન લાગ્યું ? ત્યારે મિત્રે કહ્યું કે એમ નથી. અહીં ઝૂંપડીમાં એક ઉંદર છે. જે મારા ભીક્ષાના વાસણમાંથી દરરોજ ભોજન ચોરી કરીને લઇ જાય છે. તે ઉંદર ખૂબ જ ચાલાક છે. હું ગમે તેટલી ઊંચાઈ પર ભોજન મૂકું તો પણ તે ત્યાં પહોંચી જાય છે. ત્યારે આવેલ મિત્રએ વાતને સમજી ગયો.તેને કહ્યું કે કઈ વાંધો નહિ. તું મારી સાથે ચાલ. બંને મિત્રો ઉંદરના દર સુધી ગયા અને આવેલ મિત્રે ઉંદરના દરને ખોદવાનું શરુ કર્યું. ત્યાં જોયું તો ઉંદરએ પોતાના દરમાં ઘણું બધું ભોજન ભેગું કરી રાખ્યું હતું. તે ભોજન આવેલ મિત્રે દરમાંથી કાઢીને ફેંકી દીધું.
બે દિવસમાં જ તે ઉંદર ભોજનના અભાવમાં અશક્ત થવા લાગ્યો. તેથી તે હવે દીવાલ પર ચડી શકતો ન હતો.આથી તે ઉંદર ત્યાંથી ઝુપડી છોડીને જતો રહ્યો. તે મિત્રે કહ્યું કે આ ઉંદર તેના ભેગું કરેલ ભોજનના તાકાતથી જ આટલા કૂદકા મારતો હતો. હવે તેનું ભેગું કરેલું ધન (ભોજન) દૂર કરી દીધું તો તે ઝુપડી છોડીને જતો રહ્યો.
આમ, કોઈપણ નબળો માણસ પોતાના જોડે ધન કે પૈસાના પ્રભાવથી ખૂબ જ મજબૂત અને બળવાન બની જાય છે. આવા લોકોની શક્તિ તેમના શરીરમાં નથી હોતી પરંતુ ખોટા ધંધાના કારણે તેમના પૈસા વડે જ તાકાતવાન બની જાય છે. જો આ ખોટું ધન તેમનાથી દૂર કરવામાં આવે. તો તેમની સાચી પરિસ્થિતીની ખબર પડે અને તે વ્યક્તિ આપમેળે જ નબળી પડી જાય છે અને સાથે સાથે બીજાને હેરાનગતિ કરતો પણ નથી.