Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

વીજળીના કડાકા

વીજળીના કડાકા

1 min
1.4K


સાંજનો સમય છે ખુબ જ આહલાદક વાતાવરણ છે,  થયું ચાલને થોડું બહાર લટાર મારી આવું ઘર માટે જોઇતી વસ્તુઓની ખરીદી કરતી આવું.  શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તહેવારોની વણઝાર આવી રહી છે, માર્કેટમાં ગીરદી ગીરદી વરતાય છે, વ્રત ઉપવાસ આવતા હોય ફળફળાદી ખરીદીને ઘર તરફ પાછી જતી હતીને અચાનક વરસાદની એક હેલી આવી ચડીને મન મુકીને વરસી પડી.

થોડીવાર વૃક્ષ નીચે ઉભાં રહી વરસાદ ધીમો થાયની રાહ જોઈ રહી વીજળીના ચમકારા ને ગાજવીજના કડાકા થઈ રહ્યા એકાએક નાનપણનાં સંસ્મરણો તાજા થઈ ગયા, મને આ કડાકા બહુ જ ડરાવે હું પપ્પાને પકડીને લપાઇને છુપાઈ જાઉં. પપ્પા મને સમજાવે સારી સારી વાતો કરી મારા ડરને ભગાવે.  મારી ઢીંગલી તો સાવ ઘેલી છે ને આ અવાજથી શું ડરવાનું?  આ તો વાદળો પર ભગવાન બેટ દડો રમતાં હોય ને ચોક્કા છગ્ગા લાગે એના અવાજ સંભળાય છે, આમા શું ડરવાનું મારી ઢીંગલી  ને મારો ડર ક્યાંય ગાયબ થઈ જતો.

વરસાદ તો આજે પણ આવે છે,  વીજળીના કડાકા આજે પણ સંભળાય છે,  એ હવે ડરાવે નહીં મીઠી યાદ બનીને સચવાય છે, ક્યારેક ભૂતકાળમાં લટાર મારી અવાય છે.  હું પણ વિચારે ચડી ચાલો હવે ઝડપથી ઘરે પહોંચી જાઉં, મારી ઢીંગલી એના પપ્પા સાથે રમતી હશે એ ક્ષણોને કેમેરામાં કંડારી લઉં. વરસાદ તો આવતો રહેશે પણ બાળપણ ગયું તે પાછું નહીં આવે.

 
 


Rate this content
Log in