માંગતા પહેલા આપતા શીખો
માંગતા પહેલા આપતા શીખો


એક સમયની વાત છે. કોઈ એક શહેરમાં ભિખારી રહેતો હતો. તે ભીખ માગવા માટે અલગ અલગ જગ્યાએ જતો હતો. આજે તે ભીખ માંગવા માટે રેલવે સ્ટેશન પર ગયો. ત્યાં ભીખ માગવા લાગ્યો. ભીખ માગતા માગતા તેની નજર એક યુવાન પર પડી. તેને જોઈને ભિખારી બહુ ખુશ થઈ ગયો. કારણ કે તે યુવાન માણસ સજ્જન લાગતો હતો. તે વધુ પૈસા આપશે. તેમ માનીને તેના જોડે ગયો. થોડો સમય ભીખ આપવા માટે આજીજી કરી. પરંતુ તે ભિખારીને પેલા સજજને પૈસા ન આપ્યા પરંતુ તે સજ્જન ભિખારી પર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે "તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં ?" હું તને કંઈ આપવા માગતો નથી તો તું મારી પાછળ કેમ પડ્યો છે ? અને સારું હું તને ભીખમાં પૈસા આપુ તો તું મને સામે શું આપીશ ?
ભિખારીએ કહ્યું કે "સાહેબ હું ખુદ એક ભિખારી છું. હું તમને શું આપી શકું ?" તો તે માણસે કહ્યું કે "જો તું કંઈ આપી શકે તેમ ન હોય તો લેવાનો પણ તારે કોઈ અધિકાર નથી. "આ શબ્દો પહેલા ભિખારીના હૃદયમાં અંકાઈ ગયાં. તે વિચારવા લાગ્યો કે તે માણસની વાત એકદમ સાચી છે. તે સ્ટેશનની બહાર આવીને જોવા લાગ્યો તો સામે બગીચામાં કેટલાક ફૂલ ઉગેલા હતા. તેણે વિચાર્યું કે હું આ ફૂલનો ઉપયોગ કરું તો કેટલું સારું ? "જે મને ભીખમાં પૈસા આપે. તેને હું એક ફૂલ આપું. " આ વિચારનો તેને તાત્કાલિક અમલ કર્યો. જે માણસ તેને ભીખ આપે. તેની સામે તે ભિખારી એક ફૂલ હસતા મુખે આપતો. લોકોને તેનો આ વિચાર ખૂબ ગમ્યો. લોકો પણ તેને હસતા મુખે ભીખ આપવા લાગ્યા.
કેટલાક દિવસો પસાર થઈ ગયા. ફરી એકવાર પેલા સજ્જન માણસ રેલવે સ્ટેશન પર જોવા મળ્યા. તો ભિખારી તેના જોડે ગયો અને ભિખારી તેના જોડે ભીખ માંગવા લાગ્યો અને કહ્યું કે આ વખતે તમે મને ભીખ આપો. હું તમને બદલામાં કંઈક આપીશ. તો સજજને તેને હસતા મુખે કેટલાક રૂપિયા આપ્યા. તો સામે ભિખારીએ તેમને એક ફૂલ હસતા મુખે આપ્યું. આ જોઈને સજ્જન બહુ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે "આજ જ સાચું કર્મ છે. " જો આપણે કોઈને કંઈ આપી ન શકીએ તો લઈ પણ ન શકીએ. આ આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ.
આ સાંભળીને ભિખારીના મનમાં અનેરો આનંદ આવી ગયો અને તેણે નક્કી કર્યું કે "હવે તે ભીખ નહીં માગે" તેને મગજમાં વિચારો કરીને એક આયોજન કર્યું. તેને ફૂલોના વેપારની શરૂઆત કરી. તે ભિખારી હવે કેટલાક મહિનાથી રેલવે સ્ટેશન પર જોવા મળતો ન હતો.
કેટલાક મહિના બાદ ફરી તે ભિખારી તે જગ્યા પર આવે છે. પરંતુ તે અલગ ઓળખાણ લઈને આવે છે. તે સમયે પેલો વેપારી પણ ત્યાં આવે છે. તો પેલા માણસે તેને નમસ્કાર કરીને કહ્યું કે "મારી ઓળખાણ પડી" તો પેલા વેપારી ના પાડી દીધી. તો પેલા માણસે કહ્યું કે આપણે પેલા પેલા બે વાર મળ્યા છીએ. પેલા માણસને નવાઈ લાગી. તો પેલા માણસે કહ્યું કે "હું પેલો ભિખારી છું. જેને તમે વેપાર કરતાં શીખવ્યું". કે જીવનમાં લેણ-દેણ કઈ રીતે કરી શકાય ? અને બીજી વાર મળ્યા. ત્યારે કહ્યું કે "આપણા વિચાર ઉચ્ચ કોટિના હોવા જોઈએ. " જેના કારણે આજે હું તમારી સામે તમારા જેવો વેપારી બની ગયો.
સૌ પ્રથમ હું લોકોને ફૂલ તોડીને આપતો હતો. ત્યારબાદ ફૂલની ખરીદી શરૂ કરી. આજે મારે ફૂલોનો મોટો વેપાર છે.
આમ, આપણે પણ જ્યાં સુધી પોતાની જાતને શક્તિમાન નહીં માનીએ. ત્યાં સુધી આપણે પણ ભિખારી જેવું જ જીવન જીવીશું. આપણે એક સીમામાં બંધાઈ જવાનું પસંદ કરીએ છીએ. જેના કારણે આપણે કંઈક નવું કરી શકતા નથી. જેના કારણે આપને વધુ વિચારી પણ શકતા નથી. જો આપના વિચારો અને સપનું ઉચ્ચ કોટિનું હશે. તો આપણે તેને સાકાર કરવા માટે ચોક્કસ મહેનત કરીશું.