Dineshbhai Chauhan

Children Stories Inspirational

3  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

શ્રેષ્ઠ શિક્ષકની વાત

શ્રેષ્ઠ શિક્ષકની વાત

4 mins
41


એક સરસ અને સુંદર મજાનું ગામ. તે ગામમાં એક શાળા. તે શાળાનું નામ શ્રી રૂણી પ્રાથમિક શાળા. તે શાળા બહું જ સુંદર અને મોટી. તે શાળામાં સુંદર બગીચો, રમતનું મોટું મેદાન તેમજ શાળાની આજુબાજુ વિવિધ વૃક્ષોની વનરાજી જોવા મળતી. તે શાળામાં બાળકો માટે એક વિશાળ મધ્યાહન ભોજન. તે મધ્યાહન ભોજનમાં રોજ સારું અને સ્વાદિષ્ટ ભોજન પણ બનતું હતું.

તે શાળામાં 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ અપાતું. તે શાળામાં પૂરતા શિક્ષક હતા. આ શાળાના બધા જ શિક્ષકો બહુ જ સારું ભણાવતા હતા. તે શિક્ષકો બાળકોને કંઈક નવું શીખવાની તરસ જગાડે તેવા હતા. તેઓ બાળકોને દરેક પ્રવૃત્તિઓ કરાવતા.

તે શાળાના શિક્ષકો બધાને ભણવાની સાથે- સાથે અભિનય, ચિત્રકલા, સંગીત તેમજ નૃત્ય જેવી પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લે તે માટે પ્રયત્ન કરતા અને બધું શીખવતા હતા. આ શિક્ષકો બાળકોને નિયમસર ભણાવતા અને નિયમસર રમાડતા. આ શાળાના બાળકો પણ આટલા જ ઉત્સાહથી ભણતા અને રમતા.

આ શાળામાં આવું ને આવું કેટલાય વર્ષોથી ચાલતું હતું. ખરેખર, આ શાળા બહુ જ સારી હતી. પરંતુ અચાનક અમારી શાળામાંથી ભાષા ભણાવતા શિક્ષકની બદલી થઈ અને તેમની જગ્યાએ તે વખત અંદાજે ૨૪ /૦૨ /૨૦૨૨ના રોજ અમારી શાળામાં નવા શિક્ષક આવ્યા. તે શિક્ષકને અમારી શાળામાં નોકરી મળેલ હતી. સૌ પ્રથમ વખતે તે શિક્ષક જ્યારે શાળામાં આવ્યા. ત્યારથી જ તેમના ચહેરા પર એવું જોવા મળતું હતું કે, જાણે બાળકોને કંઈક નવું શીખવવાની આતુરતા ન હોય ! અને તે વાત આજે ખરેખર સાચી જ પડી.

તે શિક્ષકના સામે કોઈ બાળક જોવે તો તે શિક્ષક તરત જ તેમની સામે જોઈ હસી જાય. તે શિક્ષકમાં જરાય અભિમાન ન હતું. તે શિક્ષક પોતાના મોબાઈલમાં જ અનેક શિક્ષણ અંગેના કાર્યો કર્યા કરતા. તે સાહેબની બહુ જ ઓળખાણ હતી. તેમની ઓળખાણ તેમના શ્રેષ્ઠ કાર્યો અને શ્રેષ્ઠ વિચારોનો કારણે જ હતી.

હવે કેટલાક દિવસો વીતી ગયા હતા. ધીરેધીરે તેઓને શાળાનું દરેક બાળક ઓળખતું થઈ ગયું હતું. ધીમે ધીમે કેટલાક દિવસો વિત્યાને તે શિક્ષક આખી શાળાના પ્રિય શિક્ષક બની ગયા હતા. તેઓ ધોરણ 6 થી 8માં ગુજરાતી વિષય ભણાવતા. તેઓ ભાષાના શિક્ષક હોવાથી તેમને બાળકોને આગળ જઈને ગુજરાતી ભાષામાં કંઈ ભૂલ ન થાય. તે માટે તેમણે કેટલાય પ્રયત્નો કરેલા. તેઓ બાળકમાં ભાષાનું જ્ઞાન વધે તે માટે બાળકોને વ્યાકરણ લખીને શીખવતા. તેઓ હંમેશા વ્યાકરણ ને સરસ કઈ રીતે બનાવી શકાય. તે માટે હંમેશા વિચારતા હતા. તેથી તેઓ દરરોજ ભાષા સજ્જતા અંતર્ગત દરરોજની વ્યાકરણ પેજ, આજનું શબ્દ ભંડોળ વગેરે દરરોજ વોટ્સ એપ પર મોકલી આપતા અને તેની સમજ શાળામાં પાંચ દસ મિનિટ લઈને સમજ આપતા હતા.

 તેઓ બાળકો માટે સતત પ્રયત્નશીલ રહેતા. તેઓ બાળકોને વિવિધ સન્માન પત્રો આપીને બાળકોને નવીન કાર્ય કે કામ કરવાની ઈચ્છા કરવા મજબૂર કરી દેતા. 

 પોતાના ધર્મના જ્ઞાનમાં વધારો થાય તે માટે આ શિક્ષકે ધોરણ છ થી આઠ ના બાળકોને તેમના જન્મદિવસ પર શ્રીમદ્દ ભગવદ્દગીતા અર્પણ કરતા અને તેના શ્લોકોનું પઠન કરવાનું પણ કહેતા. તેમજ શિક્ષણ જગતમાં બાળકોને ઉપયોગી થાય તે માટે સદાય ઈનોવેશન કરતા રહેતા. સાથે સાથે તેઓ બાળકોમાં રહેલ સમસ્યાને દૂર કરવા માટે ક્રિયાત્મક સંશોધન પણ કરેલ. તેમના આ કાર્યોને લીધે તેમને વિવિધ સંસ્થાઓ તરફથી સન્માનપત્ર પણ મળેલ છે. તે શિક્ષક સ્વભાવે બહુ સારા હતા. તે શિક્ષક બાળકોને શાળામાં ભણવાની સાથે સાથે હસાવતા પણ બહુ જ અને હસવાથી ભણવામાં જે આનંદ થાય અને મન પર તેની જે અસર થાય તેની પણ સમજ આપતા હતા. તેઓ બાળકોને ખુશ રાખવા માટે વિવિધ પ્રયત્નો કર્યા જ કરતા. તેમની એક વાત મને બહુ જ ગમતી કે શાળામાં આવતા પહેલા પોતાના માતા પિતાને પગે લાગીને આવવું. તે મને હંમેશા જીવનમાં યાદ રહી જશે. 

તેમની શિક્ષણના કારણે ઓળખાણ તો બહુ જ હતી, પરંતુ તેઓ બાળકોની પોતાની ઓળખાણ થાય. તે માટે સતત પ્રયત્નો કરતા રહેતા. તેઓ શાળાના બાળકોને વાર્તા તેમજ કવિતાનું પોતાની જાતે સર્જન કરવાનું શીખવતા. તેઓ બાળકોની વાર્તા બી.કે. સમાચારમાં પ્રકાશિત કરવા માટે પણ આપતા. જેથી બાળકની ઓળખાણ દરેક સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં થાય તેવો પ્રયત્ન કરતા હતા. તેઓ હંમેશા પ્રેરણાત્મક વાતો કરીને હંમેશા અમને પ્રેરણા આપતા.

તે શિક્ષક દરેક બાળકને બહુ જ ગમતા. તે શિક્ષક દરેક બાળકના પ્રિય હતા. તેથી જો તે શિક્ષક એક દિવસે શાળામાં ન આવે, તો બાળકો ઉદાસ થઈ જતા. તેમની આવવાની રાહ જોતા હતા. તે શિક્ષક દરેકને વધુ ગમતા. તેથી ધોરણ 1 થી 5ના નાના- નાના બાળકો પણ તેમની પાસે આવતા. અને તે શિક્ષક તેમને હસાવતા અને ખુશ કરતા.

તે શિક્ષકે શાળામાં આવીને તે શાળાનો શૈક્ષણિક કાર્યમાં રસ વધે તે માટે ખૂબ પ્રયત્ન કર્યો. તે શાળાના બાળકોને આગળ વધારવા માટે સતત પ્રયત્નો કર્યા હતા.

આમ, જો દરેક બાળકને અમારા પ્રિય અને વ્હાલા શિક્ષક તેવા દિનેશભાઈ ડી. ચૌહાણ જેવા શિક્ષક મળી જાય તો, તે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય. તેથી આપણે દિનેશભાઈ ચૌહાણ સાહેબ જેવા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જ કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.


Rate this content
Log in