Hiral Hemang Thakrar

Others

4  

Hiral Hemang Thakrar

Others

સહાય

સહાય

1 min
13.9K


 

વિપુલે પત્ની ભારતી ને પૂછ્યું તું આ શું કરી રહી છે?  જુના કપડાં ને વાસણ શા માટે બેગમા ભરે છે?ભારતીએ કહ્યું શ્યામના પપ્પા તમે તો જાણો છો, થોડાં દિવસ પહેલા બનાસકાંઠામા જે પૂર હોનારત  થઈ ઘણાં લોકો બેઘર થઈ ગયા,  આજે સવારે જે સોસાયટી મીટીંગમા જાહેરાત કરવામા આવી આપણી શિવમ સોસાયટીને બીજી દશ બાર સોસાયટીના લોકો સાથે મળીને પૂર હોનારત વાળા સ્થળ પર સહાય મોકલવા માટે યથાયોગ્ય સાધન સામગ્રી એકઠી કરી રહ્યા છે તો તેમાં સહાયમા આપવા માટે ની વસ્તુઓ એકઠી કરું છું, આપણને નકામી લાગતી ચીજો કોઇને ઉપયોગી થઈ રહેશે.                                                           

        પતિ પત્ની ની વાતચીત ચાલી રહી હતી ત્યાં નાનો શ્યામ એક કેરિયર બેગ લઈને આવ્યો મમ્મી મારે પણ સહાય મોકલવી છે, ભારતીએ પુછ્યું દિકરા તું શું મોકલાવીશ?  નિર્દોષતાથી શ્યામ બોલ્યો મમ્મી મારા રમકડાં ને ગેમ્સ છે ત્યાં પણ કોઈ નાના ભાઈ ને બહેન હશે ને આ રમકડાં એમને રમવા કામ લાગશે ને! તોફાની દિકરા ની નિર્દોષતા પર પતિ પત્ની હરખાય રહ્યા ને આંખમાં  અશ્રુ સાથે   સોસાયટીના ક્લબહાઉસમા સહાય માટે આપવાની વસ્તુઓ પહોંચાડવા ગયા.


Rate this content
Log in