સમસ્યાનું સમાધાન
સમસ્યાનું સમાધાન


કોઈ એક શહેરની વાત છે. ત્યાં વિનોદભાઈ શેઠ રહેતા હતા. તેમને કેટલીય મોટી મોટી કંપનીઓ હતી. તે ખૂબ જ પૈસાદાર હતા. તેમની બેઠક મોટા માણસો જોડે હતી. તેમને પોતાના પૈસાનું ખૂબ જ અભિમાન હતું. તે સામાન્ય માણસો જોડે વધુ સંબંધો રાખતા ન હતા. તેમજ સામાન્ય માણસ વાત માનતા ન હતા.
સમય જતાં કોઈક કારણસર તેમની આંખોને કઈક તકલીફ થઈ. તેની આંખોમાં ચેપ લાગ્યો હતો. તેમના જોડે વધુ પૈસા હોવાથી મોટા શહેરમાં કેટલાય ડોકટરો ને બતાવ્યું પરંતુ કઈ ફરક પડ્યો નહીંં. પ્રખ્યાત ડોકટરોને પણ બતાવી જોયું પરંતુ તેની આંખમાં કઈ ફરક ન પડ્યો. તેને આર્યુવેદિક ઉપચાર કરવાનું નક્કી કર્યું. તેનો ઉપચાર શરૂ કર્યો. તેને ડોકટરે દવા કર્યાં પછી તેને આરામ કરવાનું જણાવ્યું. તેને સલાહ આપી કે તમારે આંખે સારું થઈ જશે પરંતુ તેના માટે તમારે ૧૫ દિવસ સુધી માત્ર (લીલો) લીલોતરી દેખાય તેવો જ આરામદાયક કલર જોવો પડશે. જેનાથી તમારી આંખોને ઠંડક થાય. આ સમય દરમ્યાન તમારે બીજો કોઈ પણ કલર તમે જોઈ નહીં શકો. નહીં તો આંખોને વધુ ચેપ લાગી શકે એમ છે.
શેઠે ડોકટરની સલાહ અનુસાર લીલો કલર જોવાનું નક્કી કર્યું પરંતુ આ શક્ય ન હતું. તેને પોતાના ઘરે આવીને પોતાના પરિવાર અને નોકરોને બોલાવીને કહ્યું કે આજથી આપણાં ઘરની તમામ વસ્તુઓ દૂર કરીને તેની જગ્યાએ લીલા કલરની લાવી દેવાની છે. આખા ઘરને લીલા કલરની રંગી દેવાનું છે. મારી જ્યાં પણ નજર પડે ત્યાં માત્ર મને લીલો જ કલર જોવા મળવો જોઈએ. તેમને દરેક માણસને પણ લીલા કલરનો પહેરવેશ પહેરવાનું જણાવી દીધું. આ બધું સાંભળીને બધાને નવાઈ લાગી કે આ કંઈ રીતે શક્ય બનશે.
તેમના ઘરે એક સૌથી જૂનો અને શેઠને પ્રિય નોકરને તેમના જોડે વાત કરવાની ઈચ્છા થઈ. તે શેઠ જોડે ગયો અને તેમના જોડે વાત કરી કે શેઠ આખા ઘરને કલર કરવામાં આપનો સૌથી વધુ ખર્ચ કરવા કરતાં હું તમને એક ઉપાય બતાવું તો મારું કહ્યું કરશો.
જો આપ આખા ઘરને કલર કરવા જશો તો બહુ નુકશાન થશે. તેના કરતાં ઓછા પૈસામાં સમસ્યાનું સમાધાન થઈ જશે અને ખોટો ખર્ચ પણ નહીં કરવો પડે.
શેઠ તો બહુ ખુશ થઈ ગયા. તેમને નોકરને પૂછ્યું કે શું ઉપાય છે ? ત્યારે નોકરે કહ્યું કે શેઠ આપ એક કામ કરો તમે પેલા તમારા માટે એક લીલા કલરના ચશ્મા ખરીદી કરી લો. જેનાથી આપને બધું જ લીલા કલરનું દેખાશે. આ સાંભળીને શેઠ તો બહુ જ ખુશ થઈ ગયા. તેમના આનંદમાં કોઈ પાર રહ્યો નહીં.
આમ, આપણે પણ આપણી સમસ્યાઓને બહુ મોટી માની લઈએ છીએ. પણ તેનો ઉપાય વિચાર કરીએ તો ખૂબ જ નાનો હોય છે. સમસ્યા કોઈ પણ હોય પણ સમાધાન હોય જ છે. તેનો વિચાર આપણે કેવી રીતે કરીએ છીએ ? તે બહુ મહત્વનું છે.