Hiral Hemang Thakrar

Classics

3  

Hiral Hemang Thakrar

Classics

વિશ

વિશ

2 mins
13.9K


મહેશભાઇ: મોટાભાઇ જાન આગમનના સમાચાર આવતા જ હશે ને આમ અચાનક આવા સમયે તમે ક્યાં ચાલ્યા ગયા હતા? કોઈને કાંઈ પણ કહ્યા વગર? અરે આ શું મોટાભાઇ અત્યારે આ સમયે તમે ક્લીનશેવમાં? વર્ષો થયા તમને ક્લીનશેવમાં નથી જોયા, હેતુ દીકરીના જન્મ પહેલાથી તમે દાઢી રાખતાં આવ્યાં છો અને આજે હેતુ દીકરીના કન્યાદાન સમયે તમને આમ ક્લીનશેવમાં જોઉં છું. 

ભાવેશભાઇ : મહેશ તને ખબર છે ને મારી હેતુ મારા કાળજાનો કટકો છે એની દરેક વિશ અમે બંનેએ પૂરી કરી છે, નાનપણથી હેતુની વિશ રહી પપ્પા મારે તમને ક્લીનશેવમાં જોવા છે, તો ભાઇ આજથી વિશેષ કઇ ક્ષણ હોઇ શકે એની વિશ પૂરી કરવા માટે? ચાલ ભાઇ હવે હેતુ દીકરી પાસે જઈએ દુલ્હનનાં રૂપમાં કેટલી સુંદર લાગતી હશે મારી ઢીંગલી! જાન આવી પહોંચશે પછી સમય નહીં રહે હેતુ દીકરીને મળવાનો.

દુલ્હનના રૂપમાં શોભતી હેતુ પપ્પાને ક્લીનશેવમાં જોઇને ખુશખુશાલ થઈ ગઈ, જાણે ભગવાન મળી ગયા. સમય સંજોગો સ્થળ બધું ભૂલી પળભર માટે નાનું બાળક બની એકીટશ પપ્પાને નીરખી રહી. હેતથી પપ્પાને ભેટી પડી અને વિદાય પહેલા જ પિતાપુત્રીની આંખો અશ્રુભિની થઈ ગઈ.  

સુધાબેન: હેતુના પપ્પા સાંભળો છો હવે જાન પહોંચતી જ હશે સંભાળો ખુદને હજી આપણે લાડકવાયીનું કન્યાદાન કરવાનું બાકી છે. હેતુ દીકરી તું પણ ખુદને સંભાળ જરા હેરસ્ટાઇલ મેકઅપ વ્યવસ્થિત કરાવી લે, અદ્દલ પરી લાગે છે મારી ઢીંગલી. 

હેતુના ચહેરા પર એક અનેરી રોનક આવી હતી, સંતોષની ખુશીની. હંમેશા વિશ પૂરી કરનારા પપ્પાએ આજે લગ્નનાં દિવસે વર્ષો જુની વિશ પૂરી કરી એક યાદગાર ભેટ આપી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics