Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Classics

4.5  

Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Classics

રૂપિયા કે જીવન ?

રૂપિયા કે જીવન ?

2 mins
336


આ અત્યારના સમયને લાગુ પડતી વાર્તા છે. આવા સમયમાં પણ કેટલાક લોકો પોતાના જીવન કરતા રૂપિયાને વધુ મહત્વ આપે છે. તે લોકો માણસો માટેની માનવતા મરી પરવારી છે.

એક સમયની વાત છે. પહેલાના સમયમાં હવાઈજહાજની સુવિધા ન હતી. ત્યારે વેપાર કરવા માટે બધા દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હતા. એકવાર મદનમોહન નામના શેઠ દરિયાઈ માર્ગે વેપાર કરવા જતાં હતાં. તેમને પાણીમાં તરતા આવડતું ન હતું. તેમના કેટલાક મિત્રો તેને વારંવાર સમજાવતા હતા કે મિત્ર તારે વારંવાર દરિયામાં મુસાફરી કરવાની હોય છે માટે તને દરિયામાં ગમે ત્યારે તોફાન આવી જાય. તો પોતાનું જીવન બચાવવા માટે તને તરતા આવડવું જોઈએ.

મદનમોહનને તેમના મિત્રની વાત સાચી લાગતી હતી પણ તે પોતાના વ્યવસાય ધંધામાં ખૂબ ઓતપ્રોત થઈ ગયા હતા. તેથી તેમને તરવાનું શીખવા માટે સમય ન હતો. તેમને પોતાના મિત્રને કહ્યું કે 'બીજી કોઈ સલાહ હોય કે મને ગમે ત્યારે દરિયામાં મદદરૂપ થઈ શકે તે કહે.' ત્યારે તેમના મિત્રએ તેમને બીજો ઉપાય બતાવ્યો અને કહ્યું કે, "તમે જ્યારે પણ દરિયાઈ મુસાફરી કરો. ત્યારે જહાજમાં તમારી સાથે કેટલાક ખાલી ડબ્બા રાખવાના. ગમે ત્યારે દરિયામાં તોફાન આવે કે જહાજને તળિયે કાળુ પડે કે ગમે ત્યારે દરિયામાં જહાજ પાણીમાં ડૂબવા લાગેે. ત્યારે તારે તે ખાલી ડબ્બાને તારા શરીર સાથે બાંધીને દરિયામાં કૂદી જવાનું.જેનાથી તું તારો જીવ બચાવી શકીશ."


પોતાના મિત્રએ કહેલ બીજો ઉપાય ડબ્બાનો વધુ અસરકારક અને આસાન લાગ્યો. હવે જ્યારે તે દરિયાની મુસાફરી કરવા ગયાા. ત્યારે આ વખતે તે પોતાની સાથે ખાલી ડબ્બા લઇને ગયો. બીજા દેશમાં વેપાર કરીને હવે તે ફરી પાછો પોતાના દેશ આવવા લાગ્યો. આવતા આવતા તેને દરિયામાં જોરદાર તોફાનનો સામનો કરવો પડ્યો. તેના જોડે જે પણ માણસો હતા. તેમાં જેમને પણ તરતા આવડતું હતું. તે બધા જ દરિયામાં કૂદી ગયા.જ્યારે આ વેપારીને તરતા આવડતુ ન હતું. તેથી તેને પોતાના મિત્રએ કહેલ વાત યાદ આવી ગઈ અને તેને જે જગ્યાએ ખાલી ડબ્બા મૂક્યા હતા. તે લઇને પોતાના શરીર સાથે બાધવા લાગ્યો. તેને બાંધતા બાંધતા અચાનક યાદ આવ્યું કે જે બીજા દેશમાં પોતાનો સમાન વેચીને જે લાખો રૂપિયા ભેગા કર્યા છે. તે આ દરિયાઈ તુફાનમાં જતા રહેશે. આ વિચાર કરીને તેને જે રૂપિયા બેગમાં મૂકેલા હતા. તે રૂપિયા પોતાના શરીર સાથે બાંધેલ એક ડબ્બામાં મૂકી દીધા. ત્યારબાદ તે વેપારી દરિયામાં કુદી ગયો પરંતુ રૂપિયાના વજનના કારણે તે વેપારીએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવી દીધો.

આમ,આપણે પણ પોતાના જીવનમાં ઘણી વખત આવી જ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ. આપણને ખબર નથી પડતી કે આપના માટે મહત્વનું શું છે ? રૂપિયા કે જીવન. આપણે રૂપિયા કમાવામાં ભૂલી જઈએ છીએ કે મિત્ર, સગા વ્હાલા અને પોતાના પરિવાર માટે સમય આપી શકતા નથી.


Rate this content
Log in