Hiral Hemang Thakrar

Drama Thriller Tragedy

3  

Hiral Hemang Thakrar

Drama Thriller Tragedy

બદલાવ

બદલાવ

2 mins
7.8K


"રીયા આ ટીશર્ટ કેવું છે? બ્લુ જીન્સ સાથે મસ્ત લાગશે..." આકાશ રીયાને બતાવી રહ્યો.

"હમ્મ્ સરસ છે." બેધ્યાન રીયા જવાબ આપી રહી.

"ને આ કેવું છે રીયા?" આકાશ પૂછી રહ્યો.

"હા... લઈ લે. આ પણ સરસ છે." રીયાનો જવાબ.

"તારું ધ્યાન ક્યાં છે રીયા...!! આ લેડીઝ ટીશર્ટ છે, મેં જાણી જોઈને ખોટું બતાવ્યું તો પણ તારું ધ્યાન ના ગયું...!!! શું વાત છે રીયા?" અકળાયેલા આકાશે આખરે પૂછી જ લીધું.

"આકાશ આપણે મોલમાં આવ્યા ને, ત્યારે મેં એક છોકરીને જોઈ..... અપેક્ષા... યાદ છે તને! આપણા કોલેજ કેમ્પસની મોસ્ટ બ્યૂટીફૂલ એન્ડ ફેશનેબલ છોકરી..." રીયા કહી રહી.

"હા.... એને કેમ ભુલાય.... એને જોઈ કેટલાં યુવા દિલ ધડકી ઉઠતાં." આકાશ એકસાઈટમેન્ટ સાથે બોલી રહ્યો.

" હા... એ જ અપેક્ષાને મેં અહીં ગુજરાતી સાડી અને બાંધેલા વાળ માં જોઈ... મને તો વિશ્વાસ જ નહીં આવતો કે એ જ છે..." રીયા કહી રહી.

" ના હોય.... તું શું કહી રહી છે?" આકાશ આશ્ચર્ય સાથે બોલી રહ્યો.

"હા.. સાચે... મને પણ વિશ્વાસ નહીં આવતો.... એનાં લગ્ન શ્રીમંત ઘરમાં થયાં છે.... એ તો નવા નવા ફેશનેબલ કપડાં પહેરતી હશે, એવું વિચારેલું... પણ જે જોયું એના પર હજુ વિશ્વાસ નહીં આવતો." રીયા આશ્ચર્ય સાથે જ બોલી રહી.

"હમણાં જ જોઈને તે અપેક્ષાને!!!... ચાલ આપણે મળીએ એને. આકાશ કહી રહ્યો.

બે ત્રણ ફ્લોર પર શોધતાં આખરે અપેક્ષા મળી.... ત્રણે કોલેજના મિત્રો કેફેટેરીયામાં સાથે બેસી વાત કરી રહ્યાં..

"રીયા આકાશ તમે બન્ને આટલાં વર્ષે મળ્યાં, કેમ છો? તમે ખુશ છો ને એકબીજા સાથે?" વર્ષો પછી જુના મિત્રોને મળી અપેક્ષા ખુશ થઈ સવાલો પૂછી રહી.

"અપેક્ષા અમે બન્ને ખુશ છીએ, આકાશને મિટીંગના કામસર આણંદ આવવાનું થયું, એટલે હું પણ સાથે આવી ગઈ." કોફી પીતા રીયા કહી રહી.

"અપેક્ષા તું આટલી કેમ બદલાઈ ગઈ? તારામાં આટલો બદલાવ કેમ? આવું કેમ થયું? તને તો ફેશનેબલ કપડાં ને હેર સ્ટાઈલ ને બધું બહું ગમતું...! આજે નિરુત્સાહી દીશે છે... બોલને શું થયું?" રીયા અપેક્ષાનો જવાબ સાંભળવા ઉતાવળી થઈ રહી.

આકાશ મુક પ્રેક્ષક બની બધું જોઈ રહ્યો.

"રીયા તને તો ખબર છે, મેં ઓછું ભણેલા પરંતુ પૈસાદાર રમેશ સાથે લગ્ન કરેલા... રૂપિયો પૈસો અઢળક પરંતુ વિચાર સૌના જુનવાણી.... વડીલોની સામે બેસવાનું નહીં, રસોડું જ સંભાળવાનું..... ગુજરાતી સાડી પહેરવાની... માથે ઓઢવાનું.... આવા તો કાંઈ કેટલા બંધન...સાચું કહું રીયા? અંગત લોકોની અવગણના જ કાફી હોય છે, કોઈને જીવતાંજીવ મૃત્યુ આપવાં."

ભીની આંખે અપેક્ષા કહી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama