વેણી
વેણી


નવરાત્રીના નવે નવ દિવસ કોઈકના ગરબામાં પહેરાવેલી વેણી જ મને જોઈએ .લોકો મને બોલાવીને વેણી આપવા લાગ્યા . નવરાત્રી નાં ત્રણ મહિના પહેલા મનનનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું . આ નવરાત્રીએ લોકોએ નક્કી કરી લીધું કે મારે હવે વેણી ન નખાય .
રસ્તા પર ચાલતી હતી ત્યાં એક લાલ બાંધણી વાળા બેને બુમ પાડી . મનનની ઘરવાળી ને તું ?
" હા "
" આ લે વેણી , કેમ આ વર્ષે નથી નાંખતી "
" માડી , હવે મનન નથી રહ્યા ને એટલે "
" આ લે આશાપુરાથી આવી છે અને તને દેવાનું કહ્યું છે "
વેણી નાંખતા નાંખતાં મેં પૂછ્યું ." કોણે " મોઢું ઉપર કર્યું તો ત્યાં કોઈ ન હતું ..