Hiral Hemang Thakrar

Inspirational Others

2.3  

Hiral Hemang Thakrar

Inspirational Others

વહુબેટા

વહુબેટા

5 mins
14.4K


"જયશ્રીકૃષ્ણ મમ્મી, શરદનો ફોન હતો રાત્રે તમનેને પપ્પાને જયશ્રીકૃષ્ણ કહ્યાં છે. કહેતા હતા નોઇડામા મિટીંગ સક્સેસફૂલ રહી. બે નવા ઓર્ડર મળી ગયા, હવે દિલ્હીનું કામ પતાવી બે ત્રણ દિવસમાં ઘરે આવી જશે. અને મમ્મી, પપ્પા કેમ દેખાતા નથી ? મોર્નિંગવોક માટે ગયા કે શું ?" ગ્રીષ્માએ પુછ્યું. 

પુજાપાઠની તૈયારી કરી રહેલા સુધાબેને કહ્યું, "ના બેટા તારા પપ્પા વોકિંગ માટે નથી ગયા, એ તો નડિયાદ ગયા છે વહેલી સવારે. હવે તો બસ આવતા જ હશે. રાત્રે વર્ષા ફઇબાનો ફોન હતો. તે બેંગ્લોરથી નડિયાદ આવ્યા છે. એમની સાસરીમા કોઇ પ્રસંગે, આવતી કાલે અહીંયાથી જ એમની ટ્રેનની રીટર્ન ટિકિટ છે બેંગ્લોરની. તારા પપ્પાએ કહ્યું હું આવું છું તને અમદાવાદ લઈ જવા. આમ પણ નડિયાદ અમદાવાદ ક્યાં દુર છે ?" 

"ભલે મમ્મી મને કહેવું હતું ને હું કાર ચલાવા ગઇ હોતને સાથે, પપ્પા એકલા ગયા કાર લઈને ?" ગ્રીષ્મા બોલી. સુધાબેને કહ્યું, "ના બેટા તારા પપ્પા ડ્રાઇવર લઇને ગયા છે,"

"મમ્મી આ વર્ષાફઇબા કોણ ? મેં તો પહેલીવાર નામ સાંભળ્યુ." ગ્રીષ્માએ પ્રશ્ન કર્યો. 

સુધાબેન પ્રસાદની સામગ્રી સુધારતા જવાબ આપ્યો, "તારા પપ્પાના મામાની દીકરી બહેન થાય. એટલે શરદના પિતરાઈ ફઇબા ને તારા ફઇજી સાસુ, ખાસ તને મળવાની ઇચ્છાથી જ આવે છે. તમારા લગ્નપ્રસંગે તેઓ આવી શક્યા નહોતા. બેટા સરસ મજાની આદુવાળી ચા અને ગરમાગરમ મેથીવાળા થેપલા તૈયાર કરી રાખજે નાસ્તા માટે"

ગ્રીષ્મા એ કહ્યુ, "મમ્મી તમે પુજાપાઠ કરો હું ઘરની સાફસૂફી પતાવી નાસ્તો બનાવું છું, અને બપોરના જમણ માટે શું સ્પેશિયલ બનાવું તે પણ કહી દો તો હું અત્યારથી તૈયારી શરૂ કરી શકું, ને કાંઈ જોઇતું કરતું હોય તો માર્કેટથી લઇ આવું.+ 

સુધાબેન કહે, "બેટા શાકભાજી ને બધું તો પડ્યું જ છે. બસ ગુલાબજાંબુ લઇ આવો માર્કેટથી, ૠતુની જેમ વર્ષાફઇબાને પણ ગુલાબજાંબુ બહુ પ્રિય છે." ગ્રીષ્માએ કહ્યુ, "મમ્મી હજુ ઘણો સમય છે. હું ઘરે જ બનાવી દઉં છું. ૠતુદીદી આવે ત્યારે પણ તો અમે બંને બનાવીએ જ છીએને."

સવા દશ થવાં આવ્યા હતા, ડોરબેલ વાગી સુધાબેને દરવાજો ખોલ્યો હરખભેર નણંદને ભેટી પડ્યા. આનંદથી ઘરમાં લાવ્યા. વર્ષાબેન ભાઇભાભીને વરસો બાદ મળીને ખુશખુશાલ થઈ ગયા. સુધાબેને સાદ પાડ્યો, "ગ્રીષ્માબેટા, પપ્પા અને વર્ષાફઇબા આવી ગયા." ત્યાંતો ગ્રીષ્મા પાણીના ગ્લાસ ભરેલી ટ્રે લઇને આવી, ફઇજીને 'જયશ્રીકૃષ્ણ' કહ્યા પગે લાગી અને સુધાબેનને વર્ષાફઇબાને ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે આવવાનું કહી કિચનમા જતી રહી. 

જીન્સ અને કુર્તીમા સજજ ગ્રીષ્માને જોઈ વર્ષાબેન આશ્ચર્ય સાથે ભાભીને પુછી રહ્યા, "ભાભી કિશોરભાઈને તો આધુનિક પોશાક જરા પણ પસંદ નહોતા અને ઘરની વહુ જીન્સમાં ?"

સુધાબેને કહ્યું, "દીદી આપણે ચા-નાસ્તો કરતાં વાતો કરીએ. તમારી પસંદનો નાસ્તો તૈયાર જ છે." ચાની ચુસ્કી લેતાં વાતોનો દૌર આગળ વધ્યો "દીદી તમે તો જાણો છો અમારે સંતાનોમાં શરદ અને ૠતુ બે જ. ૠતુને પાંચવર્ષ પહેલાં જર્મની પરણાવી વર્ષે એકાદ-બે અઠવાડિયા રોકાઇ જાય. શરદે બિઝનેસની પુરી જવાબદારી સંભાળી લીધી છે, બહારગામની બધી મિટીંગો માટે તે જ જાય. હવે શરદનાં પપ્પા માત્ર જરૂરત પુરતું જ ઓફિસ જાય. અમારી દુનિયા ગ્રીષ્માબેટાની આસપાસ ફરતી રહે, એ અમને બંનેને માતાપિતા જેટલું જ પ્રેમ અને સન્માન આપે છે. શરદના પપ્પાનાં વિચારો હવે બદલાયા છે. આજનાં જમાનામાં પહેરવેશ જેવી નાની વાતમાં બંધન કેવાં ? આપણી ૠતુ કાર ચલાવે વેસ્ટર્ન કપડાં પહેરે તો ગ્રીષ્માબેટાને બંધન કેમ? એ પણ આપણી દીકરી જ છે ને. શરદ મહીનામાં બાર પંદર દિવસ બહારગામ રહે છે કામસર, અમે બધાંએ ગ્રીષ્માબેટાને છુટ આપી છે તું તારે મનગમતું કામ કર, નોકરી કરવી હોય તોએ કર, કોઇ કોર્ષ કરવો હોય તો એ કર પણ ગ્રીષ્માબેટા પોતાનો બધો સમય અમને આપે છે, શરદના પપ્પાને કાર ચલાવતાંને ઇન્ટરનેટ વાપરતા શીખવાડ્યુ. યોગા એરોબિક્સ કરાવે અમને મોર્નિંગવોક ઇવનિંગવોક માટે લઇ જાય, શરદના પપ્પાને બ્લડપ્રેશર ડાયાબિટીસની બિમારી છે તેમની પુરી કાળજી ગ્રીષ્માબેટા રાખે. રૂટીન ચેકઅપ દવાઓ રીપોર્ટ ટેસ્ટ બધું જ ગ્રીષ્માબેટા સંભાળે. દીદી જો એ છોકરીએ એનું જીવન અમને સમર્પિત કરી દીધું તો અમે આટલું ના કરી શકીએ ?"

ચા-નાસ્તો પતાવી હિંચકે બેસતાં વર્ષાબેન ભાભીને કોટનસીલ્કની સાડી બતાવી રહ્યાં, "ભાભી હું શરદનાં લગ્નમાં હાજરી આપી શકી નહોતી, હું ગ્રીષ્મા માટે આ સાડી લાવી છું એને ગમશે ? સુધાબેને કહ્યું હા દીદી જરૂર ગમશે. હું ગ્રીષ્માબેટાને બોલાવું તમે તમારા હાથે જ એને તમારાં શુભાષિસ સાથે આપો એ ખુશ થશે. ગ્રીષ્માબેટા જરા આવજો તો... વર્ષાફઇબા બોલાવે છે."

"એ આવી હો મમ્મી..." કહેતા ગ્રીષ્મા આવી પહોંચી, વર્ષાબેને સાડી આપી એ તો ખુશ થઈ બોલી ફઇબા મરૂનકલર મને બહુ પ્રિય છે. ફઇબા તમારો ખુબ ખુબ આભાર મને સાડી બહુ ગમી. મમ્મી તમે ફઇબાને અમારા લગ્નનાં ફોટો આલ્બમ વિડીયો વગેરે બતાવોને હું જમવાનું બનાવી લઉં. બપોરે ફ્રી થઈને હું પણ તમારી સાથે વાતોમાં જોડાઇશ.

લીલવાની કચોરી, આંબલીની ચટની, અજમાવાળી પુરી, ઉંધીયુ, કઢી, પુલાવ અને ગરમાગરમ ગુલાબજાંબુ પુરું મેનુ વર્ષાબેનની પસંદનું. સ્વાદિષ્ટ ભોજનનાં બહું વખાણ કર્યા. કિશોરભાઈ થોડીવાર માટે ઓફિસ જાઉં છું કહીને ગયાં, સુધાબેન નણંદ સાથે ઉપરના માળે આવેલા ગેસ્ટરૂમમાં આરામ કરતાં વાતો કરી રહ્યા. થોડીવાર થઇને ગ્રીષ્મા પણ આવી પહોંચી. નાવીજુની વાતો થઇ રહી હતી. વર્ષાબેન શરદના ઋતુના નાનપણનાં કિસ્સાઓ કહી રહ્યા હતા. એ ખુબ રસપૂર્વક સાંભળી રહી હતી. અચાનક મોબાઈલ રણક્યો ગ્રીષ્માએ વાત કરી, હાથમાં મોબાઈલ લીધો કારની ચાવી લીધી સ્ટોલ પહેર્યો, 'થોડીવાર માં આવું છું મમ્મી' કહી બહાર જતી રહી".

સુધાબેન વર્ષાબેનને પુછી રહ્યા, "દીદી તમારી બંને દીકરીઓ તો હવે મોટી થઈ ગઈ હશે ને ? ઘણા વર્ષો થયા એ લોકોને મળ્યા ને." વર્ષાબેન મોબાઈલમાં સચી ને દેહુતીના ફોટો દેખાડી રહ્યા, "જોવો ભાભી સચી ફુડ એન્ડ ન્યુટ્રીશનનો કોર્ષ કર્યો છે ને હવે શેફ બનવા તરફ આગળ વધી રહી છે. દેહુતીએના પપ્પાની જેમ સી.એ. બનવા માંગે છે. હાલ તો આર્ટિકલ શીપ કરી રહી છે. બંને દીકરીઓ આખો દિવસ પોતપોતાના કામ ને અભ્યાસમાં વ્યસ્ત હોય છે. હવે દીકરીઓ મોટી થઈ રહી છે સમાજમાં કુટુંબમાં આવતા રહીએ તો લોકોને ઓળખી શકીએ, એમના માટે પણ હવે યોગ્ય પાત્રોની શોધ તો શરૂ કરવી જ રહી."

આ વાતો ચાલી રહી હતી એવામાં ગ્રીષ્મા કિશોરભાઈની સાથે ઘરમાં આવી. કિશોરભાઈના માથા પર પાટો જોઇ સુધાબેન ચિંતાથી પુછ્યું : "ગ્રીષ્માબેટા આમ અચાનક તારા પપ્પાને શું થયું ?" ગ્રીષ્માએ કહ્યું "મમ્મી ચિંતાજનક કાંઈ નથી તમે બેસો હું નિરાંતે વાત કરું, મમ્મી મને થોડીવાર પહેલા ઓફિસથી પટેલભાઇનો ફોન હતો. પપ્પાને ચક્કર આવી ગયા હતા અને તેઓ પડી ગયાં હતાં, હું એમને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટર અંકલે કહ્યું મામુલી ઝખ્મ છે બે ત્રણ દિવસમાં રુઝ આવી જશે. બધી દવાઓને બધું લઈને જ આવ્યા છીએ." વર્ષાબેન આ બધું જોઈ રહ્યા, મોડી રાત સુધી બધાં વાતો કરતાં બેસી રહ્યા. વહેલી સવારની ટ્રેનમાં વર્ષાબેન બેંગ્લોર જવા નીકળ્યા. સુખદ સંસ્મરણો લઇને જઈ રહ્યાં હતાં, ભાઈના પરિવારમાં સંપ જોઈને એમની આંખો ઠરી હતી. ભાઈનો પરિવાર આમ જ સુખી રહે એવી દિલથી દુઆ કરી રહ્યા ને ભાઈના પરિવાર સાથે લીધેલી સેલ્ફીને નિહાળી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational