વિનમ્ર બનો
વિનમ્ર બનો
કોઈ એક નગરમાં એક આશ્રમમાં એક સાધુ સંત રહેતા હતા. તેમના જોડે ઘણા શિષ્યો અભ્યાસ કરતા હતા. તે પોતાના ધર્મ અને જ્ઞાનની વાતો માટે લોકોને ખૂબજ સરળતાથી સમજાવતા હતા. દૂરથી લોકો તેમની વાતો સાંભળવા માટે આવતા હતા. તે સંત બધા લોકોનું વાત વાતમાં સમસ્યાનું સમાધાન કરી આપતા હતા.
તે એક દિવસ ખૂબ જ બીમાર થઈ ગયા. તેમને લાગ્યું કે મારું મરણ ખૂબજ નજીક છે. તેથી તેમણે તેમના બધા શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. અને કહ્યું કે 'હવે મારા મૃત્યુ સમયે ખૂબજ નજીક આવી ગયો છે. હવે હું તમને મારા જીવનનો અમૂલ્ય સંદેશ આપવા માગું છું.' બધા શિષ્યો તેને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમના શિષ્યોને કહ્યું કે 'જરા મારા મોંમા ધ્યાનથી જુઓ. તેમાં જીભ છે કે નહીં ?'
એક શિષ્યએ અંદર જોયું અને કહ્યું કે 'ગુરુજી જીભ તો છે.'
ત્યારે ગુરુજીએ બીજા એક શિષ્યને પ્રશ્ન કર્યો અને કહ્યું કે 'મારા મોંમા દાત છે કે નહીં ?
શિષ્યએ ગુરુજીને કહ્યું કે 'તમારા મોંમાં દાંત નથી.'
ત્યારે ગુરુજીએ શિષ્યોને પૂછ્યું કે 'સૌથી પહેલા દાંત આવ્યા હતા કે જીભ ?'
ત્યારે શિષ્યોએ કહ્યું કે 'ગુરુજી જીભ આવી હતી.'
સંતે પછી એ પૂછ્યું કે જીભ તો દાંત પહેલા કરતા મોટી છે તો પણ હવે જોવા મળે છે પરંતુ જીપથી દાંત ઉંમરમાં નાના હતા તો પણ કેમ જલ્દી પડી ગયા આ પ્રશ્ન સાંભળીને એકબીજા સામે જોવા લાગ્યા કોઈપણ શિષ્યનો ગુરુજીના પ્રશ્નો જવાબ ન હતો.
ત્યારે ગુરુદેવ સમજાવ્યું કે 'જીભ સરળ અને કોમળ છે. માટે તે અત્યાર સુધી લાંબુ ટકી રહી છે. જ્યારે દાંત ક્રૂર અને કઠોર હતા. એટલે તેઓ જલદી નાશ પામ્યા. તમે પણ જીભ જેવા સરળ અને કોમળ બનો. નહીં કે દાંત જેવા કઠોર.'
આટલો સંદેશ આપીને સંત (ગુરુદેવ) હંમેશ ને માટે આંખો બંધ કરી દીધી. આમ, કેટલાક લોકોનો વ્યવહાર ખુબજ કડક અને કઠોર હોય છે. નાની નાની વાતો પર પણ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. અને સમજ્યા વિચાર્યા વગર નાના-મોટા આગળ કંઈ પણ બોલી દે છે. લાંબા સમયે આવા કઠોર લોકોને કોઈ યાદ કે પસંદ પણ કરતું નથી. અને જે લોકો બધા સાથે મળી રહે છે. તેઓ બધાને પ્રિય અને લાંબા સમય સુધી યાદ રહે છે.
